Home /News /business /'મોંઘવારી અને ઊંચા વ્યાજદર 2023માં તમારો પીછો નહીં છોડે પણ આ રીતે રુપિયા રોક્યા તો બેઠાંબેઠાં ખાશો'
'મોંઘવારી અને ઊંચા વ્યાજદર 2023માં તમારો પીછો નહીં છોડે પણ આ રીતે રુપિયા રોક્યા તો બેઠાંબેઠાં ખાશો'
2023માં ફુગાવા અને ઊંચા વ્યાજ દરો માટે રહેવું પડશે તૈયાર અને પાડવી પડશે તેની ટેવ: સૈબલ ઘોષ
Saibal Ghosh Investment Tips: નાના રોકાણકારોએ આ વર્ષે ઈક્વિટી તરફ મોટી ફાળવણી કરવી જોઈએ. આ સાથે આ વર્ષે મોંઘવારી અને વધતા વ્યાજ દરની ટેવ પાડીને રોકાણ માટેની સ્ટ્રેટેજી તૈયાર કરવી જોઈએ.
ભારતીય ઇક્વિટી માર્કેટ (the Indian equity market)માં છેલ્લાં ત્રણ વર્ષમાં ભારે વૃદ્ધિ જોવા મળ્યા બાદ હવે માર્કેટ અસ્થિરતા ધરાવતા વર્ષ તરફ આગળ વધી શકે છે, જેમાં તેની કામગીરીને અસર થવાની શક્યતા સાથે જોડાયેલા અનેક પરિબળો છે.
એગોન લાઈફ ઇન્શ્યોરન્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર સૈબલ ઘોષને જણાવે છે કે ભારત 2023માં સ્લો અર્નિંગ ગ્રોથ (slower earnings growth)નું સાક્ષી બની શકે છે. વધુમાં આ વર્ષે ચીનમાં લોકડાઉન હળવુ થઈ બધું ખુલવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (foreign institutional investors, FII) ભારતમાંથી દૂર જતા નવા અલોકેશનમાં પરિણમી શકે છે, જેનું મૂલ્ય વધુ છે.
બજારની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના તે વાત કરે છે કે, નાના રોકાણકારોએ ઇક્વિટી તરફ મોટી ફાળવણી કરવી જોઈએ – તેમની ઉંમરમાંથી 100 બાદ કરવા જોઈએ. તેઓ કહે છે કે, ભારત જેવા ઉચ્ચ વૃદ્ધિ, ઉચ્ચ ફુગાવાવાળા દેશમાં, બે એસેટ ક્લાસ એટલે કે ઈક્વિટી અને રિયલ એસ્ટેટ તમારા પોર્ટફોલિયોનો મુખ્ય ભાગ હોવો જોઈએ. પરંતુ અર્થતંત્રમાં વધતા વ્યાજ દરો જે અમુક સમય માટે એલિવેટેડ રહેશે તેને જોતાં નિશ્ચિત આવકના સાધનોમાં રોકાણ કરવાનો સારો સમય છે. તે આ ઉચ્ચ વ્યાજ ચક્રના ઉત્તરાર્ધમાં બોન્ડ અને સરકારી સિક્યોરિટીઝ (bond and government securities, G-sec) ફંડમાં રોકાણ કરવાની ભલામણ કરે છે. જ્યારે દર ફરીથી ઘટવાનું શરૂ થાય ત્યારે આ ફંડ્સ કેપિટલ ગેઈન કરવામાં મદદ કરશે.
અહીં અમે તમને ઈન્ટરવ્યૂની કેટલાક વિશેષ ચર્ચા જણાવી રહ્યાં છીએ :
2023માં ઈક્વિટી માર્કેટ માટે તમારો અંદાજ શું છે?
બજાર ઘણા સકારાત્મક ભાવમાં છે. જો કે માર્કેટની વેલ્યુએશન ખર્ચાળ બાજુ પર છે. ગત વર્ષે ભારતે સમગ્ર ઉભરતા બજાર પેકને ખૂબ જ સુંદર રીતે આઉટપરફોર્મ કર્યું હતું. તે અન્ય ઊભરતાં બજારો કરતાં લગભગ 70 ટકા પ્રીમિયમ ભોગવે છે, જે ઐતિહાસિક રીતે ઉચ્ચ સ્તરે છે. જ્યારે ભારતને કોવિડ પરિસ્થિતિ અને સ્થિતિસ્થાપક અર્થવ્યવસ્થાના સંચાલનમાં તેની કાર્યક્ષમતાને કારણે પ્રીમિયમ મળ્યું છે, પરંતુ અન્ય ઊભરતાં બજારો કરતાં આટલું ઊંચું પ્રીમિયમ જાળવી રાખવું એ એક પડકાર હશે.
બીજી બાજુ, અહીં કેટલાક જોખમો પણ છે. વૃદ્ધિ અને વિકાસદરની ચિંતા કરવા જેવી છે જો કે ધીમી વૃદ્ધિ બાહ્ય પરિબળોને કારણે હશે. વર્તમાન વેલ્યુએશનમાં મલ્ટી યર ગ્રોથની કિંમત નક્કી કરવામાં આવી છે, જેમાં જોખમ આવી શકે છે. તે ધીમી વૃદ્ધિ અને અપેક્ષિત કાચા માલના ભાવ કરતાં વધુ હોવાને કારણે અમે કમાણીમાં થોડી નિરાશા જોઈ શકીએ છીએ. આ ઉપરાંત આવતા વર્ષે ચીન સંપૂર્ણ રીતે ખુલવાની અપેક્ષા છે, જેમાં FIIs તરફથી ભારત જેવા પ્રમાણમાં સમૃદ્ધ બજારો કરતાં સસ્તા ચાઇનીઝ માર્કેટમાં નવી ફાળવણી જોવા મળી શકે છે.
વધુમાં તે જણાવે છે કે, અમારા બજારમાં તાત્કાલિક કોઈ સુધારાની અપેક્ષા નથી. કેટલાક ક્ષેત્રો હજુ પણ તેમના લાંબાગાળાના સરેરાશ મૂલ્યાંકન કરતા ઓછા મૂલ્ય ધરાવે છે. આ સાથે જ વધતા વ્યાજ દરો આવતા વર્ષે સ્થિર થશે, ગ્રામીણ અર્થવ્યવસ્થાએ ચૂંટણી પૂર્વેના વર્ષમાં સારો દેખાવ કરવો જોઈએ અને બાંધકામની માંગ સતત વધતી રહેશે. આ તમામ પરિબળો આ વર્ષે ઇક્વિટી માર્કેટમાં તટસ્થ વલણની તરફેણમાં સંતુલન સાધશે.
જો કે, નજીકના ગાળામાં ઇક્વિટી રિટર્ન અપેક્ષિત રીતે ખૂબ વધુ ન હોવા છતાં, નોંધપાત્ર યંગ જનરેશન ધરાવતા ભારત જેવા વિકસતા અર્થતંત્રમાં, રિટેલ રોકાણકારોએ ઇક્વિટીમાં નોંધપાત્ર હિસ્સો ફાળવવો જોઈએ. તમે જેટલા નાના છો, ઈક્વિટીમાં તમારું એક્સ્પોઝર જેટલું ઊંચું હોવું જોઈએ. લાંબાગાળા માટે રોકાણ કરતા રહો પરંતુ ઉચ્ચ અસ્થિરતા માટે તૈયાર રહો.
તમારી અપેક્ષા મુજબ વર્ષ 2023માં ફુગાવા અને વ્યાજના દરો ક્યાં સુધી પહોંચશે?
ઘરેલું ફુગાવો, ખાસ કરીને કોર ફુગાવો, કદાચ આપણે જે અપેક્ષા રાખીએ છીએ તેના કરતાં વધુ હશે. સરળ શબ્દોમાં કહીએ તો, તે વર્તમાન સ્તરે રહી શકે છે અને ઝડપથી નીચે ન આવે તેવું બની શકે છે. હાલના સ્તરથી વ્યાજદરમાં નોંધપાત્ર વધારો ન થઈ શકે પણ આપણે થોડા સમય માટે ઊંચા વ્યાજ દરોની ટેવ પાડવી પડશે.
વૈશ્વિક મંદીના પરિપ્રેક્ષ્યમાં વૃદ્ધિ થોડી નીચે આવી શકે છે, કારણ કે કેલેન્ડર વર્ષ 2023ના છેલ્લા ક્વાર્ટરથી યુએસ મંદીમાં જાય તેવી ધારણા છે. જ્યારે ડોલરની વૃદ્ધિ હાલ માટે અટકાવવામાં આવી છે, પરંતુ અમારા બાહ્ય ખાતાની નબળાઈને જોતાં તે નાણાંકીય વર્ષ 2023માં સ્થાનિક વ્યાજ દરો માટે જોખમ ઊભું કરવાનું યથાવત રાખશે.
રિટેલ રોકાણકારોએ ડેટ રોકાણ માટે કેવી રીતે અપ્રોચ કરવો જોઈએ?
આ સમયે નિશ્ચિત-આવકનાં સાધનો સારા વળતર ઓફર કરી રહ્યાં છે, તેથી તમારે તેમાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ.
એતમે ગેરંટેડ ઈનકમ પોલિસીઓ પર વિચાર કરી શકો છો, કારણ કે તે જીવન સુરક્ષા કવચ અને કર લાભો પ્રદાન કરવા સાથે વર્તમાન ઊંચા વ્યાજ દરો પર ભાવિ રોકાણોને લૉક ઇન કરવાની ખાતરી આપે છે. આ ઊંચા વ્યાજ દર ચક્રના પછીના સમયમાં તમે બોન્ડ અથવા જી-સેક ફંડ્સ તરફ નિશ્ચિત આવકની ફાળવણીમાં વધુ વધારો કરી શકો છો, કારણ કે જ્યારે દરો ફરીથી ઓછા થવાનું શરૂ થાય છે ત્યારે કેપિટલ ગેઈનના સંદર્ભમાં તે જ સ્થાન મેળવે છે.
રૂ. 10 લાખનું રોકાણ ક્યાં કરી શકાય?
જ્યારે રોકાણની વાત આવે છે ત્યારે કોઈ મેજીક સોસ હોતો નથી. અહીં ત્રણ પાસાઓની ખાતરી કરો; તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરિઝોન, ઉંમર, આવકનો સ્ત્રોત (પગાર અથવા વ્યવસાય) અને અન્ય વ્યક્તિગત જોખમ લક્ષણો.
સરળ શબ્દોમાં કહીએ તો, તમારી ઉંમર 100 માંથી માઈનસ એ તમારી ઇક્વિટી એક્સપોઝર હોવી જોઈએ. તમે જેટલા નાના છો, તમારું એક્સ્પોઝર ઇક્વિટી અને રિયલ એસ્ટેટમાં જેટલું વધારે હોવું જોઈએ. આ પ્રકારની નિયમ આધારિત સંપત્તિ ફાળવણી યોજના શિસ્તબદ્ધ રોકાણોની ખાતરી કરશે. ભારત જેવા ઉચ્ચ વૃદ્ધિ, ઉચ્ચ ફુગાવાવાળા દેશમાં, બે એસેટ વર્ગો – ઈક્વિટી અને રિયલ એસ્ટેટ – તમારા પોર્ટફોલિયોનો એક ભાગ હોવા જોઈએ.
તમારે અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવું જોઈએ જેમ કે તમે પગારદાર છો કે બિઝનેસપર્સન છો. જો તમે કોઈ વ્યવસાય ચલાવતા હોવ તો, તમે ઈક્વિટીમાં મોટા પ્રમાણમાં એક્સપોઝર લઈને ઘણા બધા જોખમો લઈ શકતા નથી, કારણ કે બિઝનેસની આવક પોતે જ અસ્થિર છે.
કોઈ એક ઈન્વેસ્ટમેન્ટ ફિલોસોફી જે તમે ફોલો કરી હોય?
તમને ન સમજાય તેવી વસ્તુ ખરીદશો નહીં. ઉદાહરણ તરીકે, મેં ક્યારેય ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું નથી કારણ કે હું એસેટ ક્લાસને સમજી શકતો નથી. લાંબાગાળાની સંપત્તિનું સર્જન હંમેશા શિસ્તબદ્ધ, સામાન્ય સમજદારીભર્યું અભિગમ છે. આ એ છે જે લાંબા સમય સુધી ચાલે છે. લોકો સ્ટોક કે બોન્ડ પિકીંગ દ્વારા નહિ પણ શિસ્તબદ્ધ રીતે રોકાણ કરીને સંપત્તિ બનાવે છે. તમારી સંપત્તિ ફાળવણીનું સ્માર્ટ રીતે આયોજન કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારા નાણાંનો ઉપયોગ કરવા માટે વ્યાવસાયિક સલાહ લો.
તમે તમારા પોતાના પૈસાનું રોકાણ કેવી રીતે કરો છો?
મેં મોટાભાગે શેરોમાં સીધા રોકાણ કરવાને બદલે પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા રોકાણ કર્યું છે. મારી પાસે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે. હું મારા કરિયરના અંત તરફ હોવાથી, મારી ઇક્વિટી ફાળવણીમાં ઘટાડો થયો છે. બાકીના પોર્ટફોલિયોમાં નિશ્ચિત આવક, રિયલ એસ્ટેટ અને સોના વચ્ચે સંતુલિત ફાળવણી છે. ઈક્વિટીઝ મારા પોર્ટફોલિયોનો 30 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે 50 ટકા નિશ્ચિત આવક માટે, 15 ટકા રિયલ એસ્ટેટ અને આશરે 5 ટકા સોના માટે ફાળવવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર