ભારતમાં ક્રિપ્ટોકરન્સી ખરીદવી હિતાવહ? RBIના સ્પષ્ટીકરણ બાદ આવું કહી રહ્યા છે એક્સચેન્જ

ભારતમાં ક્રિપ્ટોકરન્સી ખરીદવી હિતાવહ? RBIના સ્પષ્ટીકરણ બાદ આવું કહી રહ્યા છે એક્સચેન્જ
પરિપત્રના આધારે ગ્રાહકોને સેવા આપવાનો ઇનકાર કરવાને અત્યારે બદલે સમય છે કે, ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ મામલે બેન્કો આગળ આવે.

પરિપત્રના આધારે ગ્રાહકોને સેવા આપવાનો ઇનકાર કરવાને અત્યારે બદલે સમય છે કે, ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ મામલે બેન્કો આગળ આવે.

  • Share this:
ભારતમાં ક્રિપ્ટોકરન્સી બાબતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું વલણ આશ્ચર્યજનક રીતે સકારાત્મક જોવા મળ્યું છે. RBIએ 31મી મેના રોજ સ્પષ્ટ કર્યું છે કે, બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ક્રિપ્ટોકરન્સી પર 2018ના પરિપત્રનો હવાલો આપી ન શકે. કારણ કે, તેને માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા અલગ તારવવામાં આવ્યો હતો. આ પરિપત્ર સુપ્રીમના આદેશની તારીખથી માન્ય નથી અને તે ટાંકવામાં આવી શકે નહીં.

આ સ્પષ્ટતા HDFC, SBI જેવી વિવિધ બેંકિંગ કંપનીઓ દ્વારા તાજેતરના ઇન્વેસ્ટર કમ્યુનિકેશન દરમિયાન પ્રકાશમાં આવી છે. જેમાં 2018ના પરિપત્ર ટાંકવા અને તેમને આ જગ્યાના "અનિશ્ચિત રેગ્યુલેટરી લેન્ડસ્કેપ" વિશે ચેતવણી આપવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. રોકાણકારોને આ વ્યવહારોની સ્પષ્ટતા કરવા અને ક્રિપ્ટો અને વર્ચુઅલ કરન્સી સાથે સંકળાયેલા જોખમો વિશે જાગૃત રહેવા જણાવાયું હતું. આ સંદર્ભે આ બેંકો દ્વારા મોકલેલા મેઇલ્સમાં બેંક ખાતાઓને કાયમી ધોરણે બંધ કરવા અને ક્રેડિટ કાર્ડ સસ્પેન્ડ કરવાનો પણ ઉલ્લેખ હતો.Video: દાંતીવાડામાં કેમિકલ ભરેલા ટેન્કરથી ટ્રાફિક પોલીસની ગાડીને ટક્કર વાગતા ભભૂકી ભીષણ આગ, એકનું કરૂણ મોત

રોકાણકારો માટે આ પરિપત્રનો શું મતલબ

દેશના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX દ્વારા આ પગલાને આવકારવામાં આવ્યું છે. વઝીર એક્સના સીઇઓ નિશ્ચલ શેટ્ટીએ તેને સકારાત્મક સંકેત તરીકે ગણાવી કહ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ ભારતમાં ક્રિપ્ટો ઇકોસિસ્ટમ માટે આશાનું કિરણ છે. અમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્પષ્ટતાને આવકારીએ છીએ. આ પરિપત્ર બેંકોને તેમની કમ્પલેન્સ ટીમોને અપડેટ કરવા અને ભારતીય ક્રિપ્ટો એક્સચેંજમાં બેંકિંગ એક્સેસ આપવા પ્રોત્સાહન આપશે તેવી અમને આશા છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું રેગ્યુલેશન અસ્પષ્ટ અને ગ્રે હોવાનો અનુભવ કરી મોટાભાગની બેંકોએ પોતાની જાતને Coin DCX, WazirX જેવા એક્સચેન્જથી અલગ કરી નાખી હતી.

ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવિની બદલી, જાણો ક્યાં થઇ નિયુક્તિ

તાજેતરમાં પેટીએમ દ્વારા પણ WazirX સાથે સંબંધ તોડી નાખવામાં આવ્યા હતા. પરિણામે ક્રિપ્ટો માટે રોકાણકારો ડિપોઝીટ અને વિથડ્રોવલમાં અસમર્થ થઈ ગયા હતા

રોકાણકારોનો ગુસ્સો સ્પષ્ટ હતો. પૈસા જમા કરવામાં ઘણો સમય લાગતો હતો. પરિણામે તેઓએ ડીપમાં રોકાણની તક ગુમાવી હતી. કરણ આનંદ નામના ઉત્સુક ક્રિપ્ટો રોકાણકારે ક્રિપ્ટો-એક્સચેન્જો માટે તેમની ડિપોઝિટ પ્રક્રિયાને સરળ અને ઝડપી કરવી કેટલી મહત્વપૂર્ણ છે તેનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, એક તરફ એક્સચેન્જ મિનિટોમાં ખરીદવાની પ્રક્રિયા થશે તેવો દાવો કરે છે. જેથી લોકોને ક્રિપ્ટોમાં રોકાણ માટે દિવસોના દિવસો રાહ જોવડાવી શકાય નહીં.

બેન્કો માટે આરબીઆઈના નિર્દેશોના મહત્વને ધ્યાનમાં લેતા આ સ્પષ્ટતા મોટાભાગના ક્રિપ્ટો એક્સચેંજ માટે મોટી રાહત છે. ક્રિપ્ટોકરન્સીની લેવડ દેવડથી બેંકોને કેવી રીતે નુકસાન થશે તે સાબિત કરવામાં રિઝર્વ બેન્કની અસમર્થતા વિવાદનો વિષય રહી છે.

દિલ્હી સ્થિત કોમ્યુનિકેશન પ્રોફેશનલ યુમના અહેમદ નિયમિત ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે. તેઓ હવે લેવડદેવડમાં સરળતા થશે તેવી આશા રાખે છે. તેમનું કહેવું છે કે, આ એક સારો નિર્ણય છે. બેન્કોએ ક્રિપ્ટો ઉદ્યોગ સાથે જોડાવું જોઈએ કે નહીં તે સ્પષ્ટ થઈ ગયું છે. હવે ક્રિપ્ટો એક્સચેન્જ અને બેન્કોનો સહયોગ વધશે. નજીકના ભવિષ્યમાં સરળ વહીવટ થઈ શકે તેવી અપેક્ષા છે.

વડોદરા: દારુડિયો-ડ્રગ એડિક્ટ પતિ અને પત્ની એક વર્ષ અલગ રહેશે તેવું થયું નક્કી, બારોબાર જતો રહ્યો વિદેશ

આ વિચારને ટેકો આપતા ઈન્ડિયાટેકના રમેશ કૈલાસમે કહ્યું હતું કે, RBI દ્વારા સ્પષ્ટીકરણ યોગ્ય સમયે થયું છે. બેંક હવે પરિપત્રનું કારણ આગળ ધરી ના પાડી શકે નહીં.

IndiaTech.org આ ક્ષેત્ર માટે જરૂરી તપાસ અને સંતુલન દ્વારા સમર્થિત નિયમનકારી સ્પષ્ટતા માંગ કરે છે. જેનાથી તે વધુ ઝડપી દરે વૃદ્ધિ પામશે. IndiaTech.orgએ KYC., AML., CFT., FEMA વગેરે સંબંધિત સમાન તપાસ અને બેલેન્સની ભલામણ કરી છે. RBI હવે યોગ્ય મહેનત સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવાનું સૂચન કરે છે. અમને આશા છે કે આ નવું ટેક્નિકને કમશઃ લાગુ કરવા સરકાર અને નિયમનકાર તરફથી સતત ટેકો મળશે.

બધું સ્પષ્ટ થયું?

અલબત્ત, ક્રિપ્ટોકરન્સી રિંગ્સના મામલામાં ધ્યાનપૂર્વકની કામ કરતી બેન્કોને માટે પરિપત્રમાં સ્પષ્ટ ચેતવણી છે. બેંકોને અન્ય લોકોની વચ્ચે KYC , AMLની સંબંધિત જોગવાઈઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.

Coin DCXના સીઇઓ અને સહ-સ્થાપક સુમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે આરબીઆઈના જૂના પરિપત્ર અંગેના વલણને સ્પષ્ટ કરવાના પગલાને આવકારીએ છીએ. જેને સુપ્રીમ કોર્ટે અલગ તારવ્યું હતું. હું આશા રાખું છું કે મૂંઝવણ હવે પુરી થઈ જશે. બેંકોની AML નીતિઓ વ્યવસાયને વધુ મજબૂત બનાવશે. રોકાણકારો અને રોકાણોને સલામત બનાવશે.

ડ્યુ ડિલિજન્સ કાનૂની પ્રક્રિયા છે જેનું પાલન તમામ નાણાકીય સંસ્થાઓએ કરવું જરૂરી છે. આ બધું આગળ વધતા ક્રિપ્ટો ઉદ્યોગ માટે ગુલાબી તક તરફ નિર્દેશ કરે છે. આ ઉદ્યોગ મોટાભાગે અસ્પષ્ટ સરકારી નીતિના કારણે પીડાય છે. દેશમાં ક્રિપ્ટોકરન્સી બાબતે અસ્પષ્ટતા હોવા છતાં ભારતીયોએ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં $ 1 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. નિષ્ણાંતો હવે ક્રિપ્ટો સંબંધિત નીતિમાં સાર્થક ઇન્ડસ્ટ્રી-ગવર્મેન્ટ ભાગીદારીની આશા રાખે છે.

ભારતીય બ્લોકચેન સ્કેલેબિલીટી પ્લેટફોર્મ, Polygonના સહ-સ્થાપક અને ચીફ ઓપરેશન ઓફિસર સંદીપ નલીવાલે કહ્યું હતું કે, આ ઇકોસિસ્ટમ માટે ખૂબ જ સકારાત્મક બાબત છે. તે સરકારમાં એકંદર સહમતી જેવું લાગે છે.

શાર્ક ટેન્કના માર્ક ક્યુબને કંપનીમાં રોકાણ કર્યું ત્યારે Polygonની લોકપ્રિયતામાં તોતિંગ ઉછાળો આવ્યો હતો. Polygonમાં ટોકન મેટિકમાં ધરખમ ઉછાળો આવ્યો હતો.

Coinswitch Kuberના સીઈઓ આશિષ સિંઘલે કહ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી રોકાણો અંગે બેન્કો માટે આરબીઆઈનું નિવેદન ગ્રાહકોને કાયદેસર રીતે ક્રિપ્ટોમાં રોકાણ કરવાની મંજૂરી છે કે કેમ તે અંગેની તેમની સ્થિતિ સ્પષ્ટ કરે છે. પરિપત્રના આધારે ગ્રાહકોને સેવા આપવાનો ઇનકાર કરવાને અત્યારે બદલે સમય છે કે, ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ મામલે બેન્કો આગળ આવે. ક્રિપ્ટો એક્સચેન્જોને તેમની પાસે ખાતા રાખવાની મંજૂરી આપે. ગ્રાહકોને યુપીઆઈ અને બેંક ટ્રાન્સફર સહિતના તમામ શક્ય વિકલ્પો દ્વારા ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં અનુકૂળ વાતાવરણ ઉભું કરે. ક્રિપ્ટોકરન્સીઝ ભવિષ્ય છે અને આપણે આ તકનીકીમાં મોખરે રહીએ તે સુનિશ્ચિત કરવું જોઈએ.

રિઝર્વ બેન્ક દ્વારા ક્રિપ્ટોમાં ટ્રેડને લીલીઝંડીના કારણે અને ક્રિપ્ટો તરફ વધુ કંપનીઓ અને લોકોની સ્વીકૃતિના કારણે ઔપચારિક નિયમન માટે હવે દિલ્હી દૂર નથી. દેશમાં આ પ્રકારના ટ્રેડ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું જોઈએ.
Published by:News18 Gujarati
First published:June 01, 2021, 14:41 pm