Home /News /business /Safe Investment: પોસ્ટ ઓફિસની આ સ્કીમથી 5 વર્ષમાં બનાવો લાખોનું ફંડ, અહીં સમજો તેનું ગણિત

Safe Investment: પોસ્ટ ઓફિસની આ સ્કીમથી 5 વર્ષમાં બનાવો લાખોનું ફંડ, અહીં સમજો તેનું ગણિત

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જમા કરેલા નાણાં પર નિશ્ચિત રિટર્ન મળશે અને સાથે જ બધા જ પૈસા સુરક્ષિત રહેશે

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જમા કરેલા નાણાં પર નિશ્ચિત રિટર્ન મળશે અને સાથે જ બધા જ પૈસા સુરક્ષિત રહેશે

નવી દિલ્હી. દેશમાં આજે પણ મોટાભાગના લોકો વધુ રિટર્ન મેળવવાને બદલે સુરક્ષિત રોકાણ (Safe Investment)ને પ્રાથમિકતા આપવાનું પસંદ કરે છે. ત્યારે સૌથી પહેલા આપણા મનમાં સુરક્ષિત અને સૌથી સારા ઓપ્શન તરીકે પોસ્ટ ઓફિસ (Post Office) આવે છે. તો બીજી તરફ કોરોનાકાળ (Corona Crisis)માં બચત કરવું ખુબ જરૂરી બની ગયું છે. જે લોકો પ્રતિ મહિને બે હજાર કે પાંચ હજારની બચત કરી શકે છે, તેમના માટે નિશ્ચિત સમયમાં ગેરંટીડ રિટર્ન (Investment Guaranteed Return) મળે અને પૈસા પણ સુરક્ષિત રહે તે ખુબ જરૂરી હોય છે.

પોસ્ટ ઓફિસનું રીકરીંગ ડિપોઝીટ (RD)

પોસ્ટ ઓફિસનું રીકરીંગ ડિપોઝીટ (RD) એવો વિકલ્પ છે, જેમાં તમે જમા કરેલા નાણાં પર નિશ્ચિત રિટર્ન મળશે અને સાથે જ બધા જ પૈસા સુરક્ષિત રહેશે. કારણ કે પોસ્ટ ઓફિસનું રીકરીંગ ડિપોઝીટ (RD)માં કેન્દ્ર સરકારની સોવરેન ગેરંટી હોય છે. જયારે બેંકોમાં જમા રકમના 5 લાખ સુધીની રકમ જ સુરક્ષિત રહે છે. આ રીતે તમે દર મહિને બચત કરીને લાખોનું ફંડ બનાવી શકો છો.

આ સ્કીમ નાની બચત યોજનાને પ્રોત્સાહન આપે છે. આ સ્કીમની મેચ્યોરિટી 5 વર્ષે છે, પરંતુ તમે તેમાં અરજી કરીને 5-5 વર્ષ આગળ પણ વધારી શકો છો. પોસ્ટ ઓફિસની RDમાં દર મહિને ઓછામાં ઓછા 100 રૂપિયા જમા કરવાના હોય છે. સાથે જ જમા રકમ 10 રૂપિયાના ગુણકમાં થવી જોઈએ. તેમાં રોકાણની અધિકતમ સીમા નથી હોતી.

આ પણ વાંચો, PM Kisan Tractor Yojna: ટ્રેક્ટર ખરીદવા પર મળશે 50 ટકાની સબ્સિડી, જાણો કેવી રીતે મળશે ફાયદો

5000થી 5 વર્ષમાં બનશે 3.48 લાખ

જો કોઈ રોકાણકાર પોસ્ટ ઓફિસની RDમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ 5 વર્ષ માટે કરે છે, તો સ્કીમની મેચ્યોરિટી પર 3.48 લાખ રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટ ઓફિસની RD પર હાલ 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજનું કમ્પાઉન્ડિંગ ત્રિમાસિક આધાર પર કરવામાં આવે છે.

Post Office RD સ્કીમની ખાસિયત

- પોસ્ટ ઓફિસની RDમાં સિંગલ એકાઉન્ટ અને જોઈન્ટ એકાઉન્ટ એમ બંને સુવિધા છે.
- જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ 3 પુખ્ત નામ રાખી શકાય છે.
- 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે, વાલી પોતાની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકે છે.
- RDની મેચ્યોરિટી 5 વર્ષ છે, પરંતુ મેચ્યોરિટી પહેલા અરજી કરીને સ્કીમને આગામી 5-5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
- રોકાણકાર RD ખાતામાં દર મહિને ઓછામાં ઓછા 100 રૂપિયા અને 10ના ગુણકમાં મહત્તમ ગમે તેટલી રકમ જમા કરી શકે છે.
- ખાતું ખોલાવતી વખતે નોમિનેશન સુવિધા પણ ઉપલબ્ધ છે.
- ખાતું ખોલ્યાની તારીખથી 3 વર્ષ પછી પ્રિ-મેચ્યોર ક્લોઝરની સુવિધા હશે. વ્યાજદરમાં ત્રિમાસિક ધોરણે ફેરફાર થાય છે.
- તમે એકાઉન્ટ એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકો છે.
- સમયસર રકમ જમા ન કરવા બદલ પેનલ્ટી ચૂકવવી પડે છે. જે દરેક 100 રૂપિયાએ 1 રૂપિયો પેનલ્ટી હશે.
- એક વર્ષ પછી જમા થયેલ રકમના 50% સુધી એક વખત લોન પણ લઇ શકાય છે. જે વ્યાજ સાથે એકસાથે ચૂકવી શકાય છે.
- બચતની રકમ તમે IPPB બચત ખાતા દ્વારા ઓનલાઇન પણ જમા કરાવી શકો છો.

આ પણ વાંચો, માત્ર 49 રૂપિયાના રોજના EMI પર ઘરે લઈ જાઓ TVSનું આ ટૂ-વ્હીલર, જાણો કિંમત અને ફીચર્સ

બેન્કની તુલનામાં કેમ સુરક્ષિત છે પોસ્ટ ઓફિસ?

નાની બચતના રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ વધુ સુરક્ષિત છે. કારણ કે જો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ રકમ પરત આપવામાં નિષ્ફળ જાય તો પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર સોવરેન ગેરંટી હોય છે. એટલે કે કોઈ પરિસ્થિતિમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ રોકાણકારને પૈસા પરત ન કરી શકે તો સરકાર આગળ આવીને રોકાણકારોના પૈસાની ગેરંટી લે છે. એવામાં કોઈ પણ પરિસ્થિતિમાં તમારા પૈસા ફસાતા નથી. પોસ્ટ ઓફિસ સ્કીમોમાં જમા થયેલા પૈસાનો ઉપયોગ સરકાર પોતાના કામો માટે કરે છે. જેથી જ સરકાર આ પૈસાની ગેરંટી લે છે.
" isDesktop="true" id="1115769" >

જયારે બેન્કમાં જમા કરેલી મૂડી 100 ટકા સુરક્ષિત નથી હોતી. જો કોઈ બેન્ક ડિફોલ્ટ થઇ જાય છે, તો તે સ્થિતિમાં DICGC એટલે કે ડિપોઝીટ ઈંશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બેંકમાં ગ્રાહકોના માત્ર 5 લાખ રૂપિયાની ગેરંટી આપે છે. આ નિયમ બેન્કની બધી જ શાખાઓ પર લાગુ થાય છે. જેમાં મૂડી અને વ્યાજ બંનેની સમાવેશ થાય છે. એટલે કે બંનેને જોડતા જો 5 લાખથી વધુ રકમ થાય છે, તો માત્ર 5 લાખ જ સુરક્ષિત માનવામાં આવશે.
First published:

Tags: India Post, Investment, Investment tips, Post office, Retirement savings, Saving

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन