શા માટે 1000 લોકોની છટણી કરશે આ દિગ્ગજ કંપની?

1000 સંખ્યામાં કર્મચારીઓને દૂર કરશે કંપની.

કોરિયન કંપની સેમસંગ ભારતમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે. 1000 સંખ્યામાં કર્મચારીઓને દૂર કરશે કંપની.

 • Share this:
  ચીનની મોબાઇલ કંપનીઓ અન્ય મોબાઇલ કંપનીઓને મોટી ટક્કર આપી રહી છે. તેની અસર હવે દેખાઇ રહી છે. કોરિયન કંપની સેમસંગ ભારતમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે. કંપની 1000 કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે. આ પહેલા સેમસંગને તેના માર્જિન્સ અને નફામાં કાપ મૂકવાની ફરજ પડી હતી.

  ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર મુજબ, દેશની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ફોન ઉત્પાદક કંપની સેમસંગ તેના ખર્ચને ઘટાડવા માટે છટણી કરશે. તેમણે જણાવ્યું હતું કે સેમસંગે અત્યાર સુધી તેના ટેલિકોમ વિભાગમાંથી 150 કર્મચારીઓને દૂર કર્યા છે. ઑક્ટોબર સુધીમાં વધુ લોકોની નોકરી જઇ શકે છે.

  આ પોસ્ટ્સ પર થશે છટણી

  કર્મચારીઓની છટણીની આ કવાયતમાં સેલ્સ, માર્કેટિંગ, આર એન્ડ ડી, મેન્યુફેકચરિંગ, ફાઇનાન્સ, એચઆર, કોર્પોરેટ સંબંધો વગેરેનો સમાવેશ થાય છે. આ સંપૂર્ણ કવાયત સેમસંગના સિયોલ સ્થિત મુખ્ય હેડક્વાર્ટરના નિર્દેશમાં થઇ રહી છે, જેનો હેતુ ભારતમાં આવક કરતાં નફામાં સુધારો કરવા પર છે. સેમસંગ ઇન્ડિયામાં એપ્રિલથી જ ભરતી બંધ થઈ ગઇ છે.

  છેલ્લા નાણાકીય વર્ષથી શરુ થઇ સમસ્યા

  સેમસંગ ઇન્ડિયામાં 2017-18 માં સમસ્યા શરૂ થઈ, ત્યારે તેમના ચોખ્ખા નફામાં ઘટાડો થયો. ભારતમાં શિયોમી અને વન પ્લસ જેવી ચીની બ્રાન્ડ્સની લોકપ્રિયતાથી સેમસંગના વેચાણને પડકાર મળી રહ્યો છે. તેના કારણે કંપનીએ તેના ફોન અને ટીવીના ભાવમાં 25 થી 40 ટકાનો ઘટાડો કરવો પડ્યો. ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં શિયોમીની ભાગીદારી 29%, સેમસંગના 23% અને વિવો 12% છે.
  Published by:Bhoomi Koyani
  First published: