Home /News /business /IPO Launching: 30 ડિસેમ્બરે લોન્ચ થશે આ કંપનીનો IPO, જાણો શું છે પ્રાઈસ બેન્ડ

IPO Launching: 30 ડિસેમ્બરે લોન્ચ થશે આ કંપનીનો IPO, જાણો શું છે પ્રાઈસ બેન્ડ

30 ડિસેમ્બરે લોન્ચ થશે આ કંપનીનો IPO

સાહ પોલિમર્સની ઈનિશિયલ પબ્લિક ઓફર (Sah Polymers IPO) સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ ઈશ્યુ 4 જાન્યુઆરી, 2023ના રોજ બંધ થશે.

  નવી દિલ્હીઃ નવા વર્ષ 2023નું પ્રથમ અઠવાડિયું રોકાણકારો માટે વ્યસ્તતા ભર્યું રહેશે. જણાવી દઈએ કે સાહ પોલિમર્સની ઈનિશિયલ પબ્લિક ઓફર (Sah Polymers IPO) સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ ઈશ્યુ 4 જાન્યુઆરી, 2023ના રોજ બંધ થશે. પેકેજિંગ સોલ્યુશન્સ પ્રોવાઈડર સાહ પોલિમર્સે (Sah Polymers) તેની ઈનિશિયલ પબ્લિક ઓફર (initial public offering) માટેનો પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર રૂ. 61-65 સેટ કર્યો છે. આ ઇશ્યૂ 30 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલશે.

  રોકાણકારો લઘુત્તમ 230 શેર અને ત્યારબાદ મલ્ટીપલમાં બિડ કરી શકશે


  કંપનીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુટ બાયર માટે પબ્લિક ઈશ્યુ સાઈઝના 75 ટકા, હાઈ નેટ વર્થ (બિન-સંસ્થાકીય રોકાણકારો) માટે 15 ટકા અને રિટેલ રોકાણકારો માટે બાકીના 10 ટકા અનામત રાખ્યા છે.

  આ પણ વાંચોઃ ગજબ કમાણીના ચાન્સ, આ Hot શેર્સમાં કરો રોકાણ; 15થી 20 દિવસમાં જ આપશે દમદાર વળતર

  ઓન્લી ઑફર ફોર સેલ (only offer for sale, OFS) કમ્પોનન્ટ સાથેના ઘણા IPO બાદ સાહ પોલિમર્સની ઑફર 1.02 કરોડ ઇક્વિટી શેરનો તાજેતરનો ઇશ્યૂ હશે. પ્રાઇસ બેન્ડના અપર બેન્ડ પર ઇશ્યૂ સાઈઝ રૂ. 66 કરોડ જેટલી છે.

  RHP પ્રમાણે આ ફંડનો ઉપયોગ ઉધારની ચુકવણી, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને વાર્ષિક 3,960 મિલિયન ટનની ક્ષમતાવાળા ફ્લેક્સિબલ ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર (FIBC)ના નવા વેરિયન્ટ માટે વધારાના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવશે.

  સૅટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં 91.79 ટકા હિસ્સો ધરાવે છે અને બાકીનો હિસ્સો સેટ ઇન્વેસ્ટ પાસે છે.

  આ પણ વાંચોઃ આ શેર છે લવિંગિયા જેવો પણ ધમાકો સૂતળી બોમ્બ જેવો, રોકાણકારો રુપિયા ગણતા થાક્યા

  કંપની મુખ્યત્વે પોલીપ્રોપીલીન (PP) અને હાઈ-ડેન્સિટી પોલીઈથીલીન (HDPE) FIBC બેગ, વણેલી સેક અને HDPE અને PP વણાયેલા કાપડના ઉત્પાદન અને વેચાણમાં સંકળાયેલી છે.

  કંપની દ્વારા અલ્જેરિયા, ટોગો, ઘાના, પોલેન્ડ, પોર્ટુગલ, ફ્રાન્સ, ઇટાલી, ડોમિનિકન રિપબ્લિક, યુએસએ, ઓસ્ટ્રેલિયા, યુએઇ, પેલેસ્ટાઇન, યુકે અને આયર્લેન્ડ જેવા 14 દેશોમાં પ્રોડક્ટની નિકાસ કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ દેશોમાં થતી નિકાસે વર્ષ 2022માં આવકમાં 55 ટકા યોગદાન આપ્યું હતું.

  આ પણ વાંચોઃ  આ સરકારી યોજનામાં રોજ 74 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 1 કરોડ, જાણો કેવી રીતે કરશો રોકાણ

  કંપની છેલ્લાં ત્રણ વર્ષમાં તેની નાણાંકીય કામગીરી વધુ સારી બનાવી રહી છે. FY22માં કંપનીએ રૂ. 80.51 કરોડની આવક પર રૂ. 4.38 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે નાણાંકીય વર્ષ 21ની રૂ. 55 કરોડની આવક પર રૂ. 1.2 કરોડના નેટ પ્રોફિટ કરતાં વધુ હતો. FY20માં કંપનીનો નેટ પ્રોફિટ રૂ. 30 લાખ અને આવક રૂ. 49 કરોડ હતી.


  (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, Investment, IPO News