Home /News /business /

રેટિંગ એજન્સી S&Pએ ઘટાડ્યો ભારતના ગ્રોથ રેટનો અંદાજ, 11%થી ઘટાડીને 9.8% કર્યો

રેટિંગ એજન્સી S&Pએ ઘટાડ્યો ભારતના ગ્રોથ રેટનો અંદાજ, 11%થી ઘટાડીને 9.8% કર્યો

પ્રતિકાત્મક તસવીર

રેટિંગ એજન્સીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરના કારણે આર્થિક સુધારની ગાડી પાટા પરથી નીચે ઉતરી શકે છે

નવી દિલ્હી :S&P ગ્લોબલ રેટિંગે બુધવારે ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતના GDP દરના અનુમાનને ઘટાડીને 9.8% કરી દીધું છે. આ અંગે રેટિંગ એજન્સીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરના કારણે આર્થિક સુધારની ગાડી પાટા પરથી નીચે ઉતરી શકે છે. S&Pએ માર્ચ મહિનામાં કહ્યું હતું કે, અર્થવ્યવસ્થાને તેજીમાં રાખવા અને રાજકોષીય પ્રોત્સાહનોના કારણે નાણાકીય વર્ષ 2021-22દરમિયાન ભારતનો GDP દર 11 ટકા રહેશે.

નક્કી કરી 'BBB-' રેટિંગ

S&Pએ હાલમાં સ્થિર દૃષ્ટિકોણ સાથે ભારતનું રેટિંગ 'BBB-' તરીકે નક્કી કર્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતના ધિરાણ રેટિંગ પરની અસર ભારતીય અર્થતંત્ર પરની મંદીની ઊંડાઈ દ્વારા નક્કી કરવામાં આવશે. ભારત સરકારની નાણાકીય સ્થિતિ અત્યંત ચુસ્ત છે. નાણાકીય વર્ષ 2021માં સામાન્ય સરકારની ખાધ જીડીપીના 14 ટકા જેટલી હતી. S&P ગ્લોબલ રેટિંગ્સ એશિયા-પેસિફિકના મુખ્ય અર્થશાસ્ત્રી સીન રોશે જણાવ્યું હતું કે ભારત બીજી લહેરે અમને આ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિની આગાહીને સુધારવાની ફરજ પાડી છે.

ગોલ્ડમેન સૈક્સે પણ ઘટાડ્યો અંદાજ

અમેરિકન બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સૈક્સે પણ નાણાંકીય વર્ષ 2021-22 માટે ભારતના આર્થિક વિકાસના વૃધ્ધિદરના અંદાજને 11.7 ટકાથી ઘટાડીને 11.1 ટકા કરી દીધો છે, કારણ કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર છે. તેમજ ઘણા રાજ્યો અને શહેરોમાં લોકડાઉન લાગુ કરાયું છે. ગોલ્ડમેન સૈક્સે એક અહેવાલમાં જણાવ્યું છે કે લોકડાઉનની તીવ્રતા ગયા વર્ષ કરતા ઓછી હતી. તેમ છતાં ભારતના મોટા શહેરોમાં કડક પ્રતિબંધની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.

આ પણ વાંચો - દેશમાં 5G નેટવર્કના ટ્રાયલમાં ચીની કંપનીઓને મંજૂરી નહીં, દેશમાં અનેક ક્ષેત્રે આવશે ક્રાંતિ

ત્રીજા ત્રિમાસિક ગાળામાં આવશે તેજી

શહેરોમાં કડક લોકડાઉનથી ઘણી સેવાઓ પ્રભાવિત થઈ છે. ઉપરાંત વીજ વપરાશ અને એપ્રિલમાં વિનિર્માણ PMI સ્થિર રહેવાના કારણે ઉત્પાદન ક્ષેત્ર પર અસર થવાના સંકેતો પણ છે. જોકે બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, ત્રીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માં વેગ પાછો આવશે તેવી સંભાવના છે, કારણ કે તે સમયે પ્રતિબંધો થોડા ઓછા હશે.

ગોલ્ડમેન સૈક્સના અંદાજ મુજબ આ સ્થિતિમાં નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતનો જીડીપી ગ્રોથ 11.1 ટકા રહી શકે છે, જે અગાઉના 11.7 ટકા રહેશે તેવો અંદાજ હતો.
First published:

Tags: Economic growth, GDP, GDP growth, Indian economy, ભારત

આગામી સમાચાર