Home /News /business /

Russia-Ukraine War: નવી કારો માટે જોવી પડી શકે છે લાંબી રાહ, જાણો શું છે કારણ

Russia-Ukraine War: નવી કારો માટે જોવી પડી શકે છે લાંબી રાહ, જાણો શું છે કારણ

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલશે તો ચિપ સંકટ વધારે વધી શકે છે

Chip Crisis - રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘણા ઉદ્યોગો પર અસર પડી રહી છે

    નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (Russia-Ukraine War)કારણે તમારે નવી કારો માટે લાંબી રાહ જોવી પડી શકે છે. તેનું પ્રમુખ કારણ ચિપ સંકટ (Chip Crisis)છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલશે તો ચિપ સંકટ વધારે વધી શકે છે. જેના કારણે વાહનોના ઉત્પાદન પર અસર પડશે.

    મૂડીઝ એનાલિટિક્સનું કહેવું છે કે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા સૈન્ય સઘર્ષના કારણે વૈશ્વિક સ્તર પર પહેલાથી બાધિત આપૂર્તિ શ્રુંખલા વધારે પ્રભાવિત થવાની સંભાવના છે. તેની સૌથી ખરાબ પ્રભાવ ચિપ સંકટ પર પડી શકે છે. બન્ને દેશોની પ્રમુખ કાચા માલની આપૂર્તિમાં મોટી ભાગીદારી છે. જે સેમીકંડક્ટર (Semiconductor Crisis)બનાવવાના કામમાં આવે છે.

    પેલેડિયમ અને નિયોનના ઉત્પાદન પર આવશે સંકટ

    રિપોર્ટ પ્રમાણે રશિયાની પેલેડિયમની વૈશ્વિક આપૂર્તિમાં 44 ટકા ભાગીદારી છે. યુક્રેન નિયોનની વૈશ્વિક આપૂર્તિમાં 70 ટકા યોગદાન આપે છે. આ બન્ને કાચા માલનો ઉપયોગ પ્રમુખતાથી ચિપ બનાવવામાં કરવામાં આવે છે. મૂડિઝનું કહેવું છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે સૈન્ય સંકટ વધશે તો ચિપ સંકટ ખરાબ રીતે પ્રભાવિત થવાની આશા છે. જે મહામારીની શરૂઆતથી પ્રભાવિત છે.

    આ પણ વાંચો - બરફ ઓગાળી તરસ છીપાવવા મજબૂર, સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીએ જણાવી દર્દભરી કહાની

    આ ઉદ્યોગો ઉપર પણ પડશે અસર

    પેલેડિયમ અને નિયોનનો ઉપયોગ પ્રમુખ રુપથી સેમીકંડક્ટર બનાવવામાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ લગભગ દરેક ઉદ્યોગ જેવા મોટર વાહન, મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ સહિત ઘણા અન્ય ઉદ્યોગોમાં પ્રમુખતાથી કરવામાં આવે છે. ચિપ સંકટના કારણે આ બધા ઉદ્યોગો પર અસર પડી શકે છે.

    સ્થિતિમાં જોવા મળ્યો હતો સુધારો

    રશિયા અને યુક્રેન યુદ્ધ પહેલા ચિપની સપ્લાઇમાં સુધારો જોવા મળી રહ્યો હતો. ચિપની ઓછી સપ્લાઇના કારણે ઓટોમોબાઇલ કંપનીઓનું ઉત્પાદન પ્રભાવિત રહેતા યાત્રી વાહનોના વેચાણમાં જાન્યુઆરી 2022માં વાર્ષિક આધાર પર 10 ટકા ઘટી ગઈ હતી. જોકે ફેબ્રુઆરીમાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. પણ હવે યુદ્ધના કારણે ચિપની સપ્લાઇ ઘટી ગઇ છે. જેના કારણે વેચાણ પર અસરની સંભાવના છે.

    યૂક્રેનમાથી ભારતની આયાત

    ક્રૂડ ઓઇલ ઉપરાંત ભારત દવાનો કાચો માલ, સૂરજમૂખી, જૈવિક રસાયણ, પ્લાસ્ટિક, લોખંડ, સ્ટીલ વગેરેની આયાદ કરે છે. ભારત યૂક્રેનમાં ફળો, ચા, કૉફી, દવા ઉત્પાદનો, મસાલા, તેલિબીયા, મશીનરી અને મશીનરીનો સામાન વગેરેની નિકાસ કરે છે. બીજી બાજુ રશિયા ભારત સાથે વેપારમાં 25મું સૌથી મોટું ભાગીદારી છે. રશિયાને ભારતમાંથી 2.5 બિલિયન ડૉલરની નિકાસ કરવામાં આવે છે. રશિયાથી ભારત 6.9 બિલિયન ડૉલરની આયાત કરે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    આગામી સમાચાર