Home /News /business /યુદ્ધ એટલે નુકસાન જ નુકસાન: Russia-Ukraine વચ્ચે યુદ્ધથી ભારતને લાગશે રૂપિયા 1 લાખ કરોડનો ફટકો

યુદ્ધ એટલે નુકસાન જ નુકસાન: Russia-Ukraine વચ્ચે યુદ્ધથી ભારતને લાગશે રૂપિયા 1 લાખ કરોડનો ફટકો

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ

Indian may face revenue loss of Rs 95,000 crore to Rs 1 lakh crore as Russia-Ukraine conflict says SBI report. આ યુદ્ધ સાથે ભારતનું રણનીતિક હિત નથી જોડાયેલું પરંતુ તેની આર્થિક અસર થશે. યૂરોપને આપવામં આવતી સેવાઓ પર નકારાત્મક અસર પડશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: યુદ્ધ એટલે નુકસાન જ નુકસાન. યુદ્ધ માનવ જિંદગીઓની ખુંવારીથી લઈને આર્થિક સંકટ લઈને આવે છે. યુદ્ધ લડનારા દેશોની સાથે સાથે તેની સાથે જોડાયેલા દેશોએ પણ આર્થિક નુકસાન સહન કરવું પડે છે. હાલ રશિયા અને યુક્રેન યુદ્ધ (Russia Ukraine war) લડી રહ્યાં છે પરંતુ તેનાથી હજારો કિલોમીટર દૂર ભારતને પણ તેનાથી નુકસાન ઉઠાવવું પડશે. યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી વધીને 100 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. જેના પગલે ભારતને આશરે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.

    ભારતીય સ્ટેટ બેંક તરફથી એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે યુદ્ધને પગલે આગામી વર્ષે સરકારની આવકમાં 95 હજારથી 1 લાખ કરોડ રૂપિયાની કમી આવી શકે છે. સાથે જ ઘરેલૂ મોંઘવારી પણ વધશે. કારણ કે તમામ વસ્તુઓની કિંમત અને ઉત્પાદ પર અસર પડી રહી છે.

    દર મહિને 8,000 કરોડ રૂપિયાનું નુકસાન

    જાપાની શોધ કંપની નોમુરાએ દાવો કર્યો છે કે, આ સંકટથી એશિયામાં ભારતને સૌથી વધારે નુકસાન થશે. રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઈલની કિંમત ઘણા સમયથી વધી રહી છે. જોકે, ભારત સરકારે પેટ્રોલ ડીઝલની કિંમત સ્થિર રાખી છે. જો ક્રૂડ ઓઇલની કિંમત 100થી 110 ડૉલર આસપાસ રહે છે તો વેટના માળખા પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે 9થી 14 રૂપિયાનો વધારો થવો જોઈએ. સરકાર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને કિંમતમાં વધારો નથી કરતો તો દર મહિને 8000 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે.

    મોંઘવારી પર સીધી અસર

    જો પેટ્રોલ અને ડીઝલની માંગ વર્ષે 8થી 10 ટકા વધે છે તો આખા વર્ષ દરમિયાન નુકસાનનો આંકડો 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. આ કિંમત મોંઘવારી પર સીધી અસર કરશે. એપ્રિલ 2021માં 63.4 ડૉલરથી ક્રૂડ ઓઇલની કિંમત જાન્યુઆરી 2022માં 84.67 ડૉલર સુધી પહોંચી છે. એટલે કે 33.5 ટકાનો વધારો થયો છે. ક્રૂડ ઑઇલ 100 ડૉલરને પાર કરશે તો મોંઘવારી હજુ વધશે.

    આ પણ વાંચો: ભારત યૂક્રેનમાંથી કઈ કઈ વસ્તુની આયાત કરે છે? કઈ વસ્તુની નિકાસ કરે છે?

    આ યુદ્ધ સાથે ભારતનું રણનીતિક હિત નથી જોડાયેલું પરંતુ તેની આર્થિક અસર થશે. યૂરોપને આપવામં આવતી સેવાઓ પર નકારાત્મક અસર પડશે. રશિયા પર પ્રતિબંધોથી ભારતથી નિકાસ થતી ચા અને અન્ય નિયમિત ઉત્પાદનો પર પણ પ્રભાવ પડશે.

    યુક્રેન કૃષિ ઉત્પાદનોની નિકાસ કરતો મોટો દેશ

    યુદ્ધથી સોનું, પ્લેટિનિયમ અને પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓની કિંમતમાં વધારો થશે. યુક્રેન કૃષિ ઉત્પાદનોની નિકાસ કરતા મોટો દેશ છે. આવક રોકાશે તો ઘઉં, મકાઈ જેવા અનાજના ભાવ પણ વધી શકે છે. જાન્યુઆરીમાં મોંઘવારી 6.01 ટકાના દરે હતી, જે છેલ્લા સાત મહિનામાં સૌથી વધારે છે.

    આ પણ વાંચો : રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ લાંબુ ચાલશે તો રેફ્રિજરેટર, AC, TV સહિતની કિંમતમાં થશે વધારો

    નવા પડકારો

    યુક્રેન-રશિયા યુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક શાંતિ માટે પ્રથમ વખત મોટા પડકારો લઈને આવ્યું છે. આ હાલત ભારતના વિકાસ માટે નવા પકડારો ઊભા કરશે. મહામારીથી થયેલા આર્થિક નુકસાન બાદ હાલ સ્થિતિ ઘણી સુધરી રહી છે. આટલું મોટું યુદ્ધ ફક્ત વિશ્વ શાંતિ માટે જ નહીં પરંતુ આપણા માટે પણ અનેક પડકારો ઊભા કરી રહ્યું છે. - નિર્મલા સીતારમણ, નાણા મંત્રી
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol, Russia Ukraine, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन