Home /News /business /

Stocks to Buy: એક્સિસ સિક્યોરિટીઝે ઘટાડા દરમિયાન આ 16 દિગ્ગજ અને નાના સ્ટૉક્સમાં ખરીદીની આપી સલાહ

Stocks to Buy: એક્સિસ સિક્યોરિટીઝે ઘટાડા દરમિયાન આ 16 દિગ્ગજ અને નાના સ્ટૉક્સમાં ખરીદીની આપી સલાહ

બુલ (પ્રતીકાત્મક તસવીર)

Axis Securities picks: એક્સિસ સિક્યોરિટીઝનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી કોમોડિટીની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે.

  Axis Securities picks: છેલ્લા દોઢ મહિનાથી ભારતીય શેર બજાર (Indian stock market)માં મંદીનો માહોલ છે. મોટાભાગને સેક્ટર્સમાં બે આંકડામાં કડાકો બોલી ગયો છે. આવા સમયે રોકાણકારો પાસે વ્યાજબી કિંમતે સારી કંપનીઓના શેર્સમાં રોકાણ કરવાની તક છે. કોમોટિડીની કિંમતોમાં વધારો, યૂએસ ફેડ (US Fed) તરફથી વ્યાજદરોમાં વધારો કરવાની સંભાવના, એફઆઈઆઈ (FII)ની સતત વેચવાલી, પૂર્વ યૂરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine war)ને પગલે માર્કેટના સેન્ટિમેન્ટ બગડી ગયા છે.

  તમામ સેક્ટર તૂટ્યા

  17 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી વચ્ચે સામાન્ય રિકવરી પહેલા બીએસઈ સેન્સેક્સ 11 ટકા સુધી તૂટી ગયો હતો. આ દરમિયાન બીએસઈ મિડ કેપ ઇન્ડેક્સ 15 ટકા, સ્મૉલ કેપ ઇન્ડેક્સ 18.5 ટકા તૂટ્યા હતા. અન્ય સેક્ટર્સ પર નજર કરીએ તો આ દરમિયાન ઓટો, કેપિટલ ગુડ્સ, એનર્જી, હેલ્થકેર, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ, અને રિયલ્ટી સેક્ટર્સમાં 10-20 ટકાનો ઘટાડો તેમજ બેન્કિંગ, એફએમસીજી અને પાવર સેક્ટર્સ 7-9 ટકા તૂટ્યા હતા.

  મે 2020 પછી વોલેટિલિટી સૌથી ઉપરના સ્તર પર છે. ભારતીય બજારનો વોલેટિલિટી ઇન્ડેક્સ India VIX 30 સુધી જતો નજરે પડ્યો હતો. આ એ વાતની સંકેત આપે છે કે જ્યાં સુધી ભૂ-રાજકીય તણાવ ઓછો નહીં થાય ત્યાં સુધી બજાર અસ્થિર રહેશે.

  આ પણ વાંચો: શેર બજારના નબળા વલણથી નિરાશ ન થશો, Sensex 100,000ની સપાટીએ પહોંચી શકે

  ક્રૂડ ઓઇલ કિંમત

  આ દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમત ત્રીજી માર્ચના રોજ 120 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી. 2012 બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઇલે આ સપાટી તોડી છે. છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઇલની કિંતમમાં 69 ટકાથી વધારે ઉછાળો નોંધાયો છે.

  બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાને પગલે ઘરેલૂ બજારમાં મોંઘવારી ઘટવામાં વાર લાગી શકે છે. 2022ના બીજા ત્રિમાસિક દરમિયાન મોંઘવારી ઘટી શકે છે. એક્સિસ સિક્યોરિટીઝનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી કોમોડિટીની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે. એક્સિસ સિક્યોરિટીઝ તમામ તર્કને ધ્યાનમાં રાખીને 16 એવા શેરની યાદી જાહેર કરી છે જેમાં 10-50 ટકાનો વધારો શક્ય છે.

  આ પણ વાંચો: આ Multibagger સ્ટૉકની લાગી ગઈ વાટ! આજે ફરી લાગી લોઅર સર્કિટ

  ● આઈસીઆઈસીઆઈ બેંક
  ● બજાજ ઓટો
  ● ટેક મહિન્દ્રા
  ● મારુતિ સુઝુકી ઇન્ડિયા
  ● સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા
  ● હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ
  ● ભારતી એરટેલ
  ● ફેડરલ બેંક
  ● વરુણ બિવરેજિસ
  ● અશોક લેલેન્ડ
  ● નેશનલ એલ્યુમિનિયમ કંપની
  ● બાટા ઇન્ડિયા
  ● સીસીએલ પ્રોડક્ટ્સ (ઇન્ડિયા)
  ● ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ
  ● ઇક્વિટાસ સ્મૉલ ફાઇનાન્સ બેંક
  ● પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ

  (ખાસ નોંધ: ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock market, Stock tips

  આગામી સમાચાર