Home /News /business /Russia Ukraine War Effect: રશિયા-યૂક્રેન યુદ્ધની સીધી અસર Auto Sector પર, મોંઘી થશે ગાડીઓ

Russia Ukraine War Effect: રશિયા-યૂક્રેન યુદ્ધની સીધી અસર Auto Sector પર, મોંઘી થશે ગાડીઓ

રશિયા યુક્રેન યુદ્ધની ઓટો સેક્ટર પર અસર

Russia Ukraine War Effect: રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) ના કારણે અનેક ઈન્ડસ્ટ્રી પર તેની સીધી અસર પડી રહી છે. આમાં ઓટો સેક્ટર (Auto Sector) પણ બાકાત નથી. એલ્યુમિનિયમથી લઈને કૈટેલિટિક કન્વર્ટર્સમાં પેલેડિયમ અને ઈલેક્ટ્રિક વાહનની બેટરીઓમાં નિકલનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પેલેડિયમ સૌથી મોંઘી ધાતુ છે અને રશિયા પેલેડિયમનું સૌથી મોટું ઉત્પાદક છે.

વધુ જુઓ ...
    Russia Ukraine War Effect: વૈશ્વિક ઓટો ઉદ્યોગ (Auto Sector) ધાતુના વધતા ભાવનો (Metal Price ) સામનો કરી રહ્યો છે, જેના કારણે વાહનોના ભાવમાં વધારો થવાની ધારણા છે. રશિયા-યુક્રેન સંઘર્ષ (russia ukraine crisis) ના પગલે કાર ઉત્પાદકો સંકટનો સામનો કરી રહ્યા છે. યુક્રેન પર રશિયન આક્રમણ કારમાં વપરાતી ધાતુઓના ભાવમાં વધારો કરી રહ્યું છે.

    કારના નિર્માણમાં એલ્યુમિનિયમથી લઈને ઉત્પ્રેરક કન્વર્ટરમાં પેલેડિયમ અને ઈલેક્ટ્રિક વાહનની બેટરીઓમાં નિકલનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પેલેડિયમ સૌથી મોંઘી ધાતુ છે અને રશિયા પેલેડિયમનું સૌથી મોટું ઉત્પાદક છે.

    ધાતુના ભાવ વધવા ઉપરાંત સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પણ ઓટો ઉદ્યોગને મોટી અસર કરી રહ્યો છે. યુક્રેન સંકટના પરિણામે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. વધુમાં, યુક્રેન કટોકટી સેમિકન્ડક્ટર ચિપની અછત તરફ દોરી શકે છે. યુક્રેન નિયોનનું મુખ્ય ઉત્પાદક છે, જેનો ઉપયોગ માઇક્રોચિપ્સ બનાવવા માટે નોંધપાત્ર રીતે થાય છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે નિયોન ઉત્પાદન અને પુરવઠાને ભારે અસર થઈ છે.

    સ્ટેલાન્ટિસના સીઈઓ કાર્લોસ તાવેરેસે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં કાચા માલ અને ઊર્જાની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેનાથી ઓટો ઈન્ડસ્ટ્રીના બિઝનેસ પર વધુ દબાણ આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ દબાણ ગ્રાહકો પર આવશે, જેનો અર્થ છે કે તેઓએ ઘણી ઊંચી કિંમતે વાહનો ખરીદવા પડશે.

    આ પણ વાંચોSecond Hand Car Market: અહીંથી 20 હજારમાં ખરીદી શકો છો સેકન્ડ હેન્ડ કાર, રાખો આ સાવધાનીઓ

    સોમવારે એલ્યુમિનિયમ અને પેલેડિયમ બંનેએ રેકોર્ડ ઉંચાઇ હાંસલ કરી હતી. નિકલ, જેનો ઉપયોગ ઓટોમેકર્સ માટે સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે થાય છે, તેણે મંગળવારે પ્રથમ વખત $100,000 પ્રતિ ટનનો આંક વટાવ્યો. કોવિડ-19 રોગચાળા અને સંબંધિત વિક્ષેપોને કારણે વૈશ્વિક ઓટો ઉદ્યોગ દબાણમાં આવી ગયો છે. યુક્રેન સંકટ એવા સમયે શરૂ થયું જ્યારે ઓટો ઉદ્યોગ કોવિડ સંકટમાંથી બહાર આવી રહ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Auto news, Auto sector, Russia Ukraine, Russia ukraine crisis, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन