Home /News /business /

Gold News: સોનાની માંગમાં 34 ટકાનો વધારો, રોકાણકારોએ ત્રણ વર્ષ કરતા સૌથી વધુ ખરીધ્યુ

Gold News: સોનાની માંગમાં 34 ટકાનો વધારો, રોકાણકારોએ ત્રણ વર્ષ કરતા સૌથી વધુ ખરીધ્યુ

પ્રતિકાત્મક તસવીર

Russia Ukraine War Effect: રોકાણકારોનું (Investers) ધ્યાન હાલમાં સોના પર છે. આ કારણોસર વર્ષ 2022ના પહેલા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ)માં સોનાની માંગમાં 34 ટકાનો વધારો થયો છે.

    રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે કેટલાક દેશોમાં આર્થિક સંકટ (Economic crisis) તોળાયું છે તો કેટલાક દેશોમાં મોંઘવારીમાં (Inflation) અધધ વધારો થયો છે. જેના કારણે સમગ્ર વિશ્વના રોકાણકાર પરેશાન થઈ રહ્યા છે. રોકાણકારોનું ધ્યાન હાલમાં સોના પર છે. આ કારણોસર વર્ષ 2022ના પહેલા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ)માં સોનાની માંગમાં 34 ટકાનો વધારો થયો છે.

    વિશ્વ સ્વર્ણ પરિષદ (WGC)એ ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વાર્ષિક આધાર પર પહેલા ક્વાર્ટરમાં સોનાના વપરાશમાં 34 ટકાનો વધારો થયો છે. વર્ષ 2018ના છેલ્લા ક્વાર્ટર બાદ વર્ષ 2022ના ક્વાર્ટરમાં આટલો વધારો નોંધાયો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આર્થિક સંકટ અને મોંઘવારીમાં થતો વધારો સોનાના વપરાશમાં વધારો થવાનું મહત્વપૂર્ણ કારણ છે. આ કારણોસર છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમતમાં અધધ વધારો થયો છે.

    ETFની માંગમાં વધારો
    રોકાણકાર સોનાને હેવન તરીકે જોઈ રહ્યા છે. પરંતુ રોકાણકાર ફિઝીકલ સોનું ખરીદવાની જગ્યાએ ગોલ્ડ આધારિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETFs) પર વધુ ભરોસો દાખવી રહ્યા છે. ETFની માંગ વધવાને કારણે વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં 1,234 ટન સોનાની માંગ કરવામાં આવી છે. વર્ષ 2018 બાદ પહેલીવાર ETFની માંગમાં આટલી હદે વધારો જોવા મળ્યો છે.

    આ વર્ષના પહેલા ક્વાર્ટમાં છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કરતા સૌથી વધુ સોનાની ખરીદી કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં પહેલા ક્વાર્ટર દરમિયાન સોનાની 1,039 ટન સરેરાશ ખરીદી કરવામાં આવી છે. Gold ETFમાં વર્ષ 2020ના ત્રીજા ક્વાર્ટર બાદ સૌથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે.

    સિક્કા અને બારની ખરીદીમાં ઘટાડો
    WGC અનુસાર આ વર્ષના પહેલા ક્વાર્ટર દરમિયાન રોકાણકારોએ નાના બાર અને સિક્કાઓમાં રોકાણ કર્યું નથી. સિક્કા અને બારની ખરીદીમાં 20 ટકાનો ઘટાડો થયો છે. કોવિડ-19ના કારણે ચીનમાં લોકડાઉન જાહેર કરતા અને ટર્કીમાં કિંમતોએ રેકોર્ડ તોડી દેતા બાર અને સિક્કાઓમાં રોકાણ કરવામાં આવ્યું નથી.

    આ પણ વાંચોઃ-શા માટે બેંક બનાવે છે લોન ગેરેન્ટર? કોઈના માટે બાંયધરી આપતા પહેલા જાણો આ મહત્વની વાતો

    ઉપરાંત સોનાના આભૂષણોની માંગમાં પણ ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સોનાના આભૂષણની ખરીદીમાં 7 ટકાનો ઘટાડો થયો છે. સૌથી વધુ ઘટાડો ચીન અને ભારતના બજારમાં નોંધવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોનાની ખરીદીમાં ઘટાડો કરી દીધો છે. RBIએ પહેલા ક્વાર્ટરમાં માત્ર 84 ટન સોનાની ખરીદી કરી, જયારે ગયા વર્ષે RBIએ 84 ટનના 29 ટકાથી વધુ સોનાની ખરીદી કરી હતી. પરંતુ આ સોનાની ખરીદી વર્ષ 2021ના છેલ્લા ક્વાર્ટરની સરખામણીએ બમણી છે.

    આ પણ વાંચોઃ-LIC IPO: સૌથી મોટા પબ્લિક ઈશ્યૂ માટે સારી નથી આટલી બાબતો, જાણો સંપૂર્ણ વિગતો

    રોકાણકારો કરશે રોકાણ
    વિશ્વ સ્વર્ણ પરિષદે જણાવ્યું છે કે, જ્યાં સુધી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી સોના અંગે અનિશ્ચિતતા જળવાઈ રહેશે. તેમ છતાં વર્ષ 2022માં સોનામાં રોકાણ કરવામાં આવશે, પરંતુ મોંધવારી અને સોનાની વધુ કિંમતોના કારણે ગ્રાહકો સોનાના આભૂષણની ખરીદીમાં ઘટાડો કરી શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Business news, Gold price, Russia ukraine war, World news

    આગામી સમાચાર