કમાણીના શેર (28 ફેબ્રુઆરી, 2022): અઠવાડિયાના પ્રથમ દિવસે આ 20 શેર કરાવશે મોટી કમાણી
કમાણીના શેર (28 ફેબ્રુઆરી, 2022): અઠવાડિયાના પ્રથમ દિવસે આ 20 શેર કરાવશે મોટી કમાણી
શેર બજાર ટીપ્સ
Stock tips today: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.
મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.
અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:
1) INDUS TOWERS : ઇન્ડસ ટાવરમાં ભારતી એરટેલ 4.7 ટકા ભાગીદારી ખરીદશે. વોડાફોન પીએલસી સાથે અમુક શરતો સાથે કરાર થયો.
2) BHARTI AIRTEL : ઇન્ડસ ટાવરમાં ભારતી એરટેલ 4.7 ટકા ભાગીદારી ખરીદશે. વોડાફોન પીએલસી સાથે અમુક શરતો સાથે કરાર થયો. વોડાફોન આઈડિયાનું દેવું ચૂકવવામાં ફંડનો ઉપયોગ થશે.
3) UPL : શેરના બાયબેક પર બીજી માર્ચના રોજ બેઠક થશે.
4) IRCON INTERNATIONAL : વિદેશ મંત્રાલય, ભારત સરકાર પાસેથી 1780 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.
5) SJVN : કંપની હિમાચલ પ્રદેશમાં 400-MW સોલાર પ્લાન્ટ સ્થાપશે.
6) DREDGING CORPORATION OF INDIA : ફિશિંગ હાર્બરના વિકાસ માટે ગુજરાત સરકાર સાથે કરાર કર્યો.
7) ADVANCED ENZYMES TECHNOLOGIES : નાલંદા ઇન્ડિયા ઇક્વિટી ફંડે NSE પર 565,000 શેર ખરીદ્યા. BSE પર 708,000 શેર ખરીદ્યા.
8) APOLLO TYRES : રશિયા-યુક્રેન યુદ્ધની અસર શેરની કિંમત પર જોવા મળી શકે.
9) TATA MOTORS DVR : રશિયા-યુક્રેન યુદ્ધની અસર શેરની કિંમત પર જોવા મળી શકે.