Home /News /business /

રશિયાએ વિદેશી કરન્સી માર્કેટમાં રાખ્યા છે 300 અબજ ડૉલર, શું તેનાથી મની માર્કેટમાં 'ભૂકંપ' આવી શકે?

રશિયાએ વિદેશી કરન્સી માર્કેટમાં રાખ્યા છે 300 અબજ ડૉલર, શું તેનાથી મની માર્કેટમાં 'ભૂકંપ' આવી શકે?

પુતિન (ફાઇલ તસવીર)

As per credit Suisse Group AG strategist Zoltan Pozsar Russia has $300 billion of foreign currency held in offshore swaps. રશિયા પાસે ફૉરેન કરન્સી સ્વેપ માર્કેટમાં 300 અબજ ડૉલરની વિદેશી કરન્સી છે, જેમાં થોડી પણ હલચલ મની માર્કેટમાં ભૂકંપ લાવી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: રશિયાએ યૂક્રેન વિરુદ્ધ યુદ્ધ (Russia Ukraine war) છેડ્યું છે. જે બાદમાં અમેરિકા સહિતના દેશો રશિયા વિરુદ્ધ એક થયા છે અને રશિયા પર વિવિધ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ રશિયા પાસે હાલ પણ આશરે 300 અબજ ડૉલર વિદેશી કરન્સી છે, જે ફૉરેન કરન્સી સ્વેપ માર્કેટમાં છે. જો તેના પર પ્રતિબંધ મૂકીને જપ્ત કરવામાં આવે અથવા પ્રતિબંધોથી બચવા માટે તેને તાત્કાલિક કાઢી લેવામાં આવે તો બંને જ પરિસ્થિતિમાં તે વૈશ્વિક મની માર્કેટ (Global Money Market)માં ભૂકંપ લાવવા માટે પૂરતી છે.

    ક્રેડિટ સુઇસ ગ્રુપના સ્ટ્રેટજિસ્ટ ધોલ્ટર પૉઝ્સરે (Zoltan Pozsar) બેંક ઑફ રશિયા અને ફાઇનાન્સિયલ ડેટાનો અભ્યાસ કરીને જાણ્યું છે કે રસિયાએ વૈશ્વિક કરન્સી માર્કેટમાં આશરે 300 અબજ ડૉલર (આશરે 22,600 અબજ રૂપિયા) રાખ્યા છે.

    સ્વેપ માર્કેટ પર અસર

    પૉઝ્સરે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, "જ્યારે પૈસાનો પ્રવાહ બદલાય છે તો અંતર વધી જાય છે. જો પરિસ્થિતિ ખરાબ થાય છે તો એવું કહેવું મુશ્કેલ નથી કે તેની સીધી અસર ફૉરેન સ્વેપ માર્કેટ પર પડશે."

    રશિયા પાસે કેટલી વિદેશી કરન્સી?

    તેમણે જણાવ્યું કે, રશિયાએ પોતાની તમામ ટ્રેઝરી હૉલ્ડિંગને 2018માં વેચી દીધી હતી. આમ છતાં રશિયાની સેન્ટ્રલ બેંક અને પ્રાઇવેટ સેક્ટર્સ પાસે આશરે 1 લાખ કરોડ ડૉલરની લિક્વિડ વેલ્થ છે. જેનો એક મોટો હિસ્સો અમેરિકન ડૉલરના સ્વરૂપમાં છે, જે લોકોના અંદાજ કરતા ખૂબ વધારે છે. પોઝ્સરનો અંદાજ છે કે રશિયા પાસે 200 અબજ ડૉલર ફૉરેન-એક્સચેન્જ સ્વેપમાં પડ્યા છે અને આશરે 100 અબજ ડૉલર વિદેશી બેંકોમાં જમા છે.

    અમેરિકાના રશિયા પર પ્રતિબંધો

    આ દરમિયાન અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરી લીધી છે. બાઇડન તંત્ર એવું સનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે રશિયા ભવિષ્યમાં ડૉલર, પાઉન્ડ, યૂરો વગેરે મુદ્રામાં વેપાર ન કરી શકે. આ સાથે જ અમેરિકાએ રશિયાની સામરિક ઘેરાબંધી પણ શરૂ કરી દીધી છે.

    આ પણ વાંચો: ભારત યૂક્રેનમાંથી કઈ કઈ વસ્તુની આયાત કરે છે? કઈ વસ્તુની નિકાસ કરે છે?

    યૂક્રેનમાંથી ભારત આ વસ્તુઓની કરે છે આયાત, યુદ્ધથી થશે અસર

    રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine war)થી ભારતીય અર્થતંત્ર અને વેપાર ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થવાની આશંકા છે. ભારતીય બજાર (Indian Market) હાલ કોવિડ મહામારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે જ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ છેડાતા સ્થિતિ ફરી ખરાબ થઈ શકે છે. યુદ્ધની સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમત (Crude Oil price)માં અપેક્ષિત વધારો મોંઘવાના વધારાનું કારણ બનશે. ઉપરાંત સોનાની કિંમતમાં અપેક્ષિત વધારાને પગલે કિંમતી વસ્તુઓની કિંમત વધશે. બીજી તરફ આ સ્થિતિમાં રૂપિયો વધારે નબળો પડવાની આશંકા છે. જેના પગલે ભારતનો સમતોલ વેપાર પ્રભાવિત થશે. કન્ફડરેશન ઑલ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) તરફથી આ વાત કહેવામાં આવી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Russia, Russia Ukraine, Russia ukraine news, Ukraine

    આગામી સમાચાર