મુંબઇ. Post Office Scheme: અનેક રોકાણકારો ઓછા રિટર્ન સાથેની સુરક્ષિત યોજનાઓમાં પૈસા રોકવાનું પસંદ કરે છે. આ સ્કીમોમાં પૈસા ડૂબી જવાનું જોખમ રહેતું નથી. જો તમે પણ ઓછા જોખમ વાળી રોકાણની સ્કીમ શોધી રહ્યા છો તો પોસ્ટ ઑફિસ (India Post)ની આ સ્કીમ તમારા કામમાં આવી શકે છે. ભારતીય પોસ્ટ ઑફિસ તરફથી આપવામાં આવતી ગ્રામ સુરક્ષા (Gram Suraksha Yojana) યોજના એક આવો જ વિકલ્પ છે, જેમાં ઓછા જોખમે વધારે સારું વળતર મળી શકે છે. ગ્રામ સુરક્ષા યોજના અંતર્ગત બોનસ (Bonus) સાથે નિશ્ચિત રકમ 80 વર્ષની ઉંમરે અથવા મૃત્યુની સ્થિતિમાં કાયદેસરના વારસને મળે છે.
આ શરતોનું કરવું પડશે પાલન
>> 19થી 55 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ કે જે ભારતીય નાગરિક હોય તે આ વીમા યોજના શરૂ કરી શકે છે. આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછી 10,000 વીમા રકમથી લઈને 10 લાખ રૂપિયા સુધીનો વીમો લઈ શકાય છે.
>> આ યોજનામાં પ્રીમિયમની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક કે વાર્ષિક રીતે કરી શકાય છે.
>> ગ્રાહકોને પ્રીમિયમની ચૂકવણી માટે 30 દિવસનો ગ્રેસ ટાઈમ મળે છે. પોલિસીની મુદત દરમિયાન ચૂકની સ્થિતિમાં ગ્રાહકો પોલિસીને ફરીથી શરૂ કરવા માટે બાકી પ્રીમિયમની ચૂકવણી કરી શકે છે.
લોન સુવિધા
આ વીમા યોજના લોનની સુવિધા સાથે આવે છે. લોનનો લાભ પોલિસી શરૂ થયાના ચાર વર્ષ બાદ લઈ શકાય છે. ગ્રાહકો પાસે ત્રણ વર્ષ બાદ પોલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ હોય છે. જોકે, આવી સ્થિતિમાં પોલિસીધારકને અનેક લાભ પ્રાપ્ત નહીં થાય. આ પોલિસીનું સૌથી મોટું આકર્ષણ પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતું બોનસ છે. છેલ્લું જાહેર થયેલું બોનસ પ્રતિ વર્ષ 65 રૂપિયા પ્રતિ 1,000 ચૂકવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
જો કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરમાં 10 લાખની ગ્રામ સુરક્ષા ખરીદે છે તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1,411 રૂપિયા હશે. પોલિસી ખરીદનારે 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયાનો મેચ્યુરિટી લાભ મળશે. 60 વર્ષ માટે મેચ્યુરિટી લાભ 34.60 લાખ રૂપિયા હશે.
આ સ્કીમ વિશે વધુ માહિતી માટે તમે તમારા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો. ગ્રાહકો ટોલ ફ્રી નંબર 1800 180 5232/155232 અથવા અધિકૃત વેબસાઈટ www.postallifeinsurance.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર