Home /News /business /હવે રૂપિયો આપશે ડોલરને ટક્કર; ભારત સરકારે અપનાવી અદભુત યુક્તિ
હવે રૂપિયો આપશે ડોલરને ટક્કર; ભારત સરકારે અપનાવી અદભુત યુક્તિ
Rupee Vs Dollar
આરબીઆઈ દુનિયાભરમાં ભારતીય રૂપિયાની તાકત વધારવાનો પ્રયાસ કરી રહી છે. ભારત ઈચ્છે છે કે, દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર કોઈ અન્ટ કરન્સીની જગ્યાએ રૂપિયામાં થાય. તેના માટે કવાયત પણ શરૂ થઈ ગઈ છે. ઘણા એવા દેશ છે,જે આમાં રસ દાખવી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ આરબીઆઈ દુનિયાભરમાં ભારતીય રૂપિયાની તાકત વધારવાનો પ્રયાસ કરી રહી છે. ભારત ઈચ્છે છે કે, દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર કોઈ અન્ટ કરન્સીની જગ્યાએ રૂપિયામાં થાય. તેના માટે કવાયત પણ શરૂ થઈ ગઈ છે. ઘણા એવા દેશ છે,જે આમાં રસ દાખવી ચૂક્યા છે. તાજિકિસ્તાન, ક્યૂબા, લગ્જમબર્ગ અને સૂડાન એવા જ કેટલાક દેશ છે. યૂક્રેન પર સૈન્ય કાર્યવાહીના કારણે રશિયા પર જ્યારે પશ્ચિમી દેશોએ પ્રતિબંધ લગાવ્યો, ત્યારે ભારત અને રશિયાની વચ્ચે આ માધ્યમથી જ વેપાર થયો. ભારતે કુલ 12 વોસ્ટ્રો ખાતાઓને મંજૂરી આપી છે. જેમાંથી 6 રશિયા માટે છે.
રશિયા ઉપરાંત શ્રીલંકા અને મોરેશિયસ માટે આરબીઆઈએ 6 વોસ્ટ્રો ખાતાઓને મંજૂરી આપી છે. વોસ્ટ્રો ખાતું શું હોય છે. અહીં બે સવાલની ચર્ચા કરીશું, એક ભારત કેવી રીતે રૂપિયાને એક આંતરરાષ્ટ્રીય ચલણના રૂપમાં સ્થાપિત કરશે અને બીજું તેનાથી દેશને શું ફાયદો થશે.
ભારતની યોજના એ છે કે, જે દેશોની સાથે વધારે વેપાર છે. તેમની સાથે ભારતીય રૂપિયો અને સંબંધી દેશના ચલણમાં વેપાર સંબંધ સ્થાપિત કરવામાં આવે. આ ઉપરાંત ભારત ઈચ્છે છે કે, આ દેશોની સાથે રૂપિયામાં વેપાર કરવામાં આવે, જેમની પાસે ડોલરની અછત છે, કે ડોલર ખર્ચ કરવામાં સક્ષમ નથી. સાથે જ તે દેશો કે જેમના પર પ્રતિબંધ લાગેલો છે, પરંતુ ભારતની સાથે તેઓ વેપાર કરે છે. દેશ તેમની સાથે પણ રૂપિયામાં વેપાર કરવાની યોજના બનાવી રહ્યુ છે. રશિયા, મોરેશિયસ અને શ્રીલંકાની સાથે ભારતના વોસ્ટ્રો ખાતા ખુલવા એક શરૂઆત છે. ભારત યૂએઈ અને સાઉદી અરેબિયાની સાથે આવી યોજના બનાવવા પર કામ કરી રહ્યુ છે. ભારત યૂએઈની વચ્ચે રૂપિયા-દિરહમ અને સાઉદી અરેબિયાની સાથે રૂપિયા-રિયાલની વેપાર વ્યવસ્થા કાયમ કરવા માટે કામ કરી રહ્યુ છે.
તેનાથી શું ફાયદો થશે
જો ભારત રૂપિયામાં આતરરાષ્ટ્રીય વેપાર કરે છે, તો તેના માટે આયાત સસ્તી થઈ જશે, જેમ આપણને રશિયા સાથે જોવા મળ્યુ. તેની સાથે જ દેશને નિકાસ વધારવામાં પણ મદદ મળશે. ભારત તે દેશોની સાથે પણ વેપાર કરી શકશે દેના પર આર્થિક પ્રતિબંધ લાગ્યા છે. રૂપિયામાં વેપાર વધવાથી ભારતના વિદેશી મુદ્રા ભંડારની જરૂર ઓછી પડશે અને આપણે ડોલરને બચાવીને રાખી શકીશું. વિદેશી મુદ્રામાં આવેલા ઉતાર-ચઢાવની દેશના વેપાર પર ઓછી અસર થશે. રૂપિયાનું આતરરાષ્ટ્રીયકરણ થવાથી ભારતીય વેપારીઓના સોદાબાજીની શક્તિ વધશે.
જુલાઈ 2022માં આરબીઆઈએ આંતરરાષ્ટ્રીય વેપારને રૂપિયામાં પ્રોત્સાહન આપવા માટે એક પ્રણાલી રજૂ કરી છે. ભારતના વેપારીઓ જે આ વ્યવસ્થા હેઠળ વૈશ્વિક વેપાર કરી રહ્યા છે. તેમના બિલ રૂપિયામાં તૈયાર થશ અને બંને દેશોની કરન્સી વચ્ચેનું અંતર માર્કેટ આધારિત થશે. જો કે, બેંક આવા વ્યવહારોમાં રજિસ્ટર્ડ ડિલર તરીકે કામ કરી રહી છે, તેમને આરબીઆઈ પાસેથી પરવાનગી લેવી પડશે.
વોસ્ટ્રો ખાતું
આ એક લેટિન શબ્દ છે અને તેનો અર્થ તમારું થાય છે. આ ખાતા દ્વારા ગ્રાહકોને કોઈ અન્ય બેંકમાં રૂપિયા જમા કરાવવાની સુવિધા મળે છે. આ ખાતા બીજા દેશની બેંકોમાં ખોલાવી શકાય છે. ઉદાહરણ તરીકે માની લો કે, Aની શ્રીલંકામાં કોઈ શાખા નથી પરંતુ B ની છે. તો બેંક A બેંક Bમાં એક ખાતું ખોલશે. આ ખાતું B બેંક માટે નોસ્ટ્રો ખાતું જ્યારે A બેંક માટે વોસ્ટ્રો ખાતું હશે. તેનો ઉપયોગ સ્થાનિક ચલણ દ્વારા વેપાર માટે કરવામાં આવશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર