મુંબઈઃ શુક્રવારે ભારતીય રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી છે અને ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 82ના સ્તરને પાર કરતો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને યુએસ બોન્ડ યીલ્ડમાં સતત વધારા વચ્ચે રૂપિયો આજે રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. આજે સવારે 9.30 વાગ્યે 81.89 ના પાછલા બંધની સરખામણીએ ડોલર સામે રૂપિયો 0.5 ટકા ઘટીને 82.30ની આસપાસ જોવા મળ્યો હતો.
રુપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો
આજે ડોલર સામે રૂપિયો 82.19 ના સ્તર પર ખુલ્યો હતો. તે પછી, રુપિયામાં નબળાઈ આગળ વધતી જોવા મળી હતી અને તે 82.33 ના ઓલ ટાઈમ લોને સ્પર્શ્યો હતો. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત બેરલ દીઠ $ 93 થી ઉપર પહોંચી ગઈ છે. આ સપ્તાહે અત્યાર સુધીમાં તેમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઓપેક દ્વારા તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાને મંજૂરી આપવામાં આવતા ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. દરમિયાન, અમેરિકામાં યુએસ ટ્રેઝરી યીલ્ડમાં મંગળવારથી અત્યાર સુધીમાં લગભગ 0.18 ટકાનો વધારો થયો છે.
CR Forexએ કહ્યું કે જો કાચા તેલની કિંમતો 10 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરે છે તો રુપિયા માટે મુશ્કેલી વધશે અને તેના પર વધુ દબાણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે ડોલર ઈન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે 109.80 થી 112.12 પર આવી ગયો છે. હાલમાં, બજારની નજર યુએસ નોન-ફાર્મ પેરોલ્સ અને બેરોજગારીના આંકડા પર છે.
વૈશ્વિક મંદીના દબાણ વચ્ચે માર્કેટ તૂટ્યું
આર્થિક મંદીના ભય વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નેગેટિવ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક દબાણ હેઠળ ભારતીય શેરબજારમાં પણ આજે ઘટાડા સાથે શરૂઆત થઈ છે અને બે દિવસની તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગથી બજારમાં વેચવાલીનો તબક્કો શરૂ થતાં માર્કેટના તમામ સેક્ટર રેડ ઝોનમાં કામ કરી રહ્યા છે. જોકે, નિષ્ણાતો માને છે કે આ ઘટાડો ટૂંકા ગાળા માટે હશે. આગામી 2-3 ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ફરી વધારો જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર