કર્ણાટકમાં મત ગણતરી વચ્ચે ગગળ્યો રૂપિયો, દોઢ વર્ષના સૌથી નીચા સ્તર પર

News18 Gujarati
Updated: May 15, 2018, 11:57 AM IST
કર્ણાટકમાં મત ગણતરી વચ્ચે ગગળ્યો રૂપિયો, દોઢ વર્ષના સૌથી નીચા સ્તર પર
News18 Gujarati
Updated: May 15, 2018, 11:57 AM IST
કર્ણાટક ચૂંટણી પરિણામોમાં બીજેપી આગળ ચાલી રહી છે. આ દરમિયાન રૂપિયાનું સ્તર નીચે આવી ગયું છે. મંગળવારે રૂપિયો ડોલરની સરખામણીમાં 17 પૈસા નબળો થયો છે. આ સપ્તાહના બીજે દિવસે રૂપિયો ડોલર પ્રમાણે 67.68ના સ્તર પર ખુલ્યો છે. જો કે થોડી જ વારમાં આમાં વધારે ઘટાડો થતાં તે દોઢ વર્ષના સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો છે.

મંગળવારે આ ઘટાડાની સાથે શરૂ થવાની સાથે રૂપિયામાં ઘટાડો વધી ગયો હતો. આ ઘટાડાની સાથે રૂપિયો એક ડોલરની સરખામણીમાં 67.75 રૂપિયા પર પહોંચી ગયો છે. આ ભાવ છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ છે.

જે રીતે રૂપિયામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે તેનાથી દેશમાં ઘણી વસ્તુઓની કિંમતો પણ વધી શકે છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ ફર્મ વ્હર્લપુલ ઇન્ડિયા અને ગોદરેજ એપ્લાયન્સીસે પહેલા જ કહ્યું કે આ કારણે ટીવી, ફ્રિઝ અને એસી જેવી કન્ઝ્યુમર ડુરેબલ્સની કિંમતો વધી શકે છે.

તેમણે આના કારણમાં રૂપિયામાં નોંધાતો ઘટાડો અને કાચા તેલની વધતી કિંમતોને જવાબદાર ગણાવી છે. આ કંપનીઓએ આશંકા દર્શાવી છે કે જુન મહિનાથી તે પોતાના સામાનની કિંમતોમાં વધારો કરી શકે છે.
First published: May 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर