ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકન ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો શુક્રવારે બિઝનેસ દરમ્યાન પહેલી વખત રૂ. 74 પ્રતિ ડોલર નીચે આવી ગયો છે. આ રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી નીચુ સ્તર છે. જોકે, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું કહેવું છે કે, આનાથી પરેશાન થવાની જરૂર નથી. ગોયલે કહ્યું કે, પાછળના 15 વર્ષ દરમ્યાન ભારતીય રૂપિયાનો આ સૌથી સારો તબક્કો છે.
પિયુષ ગોયલે આ વાત હિન્દુસ્તાન લીડરશિપ સમીટીમાં કહી છે. કમિટીમાં અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતિમાં ગોયલે કહ્યું કે, સામાન્ય ગિરાવટ બાદ પણ રૂપિયો મજબૂત થયો છે. પાછળના 5 વર્ષમાં રૂપિયાના મુલ્યમાં માત્ર 7 ટકા ગિરાવટ આવી છે. ભારતીય કરન્સી માટે હાલનો સમય સૌથી સારો છે. આને રૂપિયાનો ગોલ્ડન તબક્કો કહી શકાય.
તમને જણાવી દઈએ કે, રૂપિયામાં ભારે ગિરાવટ બાદ પણ રિઝર્વ બેન્કે પોતાની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં નીતિગત દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. કેન્દ્રીય બેન્ક દ્વારા મૌદ્રિક નીતિની જાહેરાત બાદ રૂપિયો 55 પૈસા તૂટી 74.13 પ્રતિ ડોલરના નવા સર્વકાલિન નીચા સ્તર પર પહોંચી ગયો છે.
આરબીઆઈની મૌદ્રિક નીતિ સમીક્ષા આવ્યા પહેલા શુક્રવારે શરૂઆતના કારોબારમાં ડોલરના મુકાબલે રૂપિયો 6 પાસાની મજબૂતી સાથે 73.52 પર ખુલ્યો હતો. ગુરૂવારે ડોલરના મુકાબલે રૂપિયો 24 પૈસા એટલે 0.33 ટકા તૂટીને 73.58ના રેકોર્ડ નીચલા સ્તર પર બંધ થયો હતો.
રૂપિયામાં ગિરાવટના કારણે તેલ આયાત સહિત આયાતનું બિલ પણ વધી રહ્યું છે. આની પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, ભારત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે 2 ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, તેલની વધારે આયાત અને રૂપિયામાં સળંગ ગિરાવટના કારણે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.
75 ડોલરને પાર જઈ શકે છે રૂપિયો
ક્રૂડની કિંમતોમાં વધારાથી ડોલર નબળો પડ્યો છે. મંગળવારે ક્રૂડે 85 ડોલરનું સ્તર પાર કર્યું અને 85.32 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. જે 4 વર્ષમાં સૌથી વધારે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત સળંગ ઉંચી બની રહી છે, એક્સપર્ટનું માનવું છે કે,અગામી દિવસોમાં ડોલરના મુકાબલે રૂપિયો 75નું સ્તર પાર કરી શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર