ડોલર સામે રુપિયો નબળો પડ્યો, સામાન્ય માણસ પર થશે આવી અસર

News18 Gujarati
Updated: January 3, 2020, 8:36 PM IST
ડોલર સામે રુપિયો નબળો પડ્યો, સામાન્ય માણસ પર થશે આવી અસર
ડોલર સામે રુપિયો નબળો પડ્યો, સામાન્ય માણસ પર થશે આવી અસર

અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધતા ભારતીય રુપિયામાં ભારે ગિરાવટ આવી

  • Share this:
મુંબઈ : અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધતા ભારતીય રુપિયામાં ભારે ગિરાવટ આવી છે. શુક્રવારે એક અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રુપિયો 42 પૈસા ગગડી 71.80 રુપિયા પર બંધ થયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જિયોપોલિટિકલ ટેન્શનના કારણે ક્રુડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે દુનિયાભરના રોકાણકારોએ પોતાના પૈસા શેરબજારમાંથી કાઢીને સોનામાં લગાવવાનું શરુ કરી દીધું છે. આ કારણે રુપિયા કમજોર પડ્યો છે. આ કારણે ઇમ્પોર્ટ કરવું મોંઘુ પડશે. જેથી પેટ્રોલ-ડીઝલ સહિત ઘણી જીવનજરુરી વસ્તુની કિંમતો વધવાની સંભાવના બની છે.

વિદેશમાં ભણવું અને ફરવું મોંઘુ થશે - વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ઉપર રુપિયાની નબળાઈના કારણે ઘણી અસર પડશે. આ કારણે ખર્ચ વધી જશે. તેમને વસ્તુઓ માટે વધારે કિંમતો ચુકવવી પડશે. આ સિવાય વિદેશ યાત્રા પર જનાર ભારતીયોને પણ વધારે ખર્ચ કરવો પડશે.

ક્રૂડ કેમ મોંઘું થયું?

અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ વધવાથી કાચા તેલના સપ્લાયમાં ઘટાડો આવી શકે છે. તેથી ક્રૂડનો ભાવ વધી ગયો છે. ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની નોમુરાના અનુમાન મુજબ, કાચા તેલના ભાવોમાં 10 ડૉલર પ્રતિ બૅરલના વધારાથી ભારતના રાજકોષીય ખોટ (Fiscal deficit) અને કરન્ટ એકાઉન્ટ બેલેન્સ પર અસર થાય છે.

આ પણ વાંચો - જેના મોત પર ટ્રમ્પે ખુશ થઈને અમેરિકાનો ધ્વજ ટ્વિટ કર્યો તે કાસિમ સુલેમાની કોણ હતો?

તેનો અર્થ સ્પષ્ટ છે કે મોંઘા ક્રૂડથી જીડીપી પર 0.10થી 0.40 ટકા સુધીનું ભારણ વધી જાય છે. સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું હતું કે તેલની કિંમતોમાં 10 ડૉલર પ્રતિ બૅરલની વૃદ્ધ જીડીપી ગ્રોથને 0.2થી 0.3 ટકા નીચે લાવી શકે છે. હાલમાં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ 9થી 10 અબજ ડૉલર સુધી વધી શકે છે.ભારતમાં મોંઘવારી વધવાનો ડર

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ મોંઘું થવાથી ઈન્ડિયન બાસ્કેટમાં પણ ક્રૂડ મોંઘું થઈ જાય છે. તેનાથી તેલ કંપનીઓ (HPCL, BPCL, IOC) પર દબાણ વધતાં તે પણ મોંઘું કાચું તેલ ખરીદતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. એવામાં પેટ્રોલ અને ડીઝલ મોંભા થવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે, જેનાથી મોંઘવારી વધવાનો ડર હોય છે.

સામાન્ય માણસના ખિસ્સા પર ભારણ વધશે

કેડિયા કમોડિટીઝના મેનેજિંગ ડાયરેક્ટર, અજય કેડિયાએ ન્યૂઝ18ને જણાવ્યું કે વિદેશી બજારમાં કાચું તેલ મોંઘું થવાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. ભારત, સઉદી અરેબિયાના બીજા મોટા ગ્રાહક છે. એવામાં ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજીની અસર ભારત ઉપર પણ પડશે.

તેઓએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં કાચા તેલનો ભાવ 80 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. કાચું તેલ મોંઘું થવાની અસર રૂપિયા ઉપર પણ પડશે અને રૂપિયમાં 5થી 8 ટકા સુધી નબળાઈ આવી શકે છે. મોંઘું કાચું તેલ અને નબળા રૂપિયાથી આગામી 10 દિવસોમાં દેશમાં પેટ્રોલના ભાવમાં 7 રૂપિયા સુધી વધારો થઈ શકે છે.
First published: January 3, 2020, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading