ભારતીય રૂપિયામાં આજે ડોલરની તુલનામાં કડાકો નોંધાયો છે. આમ રૂપિયા એક નવી રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. આજે બુધવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 73ને સ્તર તોડ્યું છે. રૂપિયો આજે 73.34ના સ્તરે રહોંચ્યો છે. ડોલરની વધારે માંગના કારણે ભારતીય રૂપિયાનામાં ઘટાડો નોંધાયો છે. ક્રૂડ ઓઇલની વધતી કિંમતોના કારણે ઇમ્પોર્ટ કરનાર દેશોમાં માગના કારણે રૂપિયામાં ઘટાડો થયો છે.
ફોરેક્સ માર્કેટમાં ભારતીય રૂપિયો 43 રૂપિયા ઘટીને 73.34ના સ્તરે પહોંચ્યો છે. બુધવારે સવારે રૂપિયો 73.26ના સ્તર ઉપર ખુલ્યો હતો. સોમવારે રૂપિયો 72.91 ઉપર બંધ રહ્યો હતો. સોમવારે વિદેશી રોકાણમાં રૂ.1842 કરોડના શેર વેચ્યા હતા. રોકાણકારોને વિદેશી પૂંજી અને ક્રૂડની કિંમત 85 ડોલર પ્રતિ બેરલ ઉપર જવાની ચિંતા થઇ રહી છે.
સોમવારે પણ રૂપિયો 43 પૈસા ઘટ્યો હતો. અને 2 સપ્તાહના નિચા સ્તરે 72.91ના સ્તર ઉપર પહોંચ્યો હતો. ફોરેક્સ ડિલર્સ પ્રમાણે ડોલરની વધારે માંગ ઉપરાંત ફિસ્કલ ડેફિસિટ વધવાની ચિંતા પણ છે. સાથે સાથે ભારતમાંથી પૂંજી બહાર જઇ રહી છે. ગઇ કાલે ગાંધી જ્યંતિ હોવાના કારણે ફોરેક્સ માર્કેટ અને શેર માર્કેટ બંધ હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર