રૂપિયામાં પરત ફરી તેજી! 5 મહિનામાં સૌથી વધારે થયો મજબૂત, સરકારની સાથે સામાન્ય લોકોને થશે સીધો ફોયદો

રૂપિયામાં પરત ફરી તેજી! 5 મહિનામાં સૌથી વધારે થયો મજબૂત, સરકારની સાથે સામાન્ય લોકોને થશે સીધો ફોયદો
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની દવા અને વેક્સીનને લઈને વધતી અપેક્ષાઓના કારણે બિઝનેસ સેન્ટીમેન્ટ મજબૂત થઈ રહ્યા છે.

  • Share this:
    મુંબઈઃ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકી કરન્સી ડોલર (American currency dollar)ની તુલનાએ ભારતીય રૂપિયામાં (Indian Rupee) જોરદાર તેજી જોવા મળી છે. અમેરિકી ડોલરની (US Dollar) તુલના કરતા એક સપ્તાહમાં એક ટકાથી વધારે મજબૂત થયો છે.

    કેમ આવી રૂપિયામાં મજબૂતીઃ નિષ્ણાંતોનું કહેવું છે કે ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણકારોએ મોટી માત્રામાં પૈસા લગાવી રહ્યા છે. જેની અસર ભારતીય રૂપિયા ઉપર દેખાઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ કુલ 46,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે જાન્યુઆરીમાં 53,59 કરોડ રૂપિયા, ફેબ્રુઆરીમાં 12,684 કરોડ રૂપિયા, માર્ચમાં 65,816 કરોડ રૂપિયા અને એપ્રિલમાં 5208 કરોડ રૂપિયા શેરબજારમાંથી નીકળ્યા છે.



    અમેરિકી ડોલરમાં આવેલી નબળાઈના કારણે રૂપિયામાં તેજી આવી છે. આ ઉપરાંત કોરોનાની દવા (Corona drug) અને વેક્સીનને (Corona vaccine) લઈને વધતી અપેક્ષાઓના કારણે બિઝનેસ સેન્ટીમેન્ટ મજબૂત થઈ રહ્યા છે.

    આ પણ વાંચોઃ-મહિલાએ કૂવમાં લગાવી છલાંગ, પોલીસકર્મી દોરડું બાધી ઉતર્યો અને જીવ બચાવ્યો, જુઓ દિલધડક રેસ્ક્યૂની તસવીરો

    હજી પણ રૂપિયામાં મજબૂતી આવશે: નિષ્ણાંતોનું માનવું છે કે અત્યારના સમયમાં રૂપિયો વધારે મજબૂત થઈ શકે છે. અત્યારે 73 રૂપિયો પ્રતિ ડોલર સુધી પહોંચવાની આશા છે. કારણ કે RBI સતત આને લઈને પગલાં ઉઠાવી રહી છે.

    આ પણ વાંચોઃ-સવાર-સાંજ પત્ની ગાળો ભાંડતી હતી, પતિએ સોપારી આપીને કરાવી દીધી હત્યા

    આ પણ વાંચોઃ-શરીર માટે લાભદાયી ગધેડીના દૂધની પહેલી ડેરી શરૂ થશે, 1 લિટરની કિંમત છે રૂ.7000

    સામાન્ય માણસ ઉપર શું થશે અસર: ભારત પોતાની જરૂરતની 80 ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટ આયાત કરે છે. રૂપિયામાં મજબૂતીથી પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત સસ્તી થશે. ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની સ્થાનિક કિંમતોમાં ઘટાડો કરી શકે છે.

    વીડિયોમાં જુઓ નડાબેટનું રણ સમુદ્રમાં ફેરવાયું

    ડીઝલના ભાવ ઘટવાથી માલ વાહક વધી જશે. જેના કારણે મોંઘવારી ઓછી થઈ શકે છે. આ ઉપરાંત ભારત મોટા પ્રમાણમાં ખાદ્ય તેલો અને દાળોની આયાત કરે છે. રૂપિયો મજબૂત થવાના કારણે સ્થાનિક બજારમાં ખાદ્ય તેલો અને દાળોની કિંમતો ઘટી શકે છે.
    Published by:ankit patel
    First published:August 26, 2020, 15:25 pm

    ટૉપ ન્યૂઝ