Home /News /business /

Rupee Value Dollar : યૂએસ ડૉલર સામે રૂપિયો ઑલ ટાઇમ લૉ, તમારા જીવન પર શું અસર પડશે?

Rupee Value Dollar : યૂએસ ડૉલર સામે રૂપિયો ઑલ ટાઇમ લૉ, તમારા જીવન પર શું અસર પડશે?

સોમવારના રોજ યુએસ ડૉલર (US Dollar) સામે રૂપિયો સર્વકાલીન નીચી સપાટીએ

Rupee Value - રૂપિયો 51 પૈસા ઘટીને 77.41ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો, જે માર્ચમાં અગાઉની 76.98 ની નીચી સપાટીને વટાવી ગયો

નવી દિલ્હી : સોમવારના રોજ યૂએસ ડૉલર (US Dollar) સામે રૂપિયો સર્વકાલીન નીચી સપાટીએ (Rupee hit an all-time low) પહોંચ્યો હતો. જે પહેલાથી જ ઊંચા ફુગાવા હેઠળ ઝઝૂમી રહેલા અર્થતંત્ર (Economy) માટે વધુ મોટો પડકાર બની રહ્યો છે. રૂપિયો (rupee value dollar)51 પૈસા ઘટીને 77.41ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે માર્ચમાં અગાઉના 76.98 ની નીચી સપાટીને વટાવી ગયો હતો. વર્ષની શરૂઆતથી જ રૂપિયો ડગમગી રહ્યો છે. વિદેશી ફંડ્સે આ વર્ષે ભારતીય ઈક્વિટીમાંથી $17.7 બિલિયન ઉપાડ્યા છે.

અર્થ આઈડીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ શરત ચંદ્રાએ જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં ફુગાવાને કાબૂમાં રાખવું એ મુશ્કેલ બની રહેશે. જોકે, એન્જલ વન લિમિટેડના કરન્સી રિસર્ચ એનાલિસ્ટ હીના નાઈક રૂપિયાના અવમૂલ્યન વિશે વધુ આશાવાદી હતાં. નાઇકે જણાવ્યું હતું કે, "રૂપિયામાં આ નકારાત્મક વલણ અસ્થાયી છે, કારણ કે બજારો IPO-સંબંધિત પ્રવાહો દ્વારા બાંધવામાં આવે તેવી અપેક્ષા છે, જે ભારતીય રૂપિયાને ટેકો આપશે."

ચંદ્રાએ જણાવ્યું હતું કે, "યુઆનના અવમૂલ્યનને કારણે અનેક એશિયન અને ઊભરતા બજારોના ચલણોમાં ઘટાડો થયો છે, પરંતુ ભારતીય રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચવો એ અર્થતંત્ર માટે ચિંતાજનક છે. કારણ કે ભારત ક્રૂડ ઓઇલના સૌથી મોટા આયાતકારોમાંનો એક છે. તેનાથી વેપાર ખાધમાં પણ વધારો થશે. જેના પરિણામે અપેક્ષિત ચાલુ ખાતાની ખાધ 3 ટકા થશે અને ચૂકવણીના સંતુલન પર અસર થશે. RBIના ડેટા સૂચવે છે કે ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફીસિટ (CAD) Q3:2021-22માં US$9.9 બિલિયનથી વધીને 23.0 બિલિયન ડોલર (GDPના 2.7 ટકા) થઈ ગઈ છે. આ સંદર્ભમાં મોંઘવારી પર કાબૂ મેળવવો આરબીઆઈ માટે મુશ્કેલ કાર્ય બની રહેશે. ઊંચા વ્યાજ દરો ભારતીય વ્યવસાયોને મૂડી ખર્ચમાં ઘટાડો કરવા દબાણ કરી શકે છે."

આ પણ વાંચો - HDFC એ વધાર્યા વ્યાજ દર, હોમ લોન થશે મોંઘી, RPLR માં કર્યો 0.30 ટકાનો વધારો

તમારા જીવન પર કેવી રીતે કરશે અસર?

આયાત - આયાતકારોએ આયાતી વસ્તુઓ માટે ચૂકવણી કરવા માટે ડોલર ખરીદવાની જરૂર છે. રૂપિયામાં ઘટાડા સાથે આયાતની વસ્તુઓ મોંઘી થશે. તેલની આયાત મોંઘી થશે, જેની સીધી અસર ગ્રાહકો પર પડશે. વધુમાં અન્ય આયાતી વસ્તુઓ તેમજ ઘટકો પણ મોંઘા થવાની સંભાવના છે, જેના કારણે ગ્રાહકો માટે કિંમતોમાં વધારો થશે. આનો અર્થ એ છે કે કાર અને ઉપકરણો મોંઘા થવાની સંભાવના છે. વધતી કિંમતો ફુગાવાને વેગ આપી શકે છે, જે હાલમાં પહેલેથી જ ઊંચો છે.

કાર અને અન્ય વસ્તુઓ - રૂપિયામાં ઘટાડા સાથે આયાતી વસ્તુઓ જેવી કે લક્ઝરી કાર અથવા તો કારના ઘટકો મોંઘા થવાની સંભાવના છે.

સ્ટોક્સ - વિદેશી રોકાણકારો ભારતીય ઇક્વિટીમાંથી બહાર નીકળી રહ્યા છે તેની અસર પણ રૂપિયામાં ઘટાડો છે. આનો અર્થ એ થયો કે ઈક્વિટી માર્કેટમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે, જેના પરિણામે સ્ટોક અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં ઘટાડો થઈ શકે છે.

ફોરેન એજ્યુકેશન અને ટ્રાવેલ - યુએસ ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાથી વિદેશી શિક્ષણ તેમજ વિદેશ પ્રવાસ વધુ મોંઘો થશે. આવું એટલા માટે થશે કારણ કે તેના અવમૂલ્યનને કારણે દરેક ડૉલર માટે વધુ રૂપિયા આપવા પડશે. આ ગ્રાહકો માટે નિરાશાજનક સમાચાર છે કે જેઓ COVID-19 કેસમાં રાહત અને આગામી ઉનાળાના વેકેશન સાથે વિદેશમાં રજાઓ માણવાનું આયોજન કરી રહ્યા હતા.

રેમિટન્સ: જોકે, બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) જેઓ ઘરે પૈસા મોકલે છે તેઓ રૂપિયાના મૂલ્યમાં વધુ પૈસા મોકલશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Indian Rupees, US Dollar

આગામી સમાચાર