Home /News /business /ડોલર સામે સાવ તળિયે પહોંચ્યો રૂપિયો, અત્યાર સુધીનાં સૌથી નીચલા સ્તરે, જાણો કેવી થશે અસર

ડોલર સામે સાવ તળિયે પહોંચ્યો રૂપિયો, અત્યાર સુધીનાં સૌથી નીચલા સ્તરે, જાણો કેવી થશે અસર

ડોલરના પ્રમાણમાં રૂપિયો નબળો થઈને ન્યૂનતમ સ્તરે

Dollar vs Rupee: ભારતીય કરન્સી રૂપિયો આજે તેના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. શરૂઆતી ટ્રેડિંગમાં રૂપિયો અમેરિકી ડોલરની સામે 82.68 પ્રતિ ડોલર પર આવી ગયો છે.

Dollar vs Rupee: ભારતીય કરન્સી રૂપિયો (Indian Currency Rupee) આજે તેના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે (Rupee on Low level) આવી ગયો છે. શરૂઆતી વેપારમાં રૂપિયો અમેરિકી ડોલર (American Dollar)ની સામે 82.68 પ્રતિ ડોલર પર આવી ગયો છે. રૂપિયામાં રેકોર્ડ ઘટાડા (Rupee Record at Low) બાદ ભારે ચિંતાનો માહોલ છે અને તે ઘટીને 85 રૂપિયા પ્રતિ ડોલર થવાની આશા પણ સેવવામાં આવી રહી છે.

શરૂઆતી વેપારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો (American Dollar & Rupee Rate) અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. એક ડૉલરની કિંમત પહેલીવાર 82.68 રૂપિયા થઈ ગઈ છે. રૂપિયાના ઘટાડાને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રયાસોનું પરિણામ ખૂબ જ નીચું રહ્યું છે અને રૂપિયો સતત નબળાઇ સાથેનો કારોબાર કરી રહ્યો છે.



આ વર્ષે રૂપિયા બોલ્યો 11 ટકાનો કડાકો

જો આ વર્ષે રૂપિયાના ઘટાડા પર નજર કરવામાં આવે તો તેમાં 11 ટકાનો ઘટાડો આવ્યો છે. ભારતના વિદેશી મુદ્રા ભંડાર બે વર્ષના નીચલા સ્તર પર આવી ગયા બાદ ડૉલરની માંગમાં વધુ વધારો થઈ રહ્યો છે અને રૂપિયાની સુસ્તી અટકવાનું નામ નથી લઈ રહી.

આજે કેવી રહી શેરબજારની શરૂઆત?

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેર બજાર જબરદસ્ત ઘટાડા સાથે ખુલ્યું છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 220.30 અંક એટલે કે 1.27 ટકાના ઘટાડાની સાથે 17094.35 ના સ્તર પર ખુલ્યા છે. બીએસઇ સેન્સેક્સ 767.22 પોઇન્ટ અથવા 1.32 ટકાના ઘટાડા સાથે 57,424.07 પર ખુલ્યો હતો.

શું છે માર્કેટમાં આ ઘટાડાનું કારણ?

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં વધારો કરતાં રૂપિયાની નકારાત્મક અસર જોવા મળી રહી છે અને આ બજારોમાંથી ડોલરની ખરીદીમાં વધારો થવાને કારણે દેશનું ચલણ રૂપિયો લાલ નિશાનમાં સરકી રહ્યો છે. આ ઉપરાંત અન્ય એશિયન કરન્સીના ઘટાડાથી એશિયન માર્કેટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે તેમની સાથે ભારતીય કરન્સી રૂપિયામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.\

આ પણ વાંચો: Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતોમાં મોટો કડાકો, જાણી લો તમારા શહેરના ભાવ

આ ઘટાડાની શું થશે અસર?

- રૂપિયો નબળો પડવાથી દેશમાં મોંઘવારી વધશે. હકીકતમાં ભારત તેના પેટ્રોલિયમ ઉત્પાદનોનો 70 ટકાથી વધુ હિસ્સો આયાત કરે છે. ભારતની આયાત ડોલરમાં છે. રૂપિયો નબળો પડવાના કારણે ભારતે આયાત માટે પહેલા કરતા વધારે પૈસા ચૂકવવા પડશે.

- ભારત પણ ખાદ્યતેલો અને કઠોળની મોટા પાયે આયાત કરે છે. રૂપિયો નબળો પડવાની અસર સ્થાનિક બજારમાં ખાદ્યતેલો અને કઠોળના ભાવ પર વધારો જોવા મળી શકે છે.



- રૂપિયો નબળો પડવાથી વિદેશ યાત્રા કે અભ્યાસ કરવો તમારા માટે મોંઘો પડશે. રૂપિયાની કિંમત નબળી હશે તો જ્યારે તમે વિદેશ પ્રવાસ અથવા અભ્યાસ માટે ખર્ચ કરો છો, ત્યારે તમારે પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે.
First published:

Tags: ', Business, Currency, Indian rupee, US Dollar