Home /News /business /

ડોલર સામે રૂપિયાના ધોવાણથી તમારા ખિસ્સાને શું અસર થશે? સમજો સરળ શબ્દોમાં

ડોલર સામે રૂપિયાના ધોવાણથી તમારા ખિસ્સાને શું અસર થશે? સમજો સરળ શબ્દોમાં

સામાન્ય રીતે અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો પડે, ત્યારે તમારે ડોલર સાથે જોડાયેલી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડે છે (પ્રતિકાત્મક તસવીર)

Currency market - અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગગડી રહ્યો છે તે માત્ર મેક્રો-ઇકોનોમિક મુદ્દો જ દેખાઈ શકે છે. થોડું ઊંડું જોતા ખ્યાલ આવશે કે તે દરેક ભારતીયને અનેક રીતે અસર કરે છે

આદિલ શેટ્ટી : અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો (rupee against the US dollar) તૂટી રહ્યો છે. હાલ ડોલર (US dollar)સામે રૂપિયો 77.69ની નવી ઓલટાઇમ લો સપાટીએ પહોંચી ગયો છે. ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે, માઈક્રો-ઇકોનોમિક (Micro economic)ની ચાલી રહેલી સ્થિતિને જોતાં મે અંત સુધીમાં રૂપિયો 78ની સપાટી તોડી શકે છે. રૂપિયાનું ધોવાણ વિદેશી રોકાણકારો (Foreign investors) દ્વારા ભારતીય શેરોમાં સતત વેચવાલી, ક્રૂડના ઊંચા ભાવ અને સ્થાનિક ફુગાવો વધવા જેવા કારણોથી થઈ રહ્યું છે. વ્યાજદર કડક બનાવવાની સાયકલના પ્રારંભ સાથે ફુગાવો વધુ વધશે અને તે ભારતીય ચલણના મૂલ્યનું વધુ અવમૂલ્યન કરી શકે છે.

સામાન્ય રીતે અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો પડે, ત્યારે તમારે ડોલર સાથે જોડાયેલી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીયો માટે ડોલર મોંઘો થઈ જાય છે. આયાતી માલ અને સેવાઓ ખરીદવા માટે વધુ રૂપિયાનો ખર્ચ થાય છે.

સામાન્ય માણસને શું થશે અસર?

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગગડી રહ્યો છે તે માત્ર મેક્રો-ઇકોનોમિક મુદ્દો જ દેખાઈ શકે છે. થોડું ઊંડું જોતા ખ્યાલ આવશે કે તે દરેક ભારતીયને અનેક રીતે અસર કરે છે. ચાલો સામાન્ય લોકો પર નબળા રૂપિયાની અસરને સમજીએ.

ઘરખર્ચમાં વધારો થશે

ભારત મોટાભાગે ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર છે. દેશમાં ઇંધણ - ડીઝલ, પેટ્રોલ અને રાંધણ ગેસની કિંમતો પહેલેથી જ ઊંચી છે અને હવે તે વધુ વધશે. વધતા જતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચના કારણે દૈનિક ઘરગથ્થુ વસ્તુઓની કિંમત પર આડકતરી અસર પડશે. ક્રૂડ સાથે જોડાયેલા પ્રોડક્ટ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાથી ઘર વપરાશની વસ્તુઓ પાછળના ખર્ચમાં વધારો થશે.

આ પણ વાંચો - આ સ્મોલ-કેપ ફંડે રોકાણકારોને 220 ટકા વળતર આપ્યું

ઇલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતમાં તોળાતો વધારો

મોબાઇલ ફોન, લેપટોપ, ટીવી અને સોલર પ્લેટ જેવી ડિવાઇસ અને ઘરના અન્ય ઇલેક્ટ્રોનિક સામાનની મોટાભાગે આયાત કરવામાં આવતી હોવાથી તેની કિંમત વધશે.

વિદેશ અભ્યાસ મોંઘો થશે

રૂપિયાના ઘટતા મૂલ્યના લીધે વિદેશમાં શિક્ષણ મોંઘું થશે. બહાર અભ્યાસ કરતા અથવા ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓએ ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. ત્યારે ઊંચા એક્સચેન્જ રેટના કારણે તેઓએ ડોલર ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે. આનાથી બજેટ પર ફરી વિચાર કરવાની જરૂર પડી શકે છે. એજ્યુકેશન લોન પણ રૂપિયાની દ્રષ્ટિએ વધશે અને તે જ રીતે માસિક હપ્તા (EMI) પણ વધશે.

વિદેશમાં ફરવાનું મોંઘું થશે

ચાલુ ઉનાળામાં વિદેશ પ્રવાસ કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પ્રવાસ ધાર્યા કરતાં વધુ ખર્ચાળ નીવડી શકે છે અને ખર્ચ નક્કો કરેલા બજેટથી વધુ થઈ શકે છે. દાખલા તરીકે, અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 75ની સપાટીએ હતો, ત્યારે 10,000 ડોલર ખર્ચવાનું તમારું પ્લાનિંગ હોય તો તમારે રૂ. 7.5 લાખ ચૂકવવા પડી શકે તેમ હતા. પરંતુ હવે રૂપિયામાં ધોવણ થતા ડોલર સામે 78 પર પહોંચી ગયો છે, ત્યારે તમારે તમારા ખિસ્સામાંથી 10,000 ડોલરની માટે 30,000 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે.

રેમિટન્સ

ભારતીયોને વિદેશથી મળતા રેમિટન્સનું મૂલ્ય વધશે. આનો અર્થ એ છે કે, જે પરિવારોના સંબંધીઓ વિદેશથી પૈસા મોકલે છે તેમને રૂપિયાની દ્રષ્ટિએ વધુ પૈસા હાથમાં મળશે.

વિદેશી સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ

અત્યારે યુએસ શેરોમાં રોકાણો ધરાવતા લોકોને ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનો લાભ મળશે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 10 ડોલરમાં ખરીદેલા કંપની 'એ' ના 100 શેર છે. આ ખરીદી સમયે રૂપિયા-ડોલરનો વિનિમય દર 70 હતો. આનો અર્થ એ થયો કે તમે દરેક શેરમાં રૂ. 700નું રોકાણ કર્યું હતું અને ભારતીય રૂપિયા મુજબ તમારો કુલ રોકાણ ખર્ચ રૂ. 70,000 ($ 1000) છે. ચાલો ધારીએ કે, શેરની કિંમત હવે $15 છે. યુએસ ડોલર ટર્મમાં તમારું કુલ મૂલ્ય $1500 છે. હવે ધારો કે, રૂપિયાની ટર્મમાં વિનિમય દર હજી પણ 70 પર છે, તો તમારા રોકાણનું કુલ મૂલ્ય રૂ. 1,05,000 હશે. જો કે, વિનિમય દર હાલમાં 77 પર હોવાથી તમને 1,15,500 રૂપિયા - વધારાના 10,500 રૂપિયા મળશે. જો કે, તમે હાલના તબક્કે અમેરિકાની કંપનીઓના શેરોમાં નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો રૂપિયાની દ્રષ્ટિએ તમારી વેલ્યુ કોસ્ટ વધારે હશે.
First published:

Tags: Economy, Indian economy, US Dollar

આગામી સમાચાર