નવી દિલ્હી: ઓક્ટોબર મહિનો (October 2021) એક દિવસમાં પૂર્ણ થઈ જશે. સોમવારથી નવેમ્બર મહિનો (November 2021 month) શરૂ થઈ જશે. આ દરમિયાન અનેક એવા બદલાવ થશે જેની સીધી અસર તમારી જિંદગી પર થશે. પહેલી નવેમ્બર 2021થી દેશમાં અનેક મોટો બદલાવ (Changes from 1 November 2021) થઈ રહ્યા છે. આ બદલાવની અસર લોકોના ખિસ્સા પર પડતી હોય છે. આથી પહેલી નવેમ્બરથી શું બદલાશે તેની માહિતી મહિનો પૂર્ણ થાય તે પહેલા જ મેળવી લેવી જરૂરી છે.
પહેલી નવેમ્બરથી બેંકમાં પૈસા જમા (Deposit money) કરાવવાથી લઈને પૈસા કાઢવા માટે ચાર્જ લાગશે. રેલવેના સમયપત્રકમાં પણ ફેરફાર થશે. આ ઉપરાંત ગેસ સિલિન્ડર બુકિંગ (LPG gas cylinder booking)ના નિયમ પણ બદલાશે. તો આવા જ અમુક બદલવા પર નજર કરીએ જે 1 નવેમ્બરથી અમલમાં આવશે.
1) રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત
પહેલી નવેમ્બરથી રસોઈ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. સામાન્ય રીતે સરકારી ગેસ વિતરણ કંપનીઓ મહિનાની પહેલી તારીખે કિંમતમાં ફેરફાર કરતી હોય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એલપીજી સિલિન્ડરનું વિતરણ કરતી કંપનીઓને પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણે ભાવ વધવાની સંભાવના રહેલી છે.
2) બેન્કિંગ નિયમમાં ફેરફાર
હવે બેંકોમાં પોતાના પૈસા જમા કરાવવા અને કાઢવા પર પૈસા આપવા પડશે. બેંક ઑફ બરોડાએ તેની શરૂઆત કરી છે. આગામી મહિનાથી નિર્ધારિત સીમાથી વધારે બેન્કિંગ કરવા પર અલગ અલગ ચાર્જ લાગશે. 1 નવેમ્બરથી ગ્રાહકોએ લોન ખાતા માટે 150 રૂપિયા ચૂકવવા પડશે. ખાતાધારકો માટે ત્રણ વખત પૈસા જમા કરાવવાનું ફ્રી રહેશે, ચોથી વખત પૈસા જમા કરાવવા પર 40 રૂપિયા ચાર્જ લાગશે. જોકે, જનધન ખાતાધારકોને આ નિયમથી મુક્તિ રહેશે. તેમને જમા કરવા પર કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ રકમ ઉપાડવા પર 100 રૂપિયા ચાર્જ લાગશે.
ભારતીય રેલવે પહેલી નવેમ્બરથી દેશભરમાં ટ્રેનોનું સમયપત્રક બદલી રહ્યું છે. આ ફેરફાર 1 ઓક્ટોબરથી થવાનો હતો પરંતુ હવે નવું સમયપત્રક પહેલી નવેમ્બરથી અમલમાં આવશે. જે બાદમાંથી 13 હજાર પેસેન્જર ટ્રેન અને 7 હજાર માલગાડીનો સમય બદલાશે. દેશમાં ચાલતી આશરે 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ પહેલી નવેમ્બરથી ફેરફાર થશે.
પહેલી નવેમ્બરથી રાંધણ ગેસ સિલિન્ડર (LPG Cylinder)ની ડિલીવરી સંપૂર્ણ રીતે બદલાઈ જશે. ગેસ બુકિંગ પછી ગ્રાહકોને મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલવમાં આવશે. જ્યારે ડિલિવરી બૉય ગ્રાહકના ઘરે પહોંચશે ત્યારે આ ઓટીપી તેને આપવાનો રહેશે. ડિલિવરી બોય પોતાની સિસ્ટમમાં આ કોડ અપડેટ કરશે ત્યારબાદ જ ગેસની ડિલિવરી થઈ શકશે.
5) વોટ્સએપ અમુક સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરશે
પહેલી નવેમ્બરથી સોશિયલ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ આઈઓએસ અને એન્ડ્રોઇડ પર ચાલતા અમુક ફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. વોટ્સએપ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 1 નવેમ્બરથી એન્ડ્રોઇડ 4.0.3 Ice Cream Sandwich, iOS 9, અને KaiOS 2.5.0ને સપોર્ટ નહીં આપવામાં આવે. સપોર્ટ બંધ કરવામાં આવતા ધીમે ધીમે આ સ્માર્ટફોન્સમાં વોટ્સએપ કામ કરવાનું બંધ થઈ જશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર