Home /News /business /March 1, 2022: આજથી બદલાયા આ જરૂરી નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
March 1, 2022: આજથી બદલાયા આ જરૂરી નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
આજથી અનેક નિયમમાં થયો ફેરફાર
March month: માર્ચનો મહિનો લોકો માટે ફરી એક ઝટકો લઈને આવ્યો છે. આજથી એટલે કે 1 માર્ચ 2022થી અનેક નિયમો બદલાઈ રહ્યા છે. આ એવા નિયમ છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. તો જાણીએ આજથી કયા નિયમો બદલાઈ રહ્યા છે.
નવી દિલ્હી: આમ આદમીને આજથી મોટો ઝટકો લાગવાનો છે. હકીકતમાં દર મહિનાની પહેલી તારીખથી પૈસાને લગતા અનેક નિયમ બદલાતા હોય છે. દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડર (LPG cylinder)ની કિંમતમાં ફેરફાર થતો હોય છે. આ ઉપરાંત બેન્કિંગ (Banking)ને જોડાયેલા કોઈને કોઈ નિયમમાં ફેરફાર થતો હોય છે. આજે પણ એલપીજી સિલિન્ડરથી લઈને બેન્કિંગ સેવાઓ (Banking services) અંગેના નિયમો બદલાયા છે. આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો છે. તો જાણીએ આજથી કઈ કઈ સેવા માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે.
એટીએમમાં કેશ જમા કરવા અંગેનો નિયમ
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે એટીએમથી કેશ જમા કરવા અંગે નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. કેશ જમા કરવાની હાલની સિસ્ટમને ખતમ કરવા માટે એટીએમમાં કેશ રિપ્લેનિશમેન્ટના સમયે ફક્ત લૉકેબલ કેસેટનો જ ઉપયોગ સનિશ્ચિત કરવાનો રહેશે. જોકે, આરબીઆઈ તરફથી આ મર્યાદા વધારીને 31 માર્ચ, 2022 કરી દેવામાંઆવી છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payment Bank – IPPB) તરફથી ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ માટે ક્લોઝર ચાર્જિસ લેવાની શરૂઆત કરવામાં આવી છે. જો તમારું પણ ખાતું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં છે અને તમે તેને બંધ કરવા માંગો છો તો તમારે ચાર્જ આપવો પડશે. આ ચાર્જ 150 રૂપિયા છે. તેના પર જીએસટી પણ ચૂકવવો પડશે. બેંકનો આ નિયમ પાંચમી માર્ચ, 2022થી લાગૂ થશે.
દર મહિનાની પ્રથમ દિવસે ગેસ વિતરણ કંપનીઓ તરફથી એલપીજી સિલિન્ડરની કિંમત જાહેર કરવામાં આવે છે. જે પ્રમાણે આજ પણ એલપીજીની કિંમત જાહેર કરવામાં આવી છે. જોકે, આજે ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરાયો પરંતુ કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરાયો છે. બીજી એક શક્યતા એવી પણ છે કે સાતમી માર્ચ પછી એટલે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીનું મતદાન સંપન્ન થયા બાદ ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આજના ભાવ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત 2012 રૂપિયા થઈ છે.
ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ (DBIL) અને લક્ષ્મી વિલાસ બેંક (LVB)ના IFSC કોડ 28મી ફેબ્રુઆરી, 2022થી બદલાઈ ગયા છે. હકીકતમાં ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ અને લક્ષ્મી વિલાસ બેંકનું મર્જર કરવામાં આવ્યું છે. જે બાદમાં તમામ શાખાઓના આઈએએફસી અને MICR કોડ બદલાઈ ગયા છે. ડીબીઆઈએલ તરફથી જાહેર યાદી પ્રમાણે ગ્રાહકોએ પહેલી માર્ચ, 2022થી NEFT/RTGS/IMPS ના માધ્યમથી પૈસાની લેવડદેડવ માટે નવા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવાનો રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર