નવી દિલ્હીઃ જો તમારુ પણ બેંકમાં બચત ખાતુ છે તો આ ખબર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે, બેંકના ખાતાધારકોએ જો માન્ય દસ્તાવેજ જમા કરાવ્યા છે અને તેમના સરનામામાં કોઈ ફેરફાર થયા નથી, તો Know Your Customer (KYC) ડિટેલ અપડેટ કરાવવા માટે તેમણે બેંકની શાખામાં જવાની જરૂર નથી.
RBIનું કહેવું છે કે, જો કેવાયસી વિવરણમાં કોઈ ફેરફાર નથી તો ખાતાધારક તેના ઈમેઈલ આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટીએમ કે અન્ય ડિજિટલ માધ્યમ દ્રારા પોતે જ ઘોષણા પત્ર જમા કરાવી શકે છે.
રિઝર્વ બેંકે ગુરુવારે આ દિશા-નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, જો કેવાયસીની જાણકારીમાં કોઈ ફેરફાર નથી તો ફરીથી ગ્રાહકનો સ્વ ઘોષણા પત્ર કેવાયસી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પૂરતો છે.
બેંકને કહેવામાં આવ્યુ છે કે, રજિસ્ટર્ડ ઈમેઈલ આઈડી, નંબર, એટીએમ, વગેરે દ્વારા સ્વયં ઘોષણા કરવાની સુવિધા ગ્રાહકોને આપે જેનાથી તેમને બેંકની શાખામાં જવાની જરૂર નહિ પડે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર