Home /News /business /સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવા નિયમો થયા જાહેર, યૂઝર્સને પહેલીવાર મળ્યો આ અધિકાર
સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવા નિયમો થયા જાહેર, યૂઝર્સને પહેલીવાર મળ્યો આ અધિકાર
માર્ચમાં 12 દિવસ બેંકો બંધ રહેશેઃ માર્ચમાં હોળી અને નવરાત્રી પણ છે, જેના કારણે બેંકો 12 દિવસ બંધ રહેશે. આમાં સાપ્તાહિક બેંક રજાઓનો સમાવેશ થાય છે. કોઈપણ વિલંબ કર્યા વિના તરત જ તમારું બેંક સંબંધિત કામ પૂર્ણ કરો.
સોશિયલ મીડિયા કંપનીઓ પર નિયંત્રણ રાખવા માટે આઈટી મંત્રાલયે IT મધ્યસ્થી નિયમ 2022 ને સૂચિત કરી દીધા છે. હવે 3 સરકારી અધિકારીઓની ફરિયાદ અપીલ સત્તામંડળની રચના કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ફરિયાદ અધિકારીની સામગ્રી હટાવવાની અપીલને નામંજૂર કર્યા બાદ કોઈ પણ ફરિયાદ સમિતિની સામે અપીલ કરી શકશે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપનીઓ પર નિયંત્રણ રાખવા માટે આઈટી મંત્રાલયે IT મધ્યસ્થી નિયમ 2022 ને સૂચિત કરી દીધા છે. હવે 3 સરકારી અધિકારીઓની ફરિયાદ અપીલ સત્તામંડળની રચના કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ફરિયાદ અધિકારીની સામગ્રી હટાવવાની અપીલને નામંજૂર કર્યા બાદ કોઈ પણ ફરિયાદ સમિતિની સામે અપીલ કરી શકશે.
સોશિયલ મીડિયા કંપનીને કમિટીનો આદેશ માનવો પડશે. આ ઉપરાંત ભારતની એકતા, અખંડિતતા, રક્ષા, સુરક્ષા, સંપ્રુભતાને નુકસાન પહોંચાવનારી સામગ્રી ન હોવી જોઈએ. વિદેશી નીતિ કે સંબંધોને પ્રભાવિત કરનારી પોસ્ટ, વાયરલ/સ્પામ ફેલાવનારી સામગ્રી, ખોટા પ્રચાર જેને આર્થિક લાભ માટે તૈયાર કરવામાં આવ્યા હોય અને જેમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાની છેતરપિંડી, નુકસાન પહોંચાડવાની સંભાવના લાગતી હોય, તેવી કોઈ સામગ્રીનો પ્રચાર કરવામાં નહિ આવે.
આઈટી મંત્રાલયે IT મધ્યસ્થી નિયમ 2022 ને સૂચિત કર્યા
નવા નિયમો પ્રમાણે, 90 દિવસોની અંદર ફરિયાદ અપીલ સમિતિની રચના કરવામાં આવશે. સમિતિમાં સરકારી અધિકારી પણ સામેલ હશે.
સોશિયલ મીડિયા કંપનીઓએ તે પણ સુનિશ્ચિત કરવું પડશે કે, તેના કમ્પ્યુટર સ્ત્રોતોનો ઉપયોગ કરનારો વ્યક્તિ કોઈ પણ એવી સામગ્રીને હોસ્ટ ન કરે, પ્રદર્શિત ન કરે, અપલોડ ન કરે, પ્રકાશિત ન કરે, જે કોઈ અન્ય વ્યક્તિની હોય અને જેના પર યૂઝરનો અધિકાર ન હોય.
અશ્લીલ, અપમાનજનક, બાલયોન શોષણ, અન્યની પ્રાઈવેસી સાથે જોડાયેલી, જાતિ-વર્ણ-જન્મના આધાર પર પજવણી કરનારી કે મનીલોન્ડ્રિંગને પ્રોત્સાહન આપનારી, અથવા દેશના કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરનારી સામગ્રીનો પ્રચાર ન કરવામાં આવે.
નવા નિયમો પ્રમાણે, કોઈ પણ વ્યક્તિ સમિતિમાં અપીલ કરી શકે છે. ફરિયાદ અધિકારીના નિર્ણયની વિરુદ્ધ અપીલ કરી શકાય છે. સમિતિ 30 દિવસની અંદર નિર્ણય લેશે. સોશિયલ મીડિયા કંપનીઓને સમિતિનો આદેશ માનવો પડશે.
જાણકારો પ્રમાણે, આનાથી સોશિયલ મીડિયા પર કંપનીઓ પર નિયંત્રણ લાગશે. સોશિયલ મીડિયા કંપનીઓને આદેશ મળવા પર 24 કલાકની અંદર સામગ્રી હટાવવી પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર