નવી દિલ્હી: 1 મે, 2021થી અનેક મોટો બદલાવ થઈ રહ્યા છે. આ બદલાવ આમ આદમીની જીવન પર મોટી અસર કરે છે. પહેલી મેથી બેન્કિંગ (Banking) અને વીમા (Insurance) સાથે જોડાયેલા નિયમો બદલાઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં આજથી કોરોના વેક્સીન ડ્રાઇવ (Vaccine drive)નો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. અનેક રાજ્યો એવા પણ છે જેમણે વેક્સીનની અછતને પગલે અભિયાન પાછળ ધેકલ્યું છે. તો જાણીએ પહેલી મેથી શું ફેરફાર થશે.
1) 18થી મોટી ઉંમરના તમામ લોકો માટે વેક્સીન
અનેક રાજ્યોમાં આજથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેક્સીન કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. જોકે, અનેક એવા રાજ્યો પણ છે જ્યાં વેક્સીનની અછત ઊભી થઈ છે. આથી એ રાજ્યોએ વેક્સીન અભિયાન પાછળ ધકેલ્યું છે. વેક્સીન માટે તમારે કોવિન વેબસાઇટ મારફતે અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન મારફતે રજીસ્ટ્રેશન કરવું પડશે. અત્યારસુધી 45 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સીન કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્રીજા તબક્કામાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો વેક્સીન લઈ શકશે.
કોરોનાકાળમાં ગરીબોને ખાવાની સમસ્યા ન થાય તે માટે વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના ફરીથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર પહેલી મે થી ગરીબોને પાંચ કિલો અનાજ મફત આપશે. સરકારની આ યોજનાનો 80 કરોડ લોકોને લાભ મળશે.
3) ગેસ સિલિન્ડરનો ભાવ
સરકારી ઓઇલ કંપનીએ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. જે પ્રમાણે આજે નવા ભાવ જાહેર કરવામાં આવશે. જેમાં ભાવ વધારવા અથવા ઘટાડવામાં આવે છે.
એક્સિસ બેંક પહેલી મેથી બચાત ખાતામાં લઘુતમ બેલેન્સ રાખવાનો નિયમ બદલી રહી છે. આ ઉપરાંત પહેલી મેથી એટીએમમાં ફ્રી ટ્રાન્ઝેક્શન પછી કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનનો બેગણો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત બેંકે અન્ય સેવાઓ માટે પણ ચાર્જ વધારી દીધો છે. એક્સિસ બેંકે પહેલી મેથી લઘુતમ એવરેજ બેલેન્સ મર્યાદા વધારી દીધી છે. આ ઉપરાંત ફ્રી લિમિટ ખતમ થયા બાદ કેશ ઉપાડ માટે બેંક પ્રતિ 1000 રૂપિયા 10 રૂપિયા ચાર્જ વસૂલ કરશે.
કોરોનાની બીજી લહેર વચ્ચે વીમા નિયામક ઇરડા (IRDAI)એ આરોગ્ય સંજીવની પૉલિસીનું કવર બેગણું કરવાનો આદેશ કર્યો છે. ઈરડાએ વીમા કંપનીઓને કહ્યુ છે કે, પહેલી મે સુધી 10 લાખ રૂપિયાના કવરવાળી પૉલિસી રજૂ કરવાની રહેશે. હાલની સ્થિતિમાં પહેલી એપ્રિલથી શરૂ થયેલી આરોગ્ય સંજીવની સ્ટાન્ડર્ડ પૉલિસી કવર મર્યાદા પાંચ લાખ રૂપિયા જ હતી. એટલે કે હવે લોકોને પહેલાની સરખામણીમાં બેગણો ફાયદો મળશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર