Home /News /business /Stock Market: શું તમારા પોર્ટફોલિયોમાં સામેલ છે આ સ્ટૉક? બે ટ્રેડિંગ સેશનમાં 40% ઉછળ્યો
Stock Market: શું તમારા પોર્ટફોલિયોમાં સામેલ છે આ સ્ટૉક? બે ટ્રેડિંગ સેશનમાં 40% ઉછળ્યો
ભારતીય શેર બજાર
Ruchi Soya Stock: લાંબાગાળાના રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરીને મોટો ફાયદો મેળવ્યો છે, કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં તે 14,000 ટકાથી વધુ વધ્યો છે. 32,000 કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે.
નવી દિલ્હી: રુચિ સોયાના શેર (Ruchi Soya Stocks)માં માત્ર બે ટ્રેડિંગ સેશનમાં 40 ટકાથી વધુ વળતર મળ્યું છે. મંગળવારે બીએસઈ (BSE) પર આ શેર 18 ટકા વધીને 1,139.95 રૂપિયાની ઇન્ટ્રા-ડે ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સોમવારે ખાદ્ય તેલ (Food oil)ની કંપનીના બોર્ડે આશરે રૂ. 4,300 કરોડના તેના ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) માટે રેડ-હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP)ને મંજૂરી આપ્યા બાદ પ્રારંભિક વેપારમાં શેરમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે ઇશ્યૂ 24 (Ruchi Soya FPO open date) માર્ચે ખુલશે અને 28 માર્ચ, 2022ના રોજ બંધ થશે.
રૂચિ સોયાએ જણાવ્યું હતું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (બોર્ડ) દ્વારા 10 માર્ચ, 2022ના રોજ યોજાયેલી તેની બેઠકમાં આપવામાં આવેલી મંજૂરીના અનુસંધાનમાં, ઇશ્યૂ કમિટી દ્વારા આપવામાં આવેલી મંજૂરીની સાથે બોર્ડની એક સમિતિએ 11 માર્ચ, 2022ના રોજ સર્ક્યુલેશન દ્વારા ઠરાવ પસાર કર્યો છે.
ત્રણ વર્ષમાં 14,000 ટકાથી વધુનો ઉછાળો
લાંબાગાળાના રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરીને મોટો ફાયદો મેળવ્યો છે, કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં તે 14,000 ટકાથી વધુ વધ્યો છે. 32,000 કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે. FPO દ્વારા મંદી બાબા રામદેવની માલિકી હેઠળની પતંજલિ આયુર્વેદને મદદ કરશે. જે રુચિ સોયાની પણ માલિકી ધરાવે છે, તે મિનિમમ શેરહોલ્ડિંગ ધોરણોનું પાલન કરવામાં મદદ કરશે. ઑગસ્ટ 2021માં, ફર્મને FPO લૉન્ચ કરવા માટે મૂડી બજારના નિયમનકાર સેબીની મંજૂરી મળી હતી. તેણે જૂન 2021માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હતો.
આવકની ઉપયોગ
રુચિ સોયા ચોક્કસ બાકી લોનની ચુકવણી કરીને તેની વધતી જતી કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ દ્વારા કંપનીના વ્યવસાયને આગળ વધારવા માટે સમગ્ર ઇશ્યૂની આવકનો ઉપયોગ કરશે. MarketsMojo અનુસાર, કંપનીની સેવા દેવાની ક્ષમતા ઓછી છે કારણ કે તેની પાસે EBITDA રેશિયોનું દેવું વધારે છે. ઉપરાંત, સ્ટોક હવે ટેક્નિકલ રીતે 'માઇલ્ડલી બેરિશ' રેન્જમાં છે.
બુધવારે શેરની કિંમત
આજે (16 માર્ચ)ના રોજ સવારે 10:24 વાગ્યે રુચિ સોયા શેર 1.90 ટકા એટલે કે 20.70 રૂપિયાના ઘટાડા સાથે 1,070.05 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
એડિબલ ઓઇલ (ખાદ્ય તેલ) ફર્મ રુચિ સોયા (Ruchi Soya) 4,300 કરોડ રૂપિયા એકઠા કરવા માટે ફૉલો ઑન પબ્લિક ઑફર (FPO) લાવી રહી છે. ફૉલો ઑન ઇશ્યૂ 24 માર્ચના રોજ ખુલશે અને 28મી માર્ચ, 2022ના રોજ બંધ થશે. સેબીએ ઓગસ્ટ 2021માં રુચી સોયાને આ માટે મંજૂરી આપી હતી. આ ઑફર રુચિ સોયાની માલિકી બાબા રામદેવ (Baba Ramdev)ની આગાવેની હેઠળની પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurveda) પાસે છે.
કંપનીએ જૂન 2021માં આ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા હતા. અહીં નોંધવું રહ્યું કે પતંજલિ આયુર્વેદ તરફથી ફડચાની પ્રક્રિયા દરમિયાન રુચિ સોયાની ખરીદી કરવામાં આવી હતી. હાલ રુચિ સોયાની 99 ટકા માલિકી તેના પ્રમોટર્સ પાસે છે. રુચિ સોયા સોયા આધારિત વિવિધ વસ્તુઓની એક અગ્રણી કંપની છે. Nutrela તેની જ એક બ્રાન્ડ છે. આ બ્રાન્ડને રૂચિ સોયાએ વર્ષ 1980માં લોંચ કરી હતી. પતંજલિ ગ્રુપ તરફથી રુચિ સોયાને ખરીદી લેવામાં આવતા કંપનીને આખા દેશમાં ફેલાયેલા પતંજલિના નેટવર્કનો ફાયદો મળ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર