Home /News /business /Ruchi Soya FPO: બીજા દિવસે 24% સબસ્ક્રાઈબ થયો રુચિ સોયા ઈશ્યૂ, બાબા રામદેવની કંપનીમાં રોકાણકારોને ઓછો રસ

Ruchi Soya FPO: બીજા દિવસે 24% સબસ્ક્રાઈબ થયો રુચિ સોયા ઈશ્યૂ, બાબા રામદેવની કંપનીમાં રોકાણકારોને ઓછો રસ

રુચિ સોયા એફપીઓ

Ruchi Soya FPO: રુચિ સોયાના એફપીઓમાં શેરની કિંમત તેની બજાર કિંમત કરતા ઘણી ઓછી છે. તેથી વિશ્લેષકો આ ઈશ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. જોકે, રોકાણકારો બાબાની કંપની પર વિશ્વાસ કરી શકતા નથી.

નવી દિલ્હી: રુચિ સોયા (Ruchi Soya)ના એફપીઓ (FPO)ના બીજા દિવસે પણ રોકાણકારોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો. રોકાણકારોના નબળા પ્રતિસાદને કારણે બે દિવસ પૂર્ણ થયા પછી પણ તે 100% સબ્સ્ક્રાઇબ થઈ શક્યો નથી. કંપનીનો ઈશ્યૂ 24 માર્ચે ખુલ્યો હતો. 25 માર્ચ સુધી કંપનીનો ઈશ્યૂ માત્ર 24% જ સબસ્ક્રાઈબ થઈ શક્યો હતો. FPO હેઠળ કંપનીએ 4,89,46,260 શેર ઓફર કર્યા છે. બે દિવસ સુધીમાં માત્ર 1,19,79,975 શેરની જ હરાજી થઈ શકી છે. પતંજલિ રૂચિ સોયામાં 98.9% હિસ્સો ધરાવે છે. આ ઈશ્યૂ પછી પતંજલિનું શેરહોલ્ડિંગ ઘટીને 81% થઈ જશે. સેબીના લઘુત્તમ શેરહોલ્ડિંગથી જોડાયેલા નિયમને કારણે પતંજલિએ તેનું શેરહોલ્ડિંગ ઘટાડીને 75% સુધી લાવવાની જરૂર પડી શકે છે.

એનાલિસ્ટ ચુસ્ત, નિવેશક સુસ્ત


રુચિ સોયાના એફપીઓમાં શેરની કિંમત તેની બજાર કિંમત કરતા ઘણી ઓછી છે. તેથી વિશ્લેષકો આ ઈશ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. જોકે, રોકાણકારો બાબાની કંપની પર વિશ્વાસ કરી શકતા નથી. કંપની ઇશ્યૂમાંથી એકત્ર થયેલા ફંડનો ઉપયોગ દેવું ચૂકવવા અને તેની બેલેન્સ શીટને મજબૂત કરવા માટે કરશે.

28 માર્ચ સુધી કરી શકે છે રોકાણ


રુચિ સોયા (Ruchi Soya) રોકાણકારો સસ્તા ભાવે શેર ખરીદવાની તક આપી રહી છે. કંપનીની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)માં 28 માર્ચ સુધી રોકાણ કરી શકાય છે. રુચિ સોયા યોગ ગુરુ બાબા રામદેવની માલિકીની પતંજલિ ગ્રુપની કંપની છે.

કર્મચારીઓ બતાવી રહ્યા છે વધુ દિલચસ્પી


એફપીઓના બીજા દિવસ સુધી રિટેલ રોકાણકારોનો ક્વોટા 26 ટકા સુધી ભરાઈ ગયો હતો. કંપનીના કર્મચારીઓ માટે નક્કી કરાયેલો ક્વોટા 2.59 ગણો ભરાયો હતો. ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ અને નોન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સે પણ બિડીંગ કરવાનુ શરૂ કર્યું છે. તેમના માટે પૂર્વ નિર્ધારિત ક્વોટા અનુક્રમે 1 ટકા અને 5 ટકા છે.

615થી 650 રૂપિયા છે પ્રાઈસ બેન્ડ


રુચિ સોયા આ ઓફર દ્વારા 4300 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. તેમાંથી તેણે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1,290 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ પ્રતિ શેર 615થી 650 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. શુક્રવારે બપોરે 12:30 વાગ્યે રુચિ સોયાના શેરની કિંમત 875 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. કંપની રોકાણકારોને 26 ટકાના ડિસ્કાઉન્ટ પર તેના શેર ખરીદવાની તક આપી રહી છે.

ઓછામાં ઓછા 13,650 રપિયાનુ કરવુ પડશે રોકાણ


આ એફપીઓ (FPO)માં રોકાણ કરવા માટે તમારે ઓછામાં ઓછા 21 શેર માટે બિડ કરવાની રહેશે. પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે આ FPOમાં ઓછામાં ઓછા રૂ. 13,650નું રોકાણ કરવું પડશે. જો તમે ઈચ્છો તો તમે 21 ના ​​ગુણાંકમાં વધુ શેર માટે બિડ કરી શકો છો.

એફપીઓનો ઉદ્દેશ્ય પ્રમોટરના ભાગમાં ઘટાડો કરવાનો


આ FPOનો ઉદ્દેશ્ય કંપનીમાં પ્રમોટરનો હિસ્સો ઘટાડવાનો છે. સેબીના નિયમો પ્રમાણે રુચિ સોયા માટે પ્રમોટરનો હિસ્સો 75 ટકા સુધી ઘટાડવો ફરજિયાત છે. હાલમાં કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 98 ટકાથી વધુ છે.

ઓફર વિશે જાણો એક્સપર્ટના મત


શેરઈન્ડિયાના વાઇસ-પ્રેસિડેન્ટ અને રિસર્ચ હેડ રવિ સિંઘે રોકાણકારોને આ ઓફરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તે જણાવે છે કે, જ્યારે કંપનીની ફાઈનાન્શિયલ સ્થિતિ થોડી નબળી લાગે છે, ત્યારે તેના મજબૂત આધાર અને બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને આ એફપીઓમાં રોકાણ કરવું સારું રોકાણ છે. કંપનીના ઉત્પાદનોની સારી માંગ છે.

આ પણ વાંચો: નુકસાન ટાળવા 31મી માર્ચ પહેલા જ પૂર્ણ કરી આ 8 કામ

તેમણે કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત સપ્લાયને પણ અસર થઈ છે. ભારત રશિયા અને યુક્રેનમાંથી 90 ટકા સૂર્યમુખીની આયાત કરે છે. મોટાભાગની ખાદ્યતેલ બ્રાન્ડ્સમાં સૂર્યમુખીનો હિસ્સો 15 ટકા છે.

સેન્ટ્રમ વેલ્થ મેનેજમેન્ટના દેવાંગ મહેતાએ જણાવ્યું હતું કે રુચિ સોયા સોયાબીન માર્કેટ, સોયાબીન મસ્ટર્ડ ઓઈલ અને આવા અન્ય ઉત્પાદનોમાં મુખ્ય ખેલાડી છે. રોકાણકારોએ આવી પ્રોડક્ટ્સ ધરાવતી કંપનીઓમાં સારો રસ દાખવ્યો છે. તેથી આ એફપીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. રુચિ સોયા તેના રુચી ગોલ્ડના વર્ષમાં માર્કેટ લીડર છે.

આ પણ વાંચો: SIP એટલે શું? મ્યુચ્યુઅલ ફંડમાં SIPથી રોકાણના શું ફાયદા થાય? 

આશિકા સ્ટોક બ્રોકિંગે જણાવ્યું છે કે રુચિ સોયાની બ્રાન્ડ રિકોલ સ્ટ્રોન્ગ છે. તેનું ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક મજબૂત છે. સારા ફાઈનાન્શિયલ રેકોર્ડ અને આરઓઈ (RoE) ને ધ્યાનમાં રાખી આ એફપીઓ (FPO) આકર્ષક લાગે છે. રોકાણકારો લાંબા ગાળાના લક્ષ્યમાં આ ઓફરમાં રોકાણ કરી શકે છે.
First published:

Tags: Investment, IPO, Ruchi Soya, પતંજલી, બાબા રામદેવ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો