Home /News /business /બાબા રામદેવની મોટી જાહેરાત! બહુ ઝડપથી લાવીશું પતંજલિનો IPO

બાબા રામદેવની મોટી જાહેરાત! બહુ ઝડપથી લાવીશું પતંજલિનો IPO

ફાઇલ તસવીર.

Ruchi Soya FPO: તંજલિના વધતા વેપાર અંગે બાબા રામદેવે કહ્યું કે, અમે 2025 સુધીમાં એચયૂએલને પણ પાછળ છોડી દેવાની યોજના પર કામ કરી રહ્યા છીએ.

    નવી દિલ્હી: બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે (Patanjali ayurved limited) તેની સહયોગી કંપની રૂચિ સોયા (Ruchi Soya)ના FPOનું એલાન કર્યુ છે. એટલું જ નહીં પતંજલિ એફએમસી સેક્ટર (FMC Sector)માં હિંદુસ્તાન યૂનિલિવર લિમિટેડ જેવી કંપનીઓને પાછળ છોડવાની પણ તૈયારી કરી રહી છે. કંપનીની યોજનાઓ અંગે બાબા રામદેવે (Baba Remdev on Patanjali IPO) જણાવ્યું કે, અમે એચયૂએલ સિવાય તમામ કંપનીને પાછળ છોડી દીધી છે. હાલ એચયૂએલ જ અમારાથી મોટી કંપની છે. પતંજલિના વધતા વેપાર અંગે બાબા રામદેવે કહ્યું કે, અમે 2025 સુધીમાં એચયૂએલને પણ પાછળ છોડી દેવાની યોજના પર કામ કરી રહ્યા છીએ.

    પતંજલિ 5 વર્ષમાં 5 લાખ લોકોને આપશે રોજગારી

    બાબા રામદેવે જણાવ્યું કે, પતંજલિએ 5 વર્ષમાં 5 લાખ લોકોને રોજગારી આપી છે. અમે આગામી 5 વર્ષમાં નવા 5 લાખ લોકોને રોજગારી આપીશું. તેમણે કહ્યું કે, અમે 2 લોકોથી શરૂ કર્યા બાદ યોગાને 200 દેશો સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે. અમે 100થી વધુ શોધ આધારિત દવાઓ તૈયાર કરી છે. એટલું જ નહીં અમે રૂચિ સોયાના વેપારને વધારી 16,318 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધો છે. અમે રૂચિ સોયાને 24.4 ટકાની ઝડપથી આગળ લાવ્યા છીએ. આગળ કંપની પૂરૂ ધ્યાન રિસર્ચ, હેલ્થ, શિક્ષા અને કૃષિ પર આપશે. પતંજલિનો વેપાર નાણાંકીય વર્ષ 2020-21માં લગભગ 30,000 કરોડ રૂપિયા રહ્યો છે.

    આ પણ વાંચો: ભુજ નગરપાલિકાના કર્મીનો દીવાલ પર લોહીથી સુસાઇટ નોટ લખી આપઘાત- જાણો આખો મામલો

    રૂચિ સોયા લાવશે 4300 કરોડનો FPO

    બાબા રામદેવે આગળ જણાવ્યું કે પતંજલિની ક્ષમતામાં વધારો સતત ચાલુ છે. હવે અમે પોષણવાળા ઉત્પાદનો પર ધ્યાન આપી રહ્યા છીએ. મહિલાઓ સાથે જોડાયેલ હેલ્થકેર પ્રોડક્ટ પર પણ ભાર અપાઇ રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે, રૂચિ સોયાને એફએમસીજી કંપની બનાવશે. અમે રૂચિ સોયા જેવી કંપની ટર્નઅરાઉન્ડ કરી છે.

    આ પણ વાંચો: પાવાગઢ રોપ વેની ટિકિટમાં વધારો કરાયો, જાણો હવે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે 

    બાબા રામદેવે વધુમાં જણાવ્યું હતું કે, અમે 4,300 કરોડ રૂપિયાનો એફપીઓ લાવી રહ્યા છીએ. આ દરમિયાન કહ્યું કે અમે જલદી જ તમને પતંજલિના આઇપીઓ અંગે સમાચાર આપીશું. બાબા રામદેવે કહ્યું કે, પતંજલિ ગૃપનું લક્ષ્ય પોતાની કંપનીઓને દેવા મુક્ત કરવાનું છે.
    First published:

    Tags: Business, FPO, IPO, Ruchi Soya, Share market, પતંજલી, બાબા રામદેવ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો