Home /News /business /

બાબા રામદેવની Ruchi Soya ફેબ્રુઆરીના અંત સુધીમાં લાવશે 4,300 કરોડ રૂપિયાનો FPO

બાબા રામદેવની Ruchi Soya ફેબ્રુઆરીના અંત સુધીમાં લાવશે 4,300 કરોડ રૂપિયાનો FPO

રુચિ સોયા લાવશે FPO

Ruchi Soya FPO: સેબીના નિયમ પ્રમાણે લિસ્ટેડ કંપનીઓમાં ઓછામાં ઓછું 25 ટકા પબ્લિક હોલ્ડિંગ હોવું જોઈએ. રુચિ સોયા આ જ નિયમ હેઠળ 4,300 કરોડ રૂપિયા એકઠા કરવા માટે FPO લાવી રહી છે.

    નવી દિલ્હી. એડિબલ ઓઇલ (ખાદ્ય તેલ) ફર્મ રુચિ સોયા (Ruchi Soya) 4,300 કરોડ રૂપિયા એકઠા કરવા માટે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ફોલો ઓન પબ્લિક ઑફર (FPO) લાવી શકે છે. રુચિ સોયાની માલિકી બાબા રામદેવ (Baba Ramdev)ની આગાવેની હેઠળની પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurveda) પાસે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે રુચિ સોયાને સેબી (SEBI)એ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં FPO માટે મંજૂરી આપી હતી.

    કંપનીએ ગત વર્ષે ડ્રાફ્ટ પેપર જમા કર્યા હતા

    કંપનીએ જૂન 2021માં આ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા હતા. અહીં નોંધવું રહ્યું કે પતંજલિ આયુર્વેદ તરફથી ફડચાની પ્રક્રિયા દરમિયાન રુચિ સોયાની ખરીદી કરવામાં આવી હતી. હાલ રુચિ સોયાની 99 ટકા માલિકી તેના પ્રમોટર્સ પાસે છે. રુચિ સોયાના શેર શુક્રવારે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ 4.08 ટકા વધીને 843.25 રૂપિયા પ્રતિ શેરના ભાવે બંધ રહ્યા હતા.

    શું છે સેબીનો નિયમ?

    સેબીના નિયમ પ્રમાણે લિસ્ટેડ કંપનીઓમાં ઓછામાં ઓછું 25 ટકા પબ્લિક હોલ્ડિંગ હોવું જોઈએ. રુચિ સોયા આ જ નિયમ હેઠળ 4,300 કરોડ રૂપિયા એકઠા કરવા માટે FPO લાવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીની FPOને લઈને તૈયારી આખરી તબક્કામાં છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં એફપીઓ આવી શકે છે.

    આ પણ વાંચો: અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે અને ભારતમાં સેન્સેક્સમાં ગાબડું!

    નાણાનો ઉપયોગ

    ડ્રાફ્ટ પેપર પ્રમાણે FPOથી મળનારી રકમની ઉપયોગ કંપનીના બિઝનેસને આગળ વધારવા, દેવું ચૂકવવા અને દૈનિક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે.

    આ પણ વાંચો: LIC IPO: પોલિસીધારકોને LICના IPO પર મળી શકે છે ડિસ્કાઉન્ટ

    પતંજલિ આયુર્વેદે 4,350 કરોડ રૂપિયામાં ખરીદી હતી રુચિ સોયા

    રુચિ સોયાને દેવાળિયા પ્રક્રિયા મારફતે પતંજલિ આયુર્વેદે વર્ષ 2019માં 4350 કરોડ રૂપિયામાં ખરીદી હતી. દેવાળિયાની પ્રક્રિયા દરમિયાન રુચિ સોયા શેર બજારમાં લિસ્ટેડ કંપની હતી. હાલ કંપનીની 99 ટકા ભાગીદારી પ્રમોટર્સ પાસે છે. કંપનીએ FPOના આ રાઉન્ડમાં આશરે 9 ટકા જેટલી ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર્સ માટે લાવવાની છે.

    રુચિ સોયાનો શેર

    SEBIના નિયમ પ્રમાણે પ્રમોટર્સને પોતાનો હિસ્સો ઘટાડીને 75 ટકા લાવવા સુધી ત્રણ વર્ષનો સમય મળે છે. રુચિ સોયાના શેર શુક્રવારે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ 4.08 ટકા વધીને 843.25 રૂપિયા પ્રતિ શેરના ભાવે બંધ રહ્યા હતા. રુચિ સોયા શેરની 52 અઠવાડિયાની ટોચની સપાટી 1,376.70 રૂપિયા છે, જ્યારે 52 અઠવાડિયોની લૉ સપાટી 629.15 રૂપિયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: IPO, SEBI, પતંજલી, બાબા રામદેવ

    આગામી સમાચાર