જો તમારું પોસ્ટ ઓફિસમાં ખાતુ હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. પોસ્ટ ઓફિસના ગ્રાહક ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (Electronic Fund Transfer) કરી શકશે. ગ્રાહકો હવે RTGS ની સુવિધાનો લાભ લઈ શકે છે. ગ્રાહકો હવે પહેલા કરતા પણ સરળતાથી ઓનલાઈન નાણાંકીય લેવડ દેવડ કરી શકશે. 31 મેથી સરકારે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ધરાવતા ગ્રાહકો (Post Office Savings Account Holders) માટે એક નવી સુવિધાની શરૂઆત કરી છે.
31 મેથી પોસ્ટ ઓફિસ (Post Office Savings Account)ના ગ્રાહકો નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સુવિધાનો લાભ લઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ, પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ ધરાવતા ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ (Internet Banking) સુવિધાની મદદથી અન્ય બેન્કથી પોસ્ટ ઓફિસના ખાતામાં પૈસા મોકલી શકે છે.
પોસ્ટ ઓફિસે આ અંગે સૂચના જાહેર કરીને જણાવ્યું છે કે, NEFT ની સર્વિસ 18 મેથી શરૂ થઈ ગઈ છે. ગ્રાહકોને RTGS ની સર્વિસ 31 મે 2022 થી મળશે. આ સુવિધાથી પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ (Post office Savings account) ધરાવતા ગ્રાહકો સરળતાથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર (Online Transfer Money) કરી શકશે.
રૂ. 2 લાખથી વધુ અને મહત્તમ નાણાંકીય મર્યાદા સુધીના વ્યવહાર માટે રૂ.25 + GST.
NEFT શું છે?
નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) એક ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે, જેનો ઉપયોગ વર્ષના 365 દિવસ 24 કલાક ઉપયોગ કરી શકાય છે. RBI (Reserve Bank of India) દ્વારા અડધા કલાકની બેચમાં બેન્કો વચ્ચે પરસ્પર નાણાકીય લેવડ દેવડ માટે મંજૂરી આપવામાં આવે છે.
RTGS શું છે
રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ RTGS એક ફંડ ટ્રાન્સફર સેટલમેન્ટ સિસ્ટમ છે. આ સુવિધા હેઠળ વ્યક્તિગત ફંડ ટ્રાન્સફર નિર્દેશ નક્કી કરવામાં આવે છે. તથા આ સુવિધાનો ઉપયોગ વર્ષના 365 દિવસ 24 કલાક ઉપયોગ કરી શકાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર