રિલાયન્સ બંગાળમાં રૂ. 5000 કરોડનું રોકાણ કરશે: અંબાણી

News18 Gujarati
Updated: January 16, 2018, 5:14 PM IST
રિલાયન્સ બંગાળમાં રૂ. 5000 કરોડનું રોકાણ કરશે: અંબાણી
આરઆઈએલ રાજ્યમાં દૂરસંચાર વ્યાપારમાં 15000 કરોડ રોકાણ કરી ચુક્યું છે...

આરઆઈએલ રાજ્યમાં દૂરસંચાર વ્યાપારમાં 15000 કરોડ રોકાણ કરી ચુક્યું છે...

  • Share this:
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ આજે જણાવ્યું કે, તેમની કંપની પશ્ચિમ બંગાળમાં 5000 કરોડનું રોકાણ કરશે. આ રોકામ પેટ્રોલિયમ અને રિટેલ માર્કેટમાં કરવામાં આવશે. કલકત્તામાં આયોજિત બે દિવસીય બંગાળ બિઝનેસ સમિટમાં અંબાણીએ કહ્યું કે, આ રોકાણ આવનાર ત્રણ વર્ષમાં કરવામાં આવશે. રાજ્યમાં મોબાઈલ ફોન અને સેટઅપ બોક્સનું મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, આરઆઈએલ રાજ્યમાં દૂરસંચાર વ્યાપારમાં 15000 કરોડ રોકાણ કરી ચુક્યું છે. અંબાણીએ કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્વમાં રાજ્યમાં અનુકુળ વ્યાપારના કારણે આ સંભવ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલના લક્ષ્મી નિવાસ મિત્તલ, જેેસડબલ્યૂના સજ્જન જિંદાલ, ફ્યૂચર સમૂહના કિશોર બિયાની, કોટક સમૂહના ઉદય કોટક અને આરપી-સંજીવ ગોયનકા સમૂહના ચેરમેન સંજાવ ગોયનકા સહિત કેટલાએ અન્ય મોટા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
First published: January 16, 2018
વધુ વાંચો
अगली ख़बर