Home /News /business /

10 કરોડ લોકોના ખાતામાં દર મહિને જમા થશે 3000 રૂપિયા, જાણો PMSYM સ્કીમ

10 કરોડ લોકોના ખાતામાં દર મહિને જમા થશે 3000 રૂપિયા, જાણો PMSYM સ્કીમ

કેટલા વર્ષમાં ત્રણ ગણા થઈ જશે પૈસા - રૂલ્સ 114 - તમે રૂલ્સ 114 દ્વારા જાણી શકો છો કે, તમારા પૈસા કેટલા વર્ષમાં ત્રણ ગણા થશે. તેના માટે 114ને વ્યાજના દર સાથે ભાગવાના રહેશે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PMSYM) તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે

    ન્યૂઝ18 ગુજરાતી: જો તમે સરકારની પેન્શન સ્કીમનો લાભ ઉઠાવવા માગો છો તો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PMSYM) તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. આ યોજના સાથે જોડાયેલા દરેક વ્યક્તિને 60 વર્ષની ઉંમર બાદ 3 હજાર રૂપિયા પેન્શન મળશે. આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રે કામ કરનારા દરેક વ્યક્તિને મળશે, જેની માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી છે. સરકારનો દાવો છે કે, આ યોજના હેઠળ આવનારા 5 વર્ષમાં અસંગઠિત ક્ષેત્રે 10 કરોડ કર્મચારીઓને લાભ થશે.

    પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PMSYM)નો લાભ લેનારા વ્યક્તિની ઉંમર જો 29 વર્ષ હોય તો દર મહિને આ યોજનામાં 100 રૂપિયા જમા કરાવવાના રહેશે. ત્યાં જ, જો કર્મચારીની ઉંમર 18 વર્ષ હોય તો તેને દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે. 40 વર્ષના વ્યક્તિએ આ યોજનાનો લાભ લેવા માટે 200 રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે. આ રકમ 60 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ભરવાની રહેશે. આ સ્કીમ નાણાંકીય વર્ષ 2018-19થી લાગુ થઇ ગઇ છે.

    આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ રિલીઝ કર્યો 20 રૂપિયાનો સિક્કો, જાણો શું હશે ખાસ

    આ યોજનાનો લાભ એ લોકોને મળશે જેમની આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે. આ યોજના હેઠળ પાટા લગાડનારા, રિક્ષાચાલક, મજૂરો, કૃષિ કામદાર, ચામડાનું કામ કરતાં લોકો અને અન્ય કાર્યો સાથે જોડાયેલા અસંગઠિત ક્ષેત્રના કામદારોને આવરી લેવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन