Home /News /business /

2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ, 500ની નોટોનું પ્રિન્ટિંગ વધારાયું

2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ, 500ની નોટોનું પ્રિન્ટિંગ વધારાયું

    રોકડની અછતને દૂર કરવા માટે રિઝર્વ બેંકે હવે રૂ. 500ની નોટોનું પ્રિન્ટિંગ વધારી દીધું છે. આ સાથે જ બેંકે રૂ. 2000ની નવી નોટ બહાર પાડવા પર રોક લગાવી દીધી છે. આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગનું કહેવું છે કે સિસ્ટમમાં આશરે 7 કરોડ રૂપિયાની રૂ. 2000ની નોટ ઉપલબ્ધ છે. દેશમાં લેવડ દેવડ માટે રૂ. 500, રૂ. 200 અને રૂ. 100ની કરન્સી સરળતાથી હાજર છે.

    ડિમાન્ડ પૂરી કરવા રૂ. 500ની ત્રણ હજાર કરોડ નોટ છાપવામાં આવી રહી છે

    વધારાની ડિમાન્ડ પૂરી કરવા માટે રૂ. 500ની દરરોજ રૂ. 3000 કરોડની કિંમતની નોટો છાપવામાં આવી રહી છે. દેશમાં હવે કેશની સ્થિતિ પહેલાથી સારી છે. બીજી તરફ વ્યાજદરોમાં વધારો થવાની આશા પર ગર્ગે કહ્યું કે, અર્થતંત્રનું માળખું હાલમાં એવું નથી કે વ્યાજદરમાં વધારો કરી શકાય. આ સમયે મોંઘવારીમાં કોઈ વધારે વૃદ્ધિ નથી તેમજ ઉત્પાદનમાં પણ વધારે ગ્રોથ નજરે નથી પડી રહ્યો.

    85 ટકા એટીએમ કામ કરી રહ્યા છેઃ આર્થિક બાબતોના સચિવ

    ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ગર્ગે કહ્યું કે, દેશમાં ગત અઠવાડિયે રોકડની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે દેશમાં 85 ટકા એટીએમ કામ કરી રહ્યા છે. કુલ મળીને દેશમાં કેશની સ્થિતિ સાવ સામાન્ય છે. બેંકોમાં પૂરતી સંખ્યામાં કેશ છે. હાલ કેશની સપ્લાય કરવામાં આવી રહી છે તેમજ વધારાની માંગ પણ પૂરી કરવામાં આવી રહી છે. હાલ દેશમાં કેશની કોઈ અછત નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 3000 crore, 500 notes, Cash Crunch, Currency printing, Economic Affairs Secretary, Note printing, Rs 2000 notes, Subhash Chandra Garg

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन