ન્યૂઝ18 ગુજરાતી: 2000 રૂપિયાની નોટ પર આર્થિક મામલાઓના સચિવે કહ્યું કે આ માત્ર પર્યાપ્તથી વધુ છે. હાલમાં 2000 રૂપિયાની નોટીની પ્રિન્ટિંગને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો. આપને જણાવી દઈએ કે બે વર્ષ પહેલાં નોટબંધી બાદ જાહેર કરાયેલી 2000 રૂપિયાની કરન્સી નોટનું પ્રિન્ટિંગ 'ન્યૂનતમ સ્તર પર' આવી ગયું છે.
આર્થિક મામલાઓના સચિવે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અનુમાનિત જરૂર મુજબ નોટોનું પ્રિન્ટિંગની યોજના બને છે. સિસ્ટમમાં કુલ સર્કુલેશનના 35 ટકા 2000 રૂપિયાની નોટ છે. આ માત્રા પર્યાપ્તથી વધુ છે. હાલમાં 2000 રૂપિયાની નોટીનું પ્રિન્ટિંગને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો.
Printing of notes is planned as per the projected requirement. We have more than adequate notes of Rs 2000 in the system with over 35% of notes by value in circulation being of Rs 2000. There has been no decision regarding 2000 rupee note production recently.
શું છે મામલો? મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિઝર્વ બેંક અને સરકાર સમય સમય પર કરન્સીની પ્રિન્ટિંગની માત્રા પર નિર્ણય લે છે. આ નિર્ણય ચલણમાં કરન્સીની ઉપલબ્ધતાના હિસાબથી કરવામાં આવે છે. જે સમયે 2000ની નોટ જાહેર કરવામાં આવી હતી ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધીમે-ધીમે તેના પ્રિન્ટિંગનું કામ કરવામાં આવશે. 2000ની નોટને જાહેર કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય પ્રણાલીમાં ત્વરિત રોકડ ઉપલબ્ધ કરાવવાનો હતો.
અધિકારીએ જણાવ્યું કે, 2000ની નોટોનું પ્રિન્ટિંગ ઘણું ઓછું કરી દેવામાં આવ્યું છે. 2000ની નોટોનું પ્રિન્ટિંગને ન્યૂનતમ સ્તરે લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના આંકડામાં માર્ચ 2007ના અંત સુધી 328.5 કરોડ એકમ 2000ની નોટ ચલણમાં હતી. 31 માર્ચ 2018ના અંત સુધી આ નોટોની સંખ્યા સામાન્ય વધીને 336.3 કરોડ એકમ પર પહોંચી ગઈ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર