Home /News /business /RR Kabel IPO: રુપિયા તૈયાર રાખજો, આ કંપની લાવી રહી છે તગડી કમાણીનો મોકો
RR Kabel IPO: રુપિયા તૈયાર રાખજો, આ કંપની લાવી રહી છે તગડી કમાણીનો મોકો
શેરબજારમાં તગડી કમાણીનો મોકો મળી રહ્યો છે, તૈયારી રાખજો.
RR Kabel IPO: શેરબજારમાં તગડું રિટર્ન મેળવવાનો એક રસ્તો એટલે આઈપીઓ માર્કેટ છે. જેમાં યોગ્ય આઈપીઓમાં રોકાણ કરીને તમે તગડો નફો મેળવી શકો છો. આ પહેલા આવેલા મોકા જો તમે ચૂકી ગયા છો તો ફરી એકવાર માર્કેટમાં તગડો નફો રળી લેવા માટે આ કંપનીના આઈપીઓ સ્વરુપે મોકો મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ શેરબજારમાં રોકાણકારો માટે કમાણીનો વધુ એક મોકો આવી રહ્યો છે. હકીકતમાં કેબલ બનાવતી કંપની આર આર કાબેલ (RR Kabel) પોતાનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે IPO લઈને આવવાનો પ્લાન ધરાવે છે. આરઆર ગ્લોબલ ગ્રુપની કંપની આરઆર કાબેલ આગામી મે મહિનામાં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસે આરંભિક દસ્તાવેજ દાખલ કરશે.
આરઆર ગ્લોબલના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રીગોપાલ કાબરાએ પીટીઆઈ સાથે વાત કરતાં જણાવ્યું કે આરઆર કાબેલ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં પોતાનો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે કંપનીનું લક્ષ્ય 2025-26 સુધી, આગામી ત્રણ વર્ષમાં કારોબારને લગભગ બે ગણો એટલે કે 11 હજાર કરોડ રુપિયાનો કરવાનો પ્લાન છે.
કાબરાએ કહ્યું કે ઓક્ટોબર-નવેમ્બર 2024 સુધી આઈપીઓ લાવવા માટે સેબી પાસે દસ્તાવેજ મે મહિનામાં જ જમા કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે આરઆર કાબેલનો રેવન્યુ 2021-22માં 4800 કરોડ રુપિયાની આસપાસ હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં તેમાં લગભગ 25 ટકા જેટલો વધારો થવાની શક્યતા સાથે 6000 કરોડ રુપિયા રહેવાનું અનુમાન છે.
તો બીજી તરફ રિયલ એસ્ટેટ કંપની સિગ્નેચર ગ્લોબલ આ મહિનાના અંત સુધીમાં પોતાના 1 હજાર કરોડ રુપિયાનો આઈપીઓ લાવી શકે છે. સિગ્નેચર ગ્લોબલ ઇન્ડિયા લિ.ને 24 નવેમ્બરે સેબી પાસેથી આઈપીઓ લાવવા માટે મંજૂરી મળી ગઈ છે. કંપનીએ જુલાઈ મહિનામાં આઈપીઓ માટે દસ્તાવેજ જમા કરાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે કંપની જલ્દી જ નવા દસ્તાવેજો જમા કરાવશે કેમ કે કંપનીની ઈચ્છા છે કે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તેઓ માર્કેટમાં ઉતરવા માગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર