Home /News /business /

12 જાન્યુઆરીએ રોયલ એનફીલ્ડ લાવી રહી છે નવુ બાઈક, જાણો શું હશે કિંમત?

12 જાન્યુઆરીએ રોયલ એનફીલ્ડ લાવી રહી છે નવુ બાઈક, જાણો શું હશે કિંમત?

પાવરફુલ બાઈક બનાવનાર ભારતીય કંપની રોયલ એનફીલ્‍ડ 12 જાન્યુઆરીએ ભારતમાં નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. આ રોયલ એનફીલ્ડ Himalayan Fi બાઈક 2018નું મોડલ હશે. આ નવા બાઈકની તસવીરો ઓનલાઈન વાયરલ થઈ રહી છે.

અપડેટેડ બાઈક નવા પેન્ટ સ્કીમ સાથે આવશે. જણાવી દયે કે આ રોયલ એનફીલ્ડ હિમાલયન કંપનીની પહેલી ઓફ રોડ બાઈક છે. આ સિવાય ભારતીય બજારમાં કોઈ પણ અન્ય કંપની આ કિંમતમાં ઓફ રોડ બાઈક નથી વેચતી.



બાઈકનું એન્જીન અને ફીચર્ચ

બાઈકના એન્જીન વિશે વાત કરવામાં આવે તો 2018માં કોઈ બદલાવ નહીં કરવામાં આવે. આ બાઈકમાં પહેલાની જેમ જ 411ccનું એન્જીન મળશે. જો 24.5 બીએચપીનો પાવર અને 32 એનએમની ટોર્ક જનરેટ કરશે. બાઈકના ફ્રન્ટ વ્હીલમાં 300 એમએમની ડિસ્ક બ્રેક અને રિયર વ્હીલમાં 240એમએમની ડિસ્ક બ્રેક મળે છે.

આ વખતે કંપનીએ બાઈકમાં એબીએસ (એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ)નો વિકલ્પના રૂપમાં આપી શકે છે. બાઈકનું ફ્રંટ વ્હીલ 21 ઇંચનું હશે. આ સિવાય લાંબી વિંડસ્ક્રીન, વધારે જાણકારીવાળુ ઇન્સ્ટ્રીમેન્ટ કલ્સ્ટર આપવામાં આવશે. આ બાઈકની કિંમત 1.7 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હશે.
First published:

Tags: Royal enfield

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन