રૉયલ એનફીલ્ડ લાવી રહ્યું છે નવું બાઇક, પેટ્રોલ-માઇલેજના ટેન્શનથી મુક્તિ!

News18 Gujarati
Updated: November 29, 2019, 9:37 AM IST
રૉયલ એનફીલ્ડ લાવી રહ્યું છે નવું બાઇક, પેટ્રોલ-માઇલેજના ટેન્શનથી મુક્તિ!
રૉયલ એનફીલ્ડની બૉબર 830 Concept KX

આ બાઇક 'Royal Enfield 2.0'નો હિસ્સો, આગામી EICMAમાં લૉન્ચ થશે નવું બાઇક

  • Share this:
નવી દિલ્હી : ઇલેક્ટ્રિક વાહનોના વધતા ટ્રેન્ડને જોતાં મોટાભાગની વાહન ઉત્પાદન કરતી કંપનીઓ હવે આ સેગમેન્ટ તરફ વલણ રાખી રહી છે. બુલેટ (Bullet) જેવી દમદાર બાઇક્સ બનાવનારી કંપની રૉયલ એનફીલ્ડ (Royal Enfield) પણ હવે પોતાની ઇલેક્ટ્રિક બાઇક માર્કેટમાં ઉતારવાનો પ્લાન કરી રહી છે. મળતી માહિતી મુજબ, રૉયલ એનફીલ્ડ આગામી EICMAમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઇકનું કૉન્સેપ્ટ મૉડલ રજૂ કરશે.

આ ઇલેક્ટ્રિક બાઇક કંપનીના 'Royal Enfield 2.0'નો હિસ્સો હશે. ઈટી ઑટોના રિપોર્ટ મુજબ, કંપનીના નવી સીઈઓ વિનોદ દસારી (Vinod Dasari)નું કહેવું છે કે હાલની મંદી ખતમ થઈ ગઈ છે.

તેમનું માનવું છે કે, રૉયલ એનફીલ્ડનું વેચાણ હજુ વધશે. તેઓએ પ્રોડક્ટ્સની નવી રેન્જ આવવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથોસાથ તેઓએ ભારતની બહાર કેટલાક સ્મૉલ સ્કેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઊભા કરવાની પણ વાત કહી છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે કંપની આ સ્મૉલ સ્કેલ પ્લાન્ટ્સમાં નવી પ્રોડક્ટ્સ અને ઇલેક્ટ્રિક બાઇક્સ (Electric Bikes) ડેવલપ કરશે.

રૉયલ એનફીલ્ડ ક્લાસિક ઇલેક્ટ્રિક


દસારીનું કહેવું છે કે, અમે નવી પ્રોડક્ટસ, ઇલેક્ટ્રિક અને અન્ય ચીજો પર ખર્ચ કરીશું. એક અન્ય ઇન્ટરવ્યૂમાં રૉયલ એનફીલ્ડના સીઈઓએ કહ્યુ હતું કે, કંપનીના યૂકે ટેક્નોલોજી સેન્ટરમાં નવી પ્રોડક્ટ પર કામ ચાલી રહ્યું છે. કંપની પહેલાથી ઉપલબ્ધ મૉડલ્સને ઇલેક્ટ્રિક પાવરટ્રેનમાં ડેવલપ કરી રહી છે અને તેઓએ પોતે આ મૉડલને ચલાવ્યા પણ છે. રૉયલ એનફીલ્ડના બે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે, જેમાંથી એક યૂનાઇટેડ કિંગડમમાં છે અને બીજું ચેન્નઈમાં સ્થિત છે.

આ પણ વાંચો,Marutiની બમ્પર ઑફર! આ ગાડીઓ પર મળી રહ્યું છે 1 લાખથી વધુનું ડિસ્કાઉન્ટ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી મોટો રૅકોર્ડ બનાવ્યો! માર્કેટ કૅપ 10 લાખ કરોડને પાર
First published: November 29, 2019, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading