રોયલ એનફિલ્ડે આ કારણે પોતાની 7000 બાઇક્સ પરત ખેંચી

ભારતમાં બુલેટ નામથી પ્રખ્યાત બાઇક વેચનારી કંપની રોયલ એનફિલ્ડે પોતાની બાઇક ઇલેક્ટ્રાને રિકોલ કરવાનો નિર્ણય કર્યો

News18 Gujarati
Updated: May 7, 2019, 3:52 PM IST
રોયલ એનફિલ્ડે આ કારણે પોતાની 7000 બાઇક્સ પરત ખેંચી
બુલેટ ખરીદનારાઓ માટે મોટી ખબર! આ ખરાબીના કારણે 7000 બાઇક્સ કરી રિકોલ
News18 Gujarati
Updated: May 7, 2019, 3:52 PM IST
ભારતમાં બુલેટ નામથી પ્રખ્યાત બાઇક વેચનારી કંપની રોયલ એનફિલ્ડે પોતાની બાઇક ઇલેક્ટ્રાને રિકોલ કરવાનો નિર્ણય કર્યો છે. ઘણા ગ્રાહકોની ફરિયાદ પછી કંપનીએ 7000 યૂનિટ રિકોલ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના મતે આ બાઈકની બ્રેક કેલિપર પ્લેટમાં આવેલી ખામીના કારણે તેને રિકોલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રોયસ અનફિલ્ડની ઇલેક્ટ્રા BS-IV Compliant એન્જીન સાથે પણ આવે છે. છેલ્લા બે વર્ષમાં ઇલેક્ટ્રામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. રોયલ એનફિલ્ડે તેમા ઘણા ફીચર એડ પણ કર્યા છે.

શું છે મામલો?


કંપની તરફથી જારી કરેલ જાણકારી પ્રમાણે 20 માર્ચ 2019થી લઈને 30 એપ્રિલ 2019 વચ્ચે બનેલા ઇલેક્ટ્રાના મોડલ્સમાં મોટી ખામી જોવા મળી છે. કંપનીનું કહેવું છે કે આ બાઇકના બ્રેક કેલિપરમાં ગરબડ છે. જેથી તેને રિકોલ કરવામાં આવી રહી છે. કંપની તેને પાછી મંગાવીને પૂરી રીતે ઠીક કરીને ગ્રાહકોને આપશે.

આ પણ વાંચો - આ બિઝનેસ શરુ કરીને દર મહિને 1 લાખ રુપિયા કમાવવાની તક

રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રા 350ની વાત કરીએ તો તેમાં ટ્વિન સ્પાર્ક સિંગલ સિલેન્ડર એન્જીન આપવામાં આવ્યું છે, જે 9.8 એચ.પીના પાવર સાથે-સાથે 28 ન્યૂટન મીટર ટાર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે.
Loading...

આ એન્જીનને 5 સ્પીડ મૈનુઅલ ટ્રાન્સમિશન સાથે રજુ કરવામાં આવ્યું છે. આ બાઇકની ફ્યૂલ ટેન્ક પણ 13 લીટરી છે, જે લોન્ગ ડ્રાઇવ માટે સારી છે. આ બાઇકનું વજન 187 કિલોગ્રામ છે. આ બાઈકના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોક્સ અને રિયરમાં ટ્વિન ગેસ ચાર્જડ શોક ઓબ્ઝર્વર લાગેલા છે.
First published: May 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...