Royal Enfield Himalayan: બે મહિનામાં બીજી વખત વધી કિંમત, જાણો તમામ વેરિએન્ટની નવી કિંમત
Royal Enfield Himalayan: બે મહિનામાં બીજી વખત વધી કિંમત, જાણો તમામ વેરિએન્ટની નવી કિંમત
રોયલ એનફીલ્ડ હિમાલયનની કિંમતમાં બીજી વખત વધારો.
Royal Enfield Himalayan price: 2021 રૉયલ એનફીલ્ડ હિમાલયનને આ જ વર્ષે ફેબ્રુઆરીમાં લૉંચ કરવામાં આવી હતી. નવા લૉંચ વખતે બાઇકને ટેક્નિકલ રીતે અપગ્રેડ કરવામાં આવી હતી,
મુંબઈ: રૉયલ એનફીલ્ડ (Royal Enfield) તરફથી પોતાની એડવેન્ચર બાઇક હિમાલયનની (Himalayan) કિંમત વધારવામાં આવી છે. આ વધારા પછી બાઈકની કિંમત 5,000 રૂપિયા સુધી વધી થશે. ચેન્નાઈની મિડ-સાઈઝ નિર્માતા કંપનીએ ગત વખતે આ વર્ષના જુલાઈમાં ભાવ વધારો કર્યો હતો. આ વધારો તમામ કલર વેરિએન્ટ (Royal Enfield Himalayan Colours)માં કરવામાં આવ્યો છે. આ વધારો તમામ છ કલર માટે એક સમાન છે.
જાણો તમામ વેરિએન્ટ્સની કિંમત:
- ગ્રેનાઇટ બ્લેક વેરિએન્ટ, જેની કિંમત 2,13,273 હતી, હવે તેના માટે 2,18,273 રૂપિયા ચૂકવવા પડશે.
- પાઇન ગ્રીન વેરિએન્ટની કિંમત 2,13,273 હતી, જે વધીને 2,18,273 રૂપિયા થશે.
- રૉક રેડ વેરિએન્ટની કિંમત 2,09,529 રૂપિયા હતી, જે હવે વધીને 2,14,529 રૂપિયા થશે.
- લેક બ્લૂ વેરિએન્ટની કિંમત 2,09,529 રૂપિયા હતી, હવે તેની કિંમત વધીને 2,14,529 થશે.
- ગ્રેનાઇટ ગ્રે વેરિએન્ટની કિંમત 2,10,784 રૂપિયા છે, પહેલા આ કિંમત 2,05,784 રૂપિયા હતી.
- મિરાજ સિલ્વરની કિંમત 2,05,784 રૂપિયાથી વધારીને 2,10,784 રૂપિયા કરવામાં આવી છે.
2021 રૉયલ એનફીલ્ડ હિમાલયનને આ જ વર્ષે ફેબ્રુઆરીમાં લૉંચ કરવામાં આવી હતી. નવા લૉંચ વખતે બાઇકને ટેક્નિકલ રીતે અપગ્રેડ કરવામાં આવી હતી, તેમજ ત્રણ નવા કલર વેરિએન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ વેરિએન્ટ્સમાં પાઇન ગ્રીન, ગ્રેનાઇટ બ્લેક અને મિરાજ સિલ્વરનો સમાવેશ થાય છે.
બાઇકમાં નવું ટ્રિપર નેવિગેશન (Tripper navigation) પણ આપવામાં આવ્યું છે, જે સૌથી પહેલા Meteor 350માં આપવામાં આવ્યું હતું. બાઇકની લૉંચ કિંમત (એક્સ શૉરૂમ ચેન્નાઈ) 2,01,314 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
આ બાઇક 411cc સિંગલ સિલિન્ડર એન્જિન સાથે આવે છે. એન્જીન 6500 rpm પર 24.3 bhpનો પાવર પેદા કરે છે. બાઇક 4000થી 4500 rpm રેન્જમાં 32Nmનો પીક ટોર્ક પેદા કરે છે. એન્જીન સાથે પાંચ સ્પીડ ગિયરબૉક્સ જોડવામાં આવ્યું છે.
હિમાલયન એક નવી સીટ, વિન્ડસ્ક્રીન અને રિયર કરિયર સાથે આવે છે. બાઇકના ફ્રન્ટ રેન્કને પણ મૉડિફાઈ કરવામાં આવ્યું છે. નવી ટ્રિપર નેવિગેશન સિસ્ટમ યૂઝર્સને વારે વારે દિશા-નિર્દેશ પ્રાપ્ત કરવાની અનુમતિ આપશે, જેને યૂઝર્સે સ્માર્ટફોન સાથે જોડી શકાય છે. ટ્રિપર નેવિગેશન પૉડ ગૂગલ એપ્સ અને રૉયલ એનફીલ્ડ એપ થી ઑપરેટ થશે.
બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિકકરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવીજોવા માટે અહીં ક્લિક કરો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર