Royal Enfield Classic 350ની કિંમતમાં વધારો, જાણો હવે કેટલી કિંમત ચૂકવવી પડશે

પ્રતીકાત્મક તસવીર

Royal Enfield Classic 350 price: કંપનીએ ગત વર્ષે આ બાઇકને એપ્રિલમાં BS6 એન્જીન સાથે રજૂ કરી હતી. હવે કંપની આ બાઇકનું નવું મૉડલ લૉંચ કરવાની તૈયારી કરી રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ બાઇક નિર્માતા કંપની રૉયલ એનફીલ્ડે (Royal Enfield) પોતાની સૌથી સફળ બાઇકોમાંની એક એવી Royal Enfield Classic 350ની કિંમત વધારી દીધી છે. કંપનીએ ભાવ વધારા પાછળ રૉ મટીરિયલની કિંમત વધી હોવાનું જણાવ્યું છે. કંપનીનું કહેવું છે કે રૉ મટીરિયલની કિંમત વધી જતાં ઇનપુટ કિંમત (Input cost)માં વધારો થયો છે. આથી કિંમત વધારવામાં આવી છે. કંપનીએ ગત વર્ષે એટલે કે એપ્રિલ 2020માં આ બાઇકને BS6 એન્જીન સાથે રજૂ કરી હતી. હવે કંપની આ બાઇકનું નેક્સ્ટ જનરેશન મૉડલ (New Generation Classic 350) લૉંચ કરવાની તૈયારી કરી રહી છે.

    કિંમતમાં કેટલો વધારો કરાયો?

    કંપનીએ Royal Enfield Classic 350ની કિંમતમાં 8,362 રૂપિયાનો વધારો કર્યો છે. આથી હવે આ બાઇકની પ્રારંભિક કિંમત 1,79,782 થઈ ગઈ છે. આ પહેલા એપ્રિલમાં આ બાઇકની કિંમતમાં 5,992 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કંપનીએ ગત વર્ષે જ આ બાઇકને નવા BS6 એન્જીન સાથે લૉંચ કરી હતી. આ સાથે જ કંપની આ બાઇકનું નેક્સ્ટ જનરેશન મૉડલ પણ લાવી રહી છે.

    આ પણ વાંચો: સુરત: તિજોરીના તળિયા દેખાય ગયા છે ત્યારે મેયર સહિતના પદાધિકારીઓ માટે ઇનોવા કાર લેવાની દરખાસ્ત મૂકાતા વિવાદ

    New Generation Classic 350માં જે સૌથી મોટો બદલાવ કરાશે તે તેનું એન્જીન હશે. રૉયલ એનફીલ્ડ આ બાઇકને 349 ccનું નવું સિંગલ સિલિન્ડર એર કૂલર લૉંગ સ્ટ્રોક એન્જીન રજૂ કરશે, જે 20.0 bhpનો પાવર તેમજ 27 Nmનો પિક ટૉર્ક જનરેટ કરી શકે છે. આ બાઇકને પાંચ સ્પીડ ગિયરબોક્સ સાથે લૉંચ કરવામાં આવશે. નવી ક્લાસિક 350ને ચલાવતી વખતે વધારે વાઇબ્રેશન નહીં આવે. આથી લોકોને આ બાઇક ચલાવવામાં ખૂબ મજા પડશે.

    આ પણ વાંચો:શું ગળાનું સેવન કરવાથી લીવર ખરાબ થાય છે? આયુષ મંત્રાલયે રિપોર્ટમાં કરી સ્પષ્ટતા

    નવી ક્લાસિક 350ની સૌથી મોટી ખાસિયત એ હશે કે તેમાં મીટિયર 350ની જેમ નવી Tripper Navigation systemનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માધ્યમથી રાઇડપર સ્માર્ટફોનમાં Royal Enfield App ડાઉનલોડ કરીને નેવિગેશન સહિત અન્ય સુવિધાનો લાભ ઊઠાવી શકશે. રૉયલ એનફીલ્ડ નવી ક્લાસિક 350 બાઇક મારફતે તાજેતરમાં લૉંચ થયેલી Honda H’Ness CB350 સહિત આ રેન્જની અન્ય બાઇકોને ટક્કર આપવાનો પ્રયાસ કરશે.

    આ પણ વાંચો: સુરત: ત્રણ વર્ષથી નરાધમ બ્લેકમેઇલ કરીને આચરતો હતો દુષ્કર્મ, પરિવારની હિંમતથી કિશોરીએ ફરિયાદ નોંધાવી



    ઉલ્લેખનીય છે કે ગ્રાહકોએ મૂળ કિંમત ઉપરાંત સ્થાનિક આરટીઓ ટેક્સ, તેમજ નોંધણી સહિતની કિંમત અલગથી ચૂકવવી પડતી હોય છે. બાઇકની પ્રારંભિક કિંમત 1,79,782 રૂપિયા છે. બાઇક ખરીદવા માંગતા લોકોએ તેના ઉપર ટેક્સ સહિતની વધારાની કિંમત ચૂકવવાની હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: