Home /News /business /

Bulletની માંગ કોવિડ-19 પહેલાના સ્તર પર પહોંચી, હવે ઘર બેઠા ખરીદીનો વિકલ્પ ઉપલબ્ધ

Bulletની માંગ કોવિડ-19 પહેલાના સ્તર પર પહોંચી, હવે ઘર બેઠા ખરીદીનો વિકલ્પ ઉપલબ્ધ

બુલેટની માંગ પહેલાની સ્થિતિ પર પહોંચી.

રૉયલ એનફિલ્ડના સીઈઓ વિનોદ દસારીનું કહેવું છે કે ગત વર્ષે દિવાળી પછી અત્યારે બૂલેટ માટે સૌથી વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે.

    નવી દિલ્હી : બુલેટ મોટરસાઇકલ (Bullet Motorcycle) બનાવનાર કંપની રૉયલ એનફીલ્ડ (Royal Enfield)નું કહેવું છે કે માંગમાં વી શેપ્ડ (V-Shaped) રિકવરી જોવા મળી રહી છે. રૉયલ એનફીલ્ડના સીઈઓ વિનોદ દસારીએ CNBC-TV18 સાથેની વાતચીતમાં કહ્યું કે, મોટાઇસાઇકલની માંગ કોવિડ-19 પહેલાના સ્તર પર આવી ગઈ છે. તેમણે કહ્યું કે ગત વર્ષે દિવાળી પછી અત્યારે સૌથી વધારે પૂછપરછ આવી રહી છે.

    જૂનમાં 38,065 બાઇકનું વેચાણ

    રૉયલ એનફીલ્ડે જૂન મહિનામાં વેચાણમાં 35 ટકાના ઘટાડા સાથે 38,065 બાઇક વેચ્યાં હતાં. રૉયલ એનફીલ્ડ તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષ પહેલા આ જ સમયગાળા દરમિયાન 58,339 બાઇકનું વેચાણ થયું હતું. જૂનમાં રૉયલ એનફીલ્ડનું ઘરેલૂ વેચાણ 34 ટકા ઘટીને 36,510 યુનિટ રહ્યું હતું, જે ગત વર્ષે 55,082 યુનિટ હતું. ગત મહિને કંપનીની નિકાસ એક વર્ષના સમયગાળાની સરખામણીમાં 52 ટકા ઘટીને 1,555 યુનિટ રહી હતી.

    રૉયલ એનફીલ્ડ હાલમાં Interceptor 650, Continental GT 650, Himalayan, Thunderbird 350, Thunderbird X 350, Classic 350 Single Channel, Classic 350 Dual Channel, Bullet 350 અને Bullet 350 ESનું વેચાણ કરે છે.

    આ પણ વાંચો : BS-IV વાહનો પર ‘સુપ્રીમ’ આંચકો, 31 માર્ચ બાદ વેચાયેલા વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થાય

    ઘર બેઠા બાઇકની ખરીદી કરો

    રૉયલ એનફીલ્ડ તરફથી કોન્ટેક્ટ લેસ બાઇકની ખરીદીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. એટલે કે તમારી પસંદગીનું રૉયલ એનફીલ્ડ બાઇક ખરીદવા માટે તમારે શૉ રૂમમાં જવાની જરૂર નથી. તમે ઘરે બેઠાં બેઠાં બાઇકનો ઓર્ડર આપી શકો છો. ગ્રાહકો રૉયલ એનફીલ્ડની વેબસાઇટ પર ઑનલાઇન બાઇકની પસંદગી કકી શકે છે તેમજ ટેસ્ટ રાઇડ માટે પણ મંગાવી શકે છે. જે બાદમાં ગ્રાહક નજીકના ડીલરનો સંપર્ક કરી શકે છે અને ઇ-પેમેન્ટ મારફતે ચૂકવણી પણ કરી શકે છે. જે બાદમાં બાઇકને ગ્રાહકના ઘરે સુધી પહોંચાડવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Automobile, Bike, Royal enfield, બુલેટ, સીઇઓ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन