Rolex rings share price: રાજકોટની રોલેક્સ રિંગ્સના શેરે લિસ્ટ થતા જ રોકાણકારોને 38% ટકા નફો આપ્યો

પ્રતીકાત્મક તસવીર

Rolex Rings Share Price : રોલેક્સ રિંગ્સ શેરની આઈપીઓ પ્રાઇઝ 900 રૂપિયા પ્રતિ શેર મુકાબલે 1249 રૂપિયા પ્રતિ શેરના ભાવે શરૂ થઈ. એટલે કે પ્રતિ શેર 349 રૂપિયા શેર

  • Share this:
    Rolex Rings Listing: આઈપીઓ (IPO) માર્કેટમાં તેજી વચ્ચે રાજકોટની રોલેક્સ રિંગ્સના (Rajkot Rolex) શેરનું જોરદાર લિસ્ટીંગ થયું છે. આ શેરમાં રોકાણના પહેલાં જ દિવસે 39 ટકા નફો આપ્યો છે. રોલેક્સરિંગ્સના શેરનો આઝનો ભાવ 1249 રૂપિયા હતો જે તેની આઈપીઓ કિંમત રૂપિયા 900 કરતાં ઘણો વધારે છે. આમ આ શેરોએ રૂપિયા 349 વળતર આપ્યું છે.

    ગત મહિને જ્યારે આ ઑટોમોટિવ કમ્પોનેન્ટ્સ મેન્યૂફેકચરરનો આઈપીઓ ખુલ્યો ત્યારે રોકારણકારોને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આનો આઈપીઓ 130 ગણો સબ્સક્રાઇબ થયો હતો. 371 કરોડના આ આઈપીઓ અંતર્ગત 56 કરોડના નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા હતા જ્યારે કે 675 કરોડો રૂપિયાના શેર ઑફર ફોર સેલ હેઠળ બહાર પાડવામાં આવ્યા હતા. લિસ્ટીંગના સમયે રોલેક્સ રિંગ્સ માર્કેટ કેપ 3401 કરોડ રૂપિયાનો રહ્યો હતો.

    લિસ્ટિંગ પહેલાં ગ્રે માર્કેટમાં 50% પ્રીમિયર હતો ભાવ

    કંપનીનો આઈપીઓ 130.44 ગણા સબ્સક્રાઇબ થયો હતો. ત્યારબાદ માર્કેટની નજર Rolex Ringsની લિસ્ટીંગ પર ટકેલી હતી. આ આઈપીઓનો પ્રાઇઝ બેડ 880-900 રૂપિયા રાખવામાં આવ્યો હતો. લિસ્ટીંગ પહેલાં ગ્રે માર્કેટમાં 450 રૂપિાય પ્રિમીયમે ભરાયો હતો.

    Rolex Rings ગ્રે માર્કેટના પ્રિમિયમને જોતા જોતા પ્રિમિયમ પર લીસ્ટ થવાની સંભાવના લિસ્ટ થવાની સંભાવના દેખાઈ રહી હતી. આઈપીઓ બાદ પ્રમોટરની કંપનીમાં ભાગીદારી હિસ્સેદારી 57.64 ટકા રહી હતી. છૂટક રોકાણકારો હિસ્સેદારી વધીને 42.36 ટકા હતું.

    FY21 કંપનીના નફામાં વધારો

    ગુજરાતના રાજકોટ સ્થિતિ રોલેક્સ રિંગ્સ દેશમાં ફોર્ઝ્ડ અને મશીન્ડ કમ્પોન્ટ બનાવનાર અગ્રણી કંપની છે. ગત વર્ષે નાણાકીય 2020-21ને 86.95 કરોડનો નફો થયો હતો જ્યારે ગત વર્ષે 2019-20માં કંપનીના 52.94 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જોકે, રેવન્યૂમાં કડાકો બોલ્યો હતો.

    ઑપરેન્સ દ્વારા રેવન્યૂ નાણાકીય વર્ષ 2019-20 666 કરોડ રૂપિયાથી ઘટી અને વર્ષે 2020-21માં 616.36 કરોડ રૂપિયા રહી ગયા હતા. નવા શેરો દ્વારા ફંન્ડ દ્વારા કંપની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પુરી કરવા માટે કરશે.
    Published by:Jay Mishra
    First published: