Home /News /business /

Rolex Rings IPO: કાલે આવી રહ્યો છે વધુ એક IPO: રોકાણ કરતા પહેલા અહીં જાણી લો બધુજ

Rolex Rings IPO: કાલે આવી રહ્યો છે વધુ એક IPO: રોકાણ કરતા પહેલા અહીં જાણી લો બધુજ

પ્રતિકાત્મક તસવીર

હવે વધુ એક કંપની આઈપીઓ લાવવા જઈ રહી છે. જેનું નામ રોલેક્સ રિંગ્સ (Rolex Rings IPO) છે. કંપની ઓટોમેટિવ કંપોનેંટ્સના ઉત્પાદન બાબતે જાણીતી છે.

  Rolex Rings IPO opens tomorrow 28 July 2021 : છેલ્લા દોઢ વર્ષથી શેરબજારમાં એક પછી એક આઈપીઓ આવી રહ્યા છે. બજારમાં આઈપીઓની કતાર લાગી હોય તેવો માહોલ સર્જાયો છે. કેટલાક આઈપીઓએ રોકાણકારોને ઊંચું વળતર આપ્યું છે, તો ઘણાએ નિરાશ કર્યા છે. હવે વધુ એક કંપની આઈપીઓ લાવવા જઈ રહી છે. જેનું નામ રોલેક્સ રિંગ્સ (Rolex Rings IPO) છે. કંપની ઓટોમેટિવ કંપોનેંટ્સના ઉત્પાદન બાબતે જાણીતી છે.

  આ આઈપીઓ 28મીથી 30મી દરમિયાન ખુલ્લો રહેશે. આ વર્ષે બજારમાં આવનાર આ 29મો આઈપીઓ હશે. અત્યાર સુધીમાં 28 આઈપીઓ બજારમાં આવી ચૂક્યા છે અને આગામી મહિનાઓમાં વધુ ઉપયોગ લોન્ચ થવાના છે

  પ્રાઇઝ બેન્ડ 880થી 900 રૂપિયા

  Rolex Ringsના IPOનું પ્રાઈઝ બેન્ડ 880થી 900 રૂપિયા નક્કી કરાયું છે. કંપની આ આઈપીઓના માધ્યમથી રૂ.731 કરોડ એકઠા કરશે. આ ઇસ્યુમાં રૂ.56 કરોડનો ફ્રેશ ઇસ્યુ હશે. ઓફર ફોર સેલ હેઠળ Rivendell PE LLC 75 લાખ શેરની વેચશે. આ આઇપીઓ 30 તારીખ સુધી ઓપન રહેશે.

  આ પણ વાંચોખુબ ચર્ચામાં ઝોમેટો અને ટેસ્લા, તો પણ ઝુનઝુનવાલાને તેમાં કોઈ રસ નહીં! જણાવ્યું કારણ

  કંપની અંગે આટલું જાણો

  આ કંપની ભારત અને અન્ય દેશોમાં બેરિંગ્સ અને અન્ય ઓટોમોટિવ પાર્ટ્સ સપ્લાય કરે છે. આ કંપની રાજકોટની છે. રાજકોટમાં કંપનીના ત્રણ manufacturing plants છે. કંપની ટુ-વ્હીલર્સ, પેસેન્જર વ્હિકલ્સ, કમર્શિયલ વાહનો, ઓફ હાઈવે વાહનો, ઇલેક્ટ્રિક વાહનો, ઓદ્યોગિક મશીનરી, વિન્ડ ટર્બાઇન અને રેલ્વે જેવા સેકટર માટે પાર્ટ્સ બનાવે છે. રાજકોટમાં કંપનીના 3 પ્રોડક્શન યુનિટમાં 22 ફોર્જિંગ લાઈનો છે.

  આ પણ વાંચો - New Business Idea : દર મહીને નોકરી કરતા વધુ આવક આપશે આ બિઝનેસ, દરરોજ થશે 4000 રૂપિયાની કમાણી

  આઇપીઓ અંગે આટલું જાણી લો

  >> Rolex Ringsએ બેંકરો સાથે ચર્ચા કરી પબ્લિક ઇસ્યુ માટે ઈક્વિટી દીઠ રૂ.880-900નું પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યું છે.
  >> નીચા પ્રાઈઝ બેન્ડ પર રૂ. 716 અને નીચા સ્તરે રૂ. 731 એકઠા કરવાની કંપનીની ગણતરી છે.
  >> સબસ્ક્રીપશન માટે ઓફર 28મી જુલાઈએ ખુલશે અને 30મીએ બંધ થશે.
  >> પબ્લિક ઇસ્યુમાં રૂ.56 કરોડનો ફ્રેશ ઇસ્યુ હશે અને કંપનીના શેર ધારક PE LLC દ્વારા રૂ.75 લાખના ઈક્વિટી શેરના વેચાણની ઓફર શામેલ છે.
  >> રોકાણકારો ઓછામાં ઓછા 16 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 16ના ગુણાકારમાં બોલી લગાવી શકે છે. શેર દીઠ રૂ. 900ની કિંમતના ઉચ્ચ બેન્ડ પર 13 લોટ માટે રોકાણની લઘુતમ રકમ રૂ. 14,400 છે. જ્યારે વધુમાં વધુ રોકાણ રૂ.1,87,200 છે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ રૂ.2 લાખનું રોકાણ કરી શકશે.

  >> આ ઇસ્યુમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે 50 ટકા ફાળવણી અને રિટેલ સેગમેન્ટમાં માટે 35 ટકા ફાળવણી સામેલ છે.
  >> રોલેક્સ રિંગ્સના આઈપીઓના પ્રમોટર્સમાં રૂપેશ દયાશંકર મડેકા, જીતેન દયાશંકર મડેકા, મનેશ દયાશંકર મડેકા, પીનાકીન દયાશંકર મડેકા અને ભૌતિક દયાશંકર મડેકા શામેલ છે.
  >> આઈપીઓમાંથી એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની દ્વારા મૂડીની જરૂરિયાત તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે.

  (ડિસ્કલેમર: માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ બજાર રિસ્ક જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા રોકાણકારો એક્સપર્ટની સલાહ લે.
  News18.com તરફથી કોઈને પણ પૈસા રોકવાની સલાહ અપાતી નથી.)
  Published by:kiran mehta
  First published:

  Tags: Business news, Earn money, IPO, IPO launched

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन