Rolex Rings IPO Allotment: રોલેક્સ રિંગ્સના શેરની ફાળવણી આજે થાય તેવી શક્યતા, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર.

Rolex Rings IPO allotment status and GMP: રોલેક્સ રિંગ્સનો શેર નવમી ઓગસ્ટના રોજ શેર બજાર પર લિસ્ટ થાય તેવી સંભાવના. 28થી 30 જુલાઈના રોજ ખુલેલો રોલેક્સ રિંગ્સનો આઈપીઓ 130.44 ગણો ભરાયો છે.

  • Share this:
    નવી દિલ્હી: ઑટો પાર્ટ્સ બનાવતી Rolex Ringsના શેરની ફાળવળી આજે એટલે કે ચોથી ઓગસ્ટના રોજ થઈ શકે છે. કંપનીએ 731 કરોડ રૂપિયાનો ઇશ્યૂ જાહેર કર્યો હતો. જેમાં 56 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. જ્યારે 675 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ છે. Rivendell PE LLC કંપની પોતાનો હિસ્સો વેચશે. આ કંપનીની ઇશ્યૂ 130.44 ગણો છલકાયો હતો. જેમાં ક્વૉલીફાઇલ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે અનામત હિસ્સો 143.58 ગણ ભરાયો હતો, જ્યારે નૉન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 360.11 ગણ છલકાયો હતો. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 24.49 ગણો છલકાયો હતો.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ

    Rolex Rings કંપનીના લિસ્ટ ન થયેલા શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયન (GMP) ખૂબ ઊંચું ચાલી રહ્યું છે. ત્રીજી ઓગસ્ટના રોજ તેનું પ્રીમિયમ 555 રૂપિયા પ્રતિ શેર હતું, જે કંપનીના ઇશ્યૂ પ્રાઇસથી અડધું છે. રોલેક્સ રિંગ્સે ઇશ્યૂ પ્રાઇસ 420-450 રૂપિયા રાખી હતી.

    આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ

    રોલેક્સ રિંગ આઈપીઓ અલોટમેન્ટ સ્ટેટસ (Rolex Rings Allotment status):

    રોલેક્સ રિંગના શેર જે તે રોકાણકારને ફાળવવામાં આવ્યા છે કે નહીં તે અંગેની જાણકારી BSEની વેબસાઈટ (https://www.bseindia.com/investors/appli_check.aspx) પરથી જાણી શકાય છે. બીએસઈની વેબસાઇટ પર ગયા બાદ તેમાં Equity સિલેક્ટ કરો. જે બાદમાં Issue Name તરીકે રોલેક્સ રિંગ્સ લિમિટેડ પસંદ કરો. જે બાદમાં તમારો એપ્લિકેશન નંબર અને પાન કાર્ડની વિગત દાખલ કરો. Search બટન પર ક્લિક કરવાથી તમને તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોવા મળશે.

    આ પણ વાંચો: દેવયાની ઇન્ટરનેશનલનો IPO ખુલ્યો, ખોટમાં ચાલતી કંપનીનો IPO ભરવો કે નહીં? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

    તમે આઈપીઓ રજીસ્ટ્રારની વેબસાઇટ (https://linkintime.co.in/MIPO/Ipoallotment.html) પરથી પણ આઈપીઓનું સ્ટેટસ જાણી શકો છો. જેમાં રોકાણકારે પ્રથમ PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા DP ક્લાઇન્ટ આઈડી દાખલ કરવું પડશે. જે બાદમાં કંપની પસંદ કરવાની રહેશે. જે બાદમાં સર્ચ બટન પર ક્લિક કરતા જ જાણી શકાશે કે તમને શેરની ફાળવણી થઈ છે કે નહીં. રોલેક્સ રિંગ્સનો શેર નવમી ઓગસ્ટના રોજ શેર બજાર પર લિસ્ટ થાય તેવી સંભાવના છે. 28થી 30 જુલાઈના રોજ ખુલેલો રોલેક્સ રિંગ્સનો આઈપીઓ 130.44 ગણો ભરાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: