રોલેક્સ રિંગ્સ અને ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ IPO: સરળ સ્ટેપ્સમાં જાણો અલોટમેન્ટ સ્ટેટસ

પ્રતીકાત્મક તસવીર

રોલેક્સ રિંગ્સ (Rolex Rings IPO) ચોથી ઓગસ્ટના રોજ શેરનું અલોટમેન્ટ નક્કી કરશે, જ્યારે ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ (Glenmark Life Sciences) ત્રીજી ઓગસ્ટ એટલે કે આજે શેરનું અલોટમેન્ટ ફાઇનલ કરશે.

  • Share this:
    મુંબઈ: ગત અઠવાડિયે બે આઈપીઓ (IPO)ને સારો પ્રતિસાદ મળ્યો હતો. જે બાદમાં આજકાલમાં Rolex Rings અને Glenmark Life Sciencesના શેરની ફાળવણી કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રોલેક્સ રિંગ્સ ચોથી ઓગસ્ટના રોજ શેરનું અલોટમેન્ટ નક્કી કરશે. જ્યારે ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ ત્રીજી ઓગસ્ટ એટલે કે આજે શેરનું અલોટમેન્ટ (Allotment) ફાઇનલ કરશે તેવા સમાચાર મળી રહ્યા છે. આ દરમિયાન જે રોકાણકારોને શેર લાગ્યા છે કે નહીં તે કેવી રીતે જાણવું તે જાણવું મહત્ત્વનું બની રહેશે.

    રોલેક્સ રિંગ આઈપીઓ અલોટમેન્ટ સ્ટેટસ (Rolex Rings Allotment status):

    રોલેક્સ રિંગના શેર જે તે રોકાણકારને ફાળવવામાં આવ્યા છે કે નહીં તે અંગેની જાણકારી BSEની વેબસાઈટ પરથી જાણી શકાય છે. બીએસઈની વેબસાઇટ પર ગયા બાદ તેમાં Equity સિલેક્ટ કરો. જે બાદમાં Issue Name તરીકે રોલેક્સ રિંગ્સ લિમિટેડ પસંદ કરો. જે બાદમાં તમારો એપ્લિકેશન નંબર અને પાન કાર્ડની વિગત દાખલ કરો. Search બટન પર ક્લિક કરવાથી તમને તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોવા મળશે.

    તમે આઈપીઓ રજીસ્ટ્રારની વેબસાઇટ  પરથી પણ આઈપીઓનું સ્ટેટસ જાણી શકો છો. જેમાં રોકાણકારે પ્રથમ PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા DP ક્લાઇન્ટ આઈડી દાખલ કરવું પડશે. જે બાદમાં કંપની પસંદ કરવાની રહેશે. જે બાદમાં સર્ચ બટન પર ક્લિક કરતા જ જાણી શકાશે કે તમને શેરની ફાળવણી થઈ છે કે નહીં. રોલેક્સ રિંગ્સનો શેર નવમી ઓગસ્ટના રોજ શેર બજાર પર લિસ્ટ થાય તેવી સંભાવના છે. 28થી 30 જુલાઈના રોજ ખુલેલો રોલેક્સ રિંગ્સનો આઈપીઓ 130.44 ગણો ભરાયો છે. જેમાં રિટેલ હિસ્સો 24.49 ગણો ભરાયો છે.

    ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ આઈપીઓ (Glenmark Life Sciences IPO):

    ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસનો આઈપીઓ 44 ગણાથી વધારે છલકાયો હતો. કંપની શેરનું અલોટમેન્ટ ત્રીજી ઓગસ્ટ એટલે કે આજે નક્કી કરશે. કંપની તરફથી નક્કી થયા બાદ જે લોકોએ આઈપીઓ ભર્યો છે તેઓ બીએસઈની વેબસાઇટ અને કંપની રજીસ્ટ્રારની વેબસાઇટ મારફતે તેમને શેરની ફાળવણી થઈ છે કે નહીં તે જાણી શકે છે. બીએસઈની વેબસાઇટ મારફતે અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવા માટે બીએસઈની વેબસાઇટ પર જવાનું રહેશે.

    BSE પર Glenmark Life Sciences IPO Status તપાસો:

    1) બીએસઈની વેબસાઈટ પર જાઓ.
    2) ઇશ્યૂ ટાઇપમાં Equity પસંદ કરો.
    3) Issue Name તરીકે Glenmark Life Sciences LTD પસંદ કરો.
    4) તમારો PAN નંબર દાખલ કરો.
    5) 'I'm not a robot' પર ક્લિક કરો.
    6) 'Submit' બટન પર ક્લિક કરો.

    KFintech પર આ રીતે સ્ટેટસ તપાસો:

    બીએસઈ ઉપરાંત કંપનીની રજીસ્ટ્રાર વેબસાઇટ KFintech  પર પણ તમે આઈપીઓ સ્ટેટસ જોઈ શકો છો. આ માટે તમારે વેબસાઇટ પર જવાનું રહેશે.

    આ રીતે તપાસો

    1) KFintech પર જાઓ.
    2) 1, 2, 3 અથવા 4 લીંક પર ક્લિક કરો.
    3) IPO નામ તરીકે Glenmark Life Sciences IPO પસંદ કરો.
    4) એપ્લિકેશનનો પ્રકાર પસંદ કરો.
    5) આઈપીઓ એપ્લિકેશન નંબર દાખલ કરો.
    6) સુરક્ષા કોડ અથવા કેપ્ચા દાખલ કરો
    7) 'Submit' બટન પર ક્લિક કરતા તમને સ્ટેટસ જોવા મળશે.
    Published by:Vinod Zankhaliya
    First published: