Home /News /business /કંપનીમાં CEO તરીકે એક રૉબોટ, છ મહિનામાં શેર 10 ટકા વધ્યો, માર્કેટ વેલ્યુ 9 હજાર કરોડ
કંપનીમાં CEO તરીકે એક રૉબોટ, છ મહિનામાં શેર 10 ટકા વધ્યો, માર્કેટ વેલ્યુ 9 હજાર કરોડ
આ રોબોટનું નામ Tang yu છે. જે કંપનીમાં CEO છે.
ચાઇનીઝ મેટાવર્સ કંપની નેટડ્રેગન વેબસોફ્ટે તેના સીઇઓ તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત હ્યુમનૉઇડ રોબોટની નિમણૂક કરી છે. આ પછી કંપનીનો બિઝનેસ વધ્યો છે.
રોબોટ્સે આપણું જીવન ઘણું સરળ બનાવી દીધું છે. તેમની મદદથી આપણે ઘણા કાર્યો સરળતાથી કરી શકીએ છીએ. આ દિવસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા હ્યુમનૉઇડ રોબોટ્સ પણ આવવા લાગ્યા છે, જે પોતાની ક્ષમતાથી બધાને ચોંકાવી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ દિવસ કોઈ રોબોટ પણ કંપનીનો સીઈઓ બની શકે છે? ના, ના, પરંતુ ચીનની એક કંપનીએ આવું જ કંઈક કર્યું છે. હકીકતમાં, ચીનની મેટાવર્સ કંપની નેટડ્રેગન વેબસોફ્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત હ્યુમનનોઈડ રોબોટને તેના બોસ તરીકે નિયુક્ત કર્યા છે. આટલું જ નહીં રોબોટને સીઈઓ બનાવ્યા બાદ કંપનીનો બિઝનેસ પણ વધ્યો છે.
માહિતી અનુસાર ઓગસ્ટ 2022 માં કંપનીએ AI સંચાલિત વર્ચ્યુઅલ હ્યુમનૉઇડ રોબોટને તેની સહાયક કંપનીના CEO બનાવવાની જાહેરાત કરી હતી. આ રોબોટનું નામ Tang yu છે. ગૂગલ ફાઇનાન્સના એક રિપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 10 ટકાનો વધારો થયો છે. આ સાથે આ શેરનું મૂલ્ય 1.1 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે.
જો તમે વિચારી રહ્યા હોવ કે રોબોટ સીઈઓ બનાવનારી કંપનીના શેરમાં ઉછાળો અચાનક અથવા એક-બે દિવસ માટે આવ્યો હશે, તો એવું નથી. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે, અને નેટડ્રેગનનું મૂલ્ય 1.1 બિલિયન ડોલર સુધી પહોંચ્યું છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં રોબોટને સીઈઓ બનાવતી વખતે, કંપનીએ દલીલ કરી હતી કે રોબોટ તમામ કર્મચારીઓ માટે વધુ સારું અને કાર્યક્ષમ કાર્યસ્થળ પ્રદાન કરશે. નેટડ્રેગનના ચેરમેન ડેજિયન લિયુએ પછી કહ્યું કે તેઓ માને છે કે AI કોર્પોરેટ મેનેજમેન્ટનું ભવિષ્ય છે. અમારા CEO તરીકે તાંગ યુની નિમણૂક એ અમારા કામ કરવાની રીત દર્શાવે છે.
ChatGPT તાજેતરમાં આવ્યું છે
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ OpenAI એ તેનો ચેટબોટ ChatGPT રજૂ કર્યું છે. લોન્ચ થયા બાદથી તે પોતાના કારનામાને કારણે ચર્ચામાં રહે છે. તે અલગ-અલગ કસોટીઓમાં પાસ થયું છે. લવ લેટરથી લઈને ફરિયાદ કરવા માટે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ChatGPT નો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર